ઉત્પત્તિ 37:10 - પવિત્ર બાઇબલ C.L.10 તેણે તે તેના પિતાને તથા તેના ભાઈઓને કહી સંભળાવ્યું. ત્યારે તેના પિતાએ તેને ધમકાવીને કહ્યું, “તને આ કેવું સ્વપ્ન આવ્યું! શું હું, તારી મા તથા તારા ભાઈઓ સાચે જ તારી આગળ ભૂમિ સુધી નમન કરવા આવીશું?” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેણે તેના પિતાને તથા તેના ભાઈઓને તે કહી સંભળાવ્યું. અને તેના પિતાએ તેને ધમકાવ્યો, ને તેને કહ્યું, “જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ ભૂમિ સુધી નમવાને હું તથા તારી મા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જેવું તેણે તેના ભાઈઓને કહ્યું તેવું તેણે તેના પિતાને પણ કહ્યું અને તેના પિતાએ તેને ધમકાવ્યો. તેણે તેને કહ્યું, “જે સ્વપ્ન તને આવ્યું તે શું છે? તારી આગળ જમીન સુધી નમવાને હું, તારી માતા તથા તારા ભાઈઓ શું ખરેખર આવીશું?” Faic an caibideilપવિત્ર બાઈબલ10 જ્યારે યૂસફે પિતાને તેનાં સ્વપ્ન વિષે કહ્યું ત્યારે તેના પિતાએ તેને ઠપકો આપ્યો અને કહ્યું, “તારા આ સ્વપ્નનો અર્થ શો? શું તું એમ સમજે છે કે, હું તારી માંતા તથા તારા ભાઈઓ તને સાષ્ટાંગ પ્રણામ કરીશુ?” Faic an caibideil |