Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 36:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને એસાવ સેઈર પહાડ પર રહ્યો. એસાવ તે જ અદોમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આથી એસાવ સેઈરના પહાડી દેશમાં રહેવા લાગ્યો, એસાવ એ જ અદોમ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 36:8
21 Iomraidhean Croise  

અને સેઇરના પહાડી પ્રદેશના હોરીઓને રણપ્રદેશ પાસેના છેક એલપારાન સુધી તેમનો પીછો કરીને તેમને હરાવ્યા.


એસાવે યાકોબને કહ્યું, “મને આ લાલ શાકમાંથી થોડું ખાવા દે. મને કકડીને ભૂખ લાગી છે.” તેથી તેનું નામ અદોમ (લાલ)પણ પડયું.


પછી યાકોબે અદોમ દેશના સેઈર પ્રદેશમાં પોતાના ભાઈ એસાવ પાસે પોતાની આગળ સંદેશકો મોકલ્યા.


તેણે તેમને આવી સૂચના આપી: “તમે મારા મુરબ્બી એસાવને એમ કહેજો કે તમારો સેવક યાકોબ કહેવડાવે છે કે હું લાબાનને ત્યાં ગયો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.


આ એસાવ એટલે અદોમની વંશાવળી છે. એસાવે કનાની લોકોમાંથી પત્નીઓ કરી હતી:


પોતાના વસવાટના પ્રદેશ પ્રમાણે એ અદોમના સરદારો છે. અદોમાસીઓનો પૂર્વજ એસાવ જ છે.


સેઈરના પહાડી પ્રદેશમાં વસેલા અદોમવાસીઓના પૂર્વજ એસાવની આ વંશાવળી છે.


શિમયોનના કુળના બીજા પાંચસો લોક અદોમની પૂર્વે ગયા. તેમના આગેવાનો ઈશીના પુત્ર હતા: પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝઝીએલ.


“હવે આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોએ અમારા પર આક્રમણ કર્યું છે. અમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તમે તેમને તેમના દેશમાં થઈને જવા દીધા નહિ. તેથી અમારા પૂર્વજો ચકરાવો ખાઈને ગયા અને તેમનો નાશ કર્યો નહિ.


આમ્મોનીઓ અને મોઆબીઓએ અદોમીના સૈન્ય પર ત્રાટકી તેનો સંપૂર્ણ વિનાશ કર્યો, અને પછી તેઓ એકબીજાની સામે ઉગ્ર જંગ ખેલીને ખતમ થયા.


તે દરમ્યાન યહૂદિયાના જે લોકો મોઆબ, આમ્મોન, અદોમ અને બીજા દેશોમાં જતા રહ્યા હતા તેમણે સાંભળ્યું કે બેબિલોનના રાજાએ થોડાએક લોકોને યહૂદિયામાં બાકી રાખ્યા છે અને શાફાનના પૌત્ર અને અહીકામના પુત્ર ગદાલ્યાને તેમના રાજ્યપાલ તરીકે નીમ્યો છે.


ઓબાદ્યાનું સંદર્શન જે પ્રભુ પરમેશ્વરે તેને અદોમ વિષે પ્રગટ કર્યું તે. પ્રભુ તરફથી અમને સંદેશ મળ્યો છે; તેમણે સર્વ વિદેશીઓ પાસે મોકલેલો રાજદૂત આમ કહે છે: “ઊઠો, આપણે અદોમ સામે યુદ્ધ કરવા જઈએ.”


તારા અંતરના અભિમાને તને છેતર્યો છે. તારું પાટનગર મજબૂત ખડકો પરના કિલ્લામાં છે; ઊંચે ગિરિમાળામાં તારું નિવાસસ્થાન છે. તેથી તું તારા મનમાં કહે છે, ‘મને અહીંથી નીચે પાડનાર કોણ?’


જ્યારે એસાવ તથા તેના વંશજોનો તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડીપ્રદેશને વેરાન કરી મૂક્યો છે અને તેના દેશને શિયાળવાંનું રહેઠાણ બનાવી દીધો છે.”


પ્રભુએ હોરીઓનો વિનાશ કરી સેઈરમાં વસતા એસાવના વંશજ અદોમીઓ માટે પણ એવું જ કર્યું હતું; અદોમીઓએ હોરીઓનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો. આજે પણ તેઓ એ અદોમના પહાડીપ્રદેશમાં વસે છે.


તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે.


છતાં સાવચેત રહેજો, અને તેમની સાથે લડશો નહિ; કારણ, તેમની ભૂમિમાંથી એક ડગલું જમીન પણ હું તમને આપવાનો નથી. સેઈરનો એ પહાડીપ્રદેશ તો મેં એસાવના વંશજોને વારસા તરીકે આપ્યો છે.


અને ઇસ્હાકને મેં યાકોબ અને એસાવ આપ્યા. મેં એસાવને તેના વસવાટ માટે અદોમનો પહાડીપ્રદેશ આપ્યો, પણ તમારો પૂર્વજ યાકોબ અને તેના વંશજો તો ઇજિપ્તમાં ગયા.


ઇઝરાયલનો રાજા બન્યા પછી શાઉલે તેના સર્વ શત્રુઓ એટલે કે મોઆબીઓ, આમ્મોનીઓ, અદોમીઓ, સોબાના રાજાઓ અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યાં. જ્યાં જ્યાં તે લડયો ત્યાં ત્યાં તેણે તેમને ભારે હાર આપી.


Lean sinn:

Sanasan


Sanasan