Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 34:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પણ હમોરે તેમની સાથે વાત કરીને કહ્યું, “ મારો પુત્ર શખેમ તમારી પુત્રી પર પ્રેમ કરે છે, તેથી તમે તેની સાથે તમારી પુત્રીનાં લગ્ન કરાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, “મારા દિકરા શખેમનો જીવ તમારી દીકરી પર મોહિત થયો છે. કૃપા કરીને તેને તેની સાથે પરણાવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હમોર તેઓની સાથે વાતચીત કરીને બોલ્યો, “મારો દીકરો શખેમ તમારી દીકરીને પ્રેમ કરે છે. કૃપા કરી તેને તેની સાથે લગ્ન કરાવી આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પરંતુ હમોરે તેમને કહ્યું, “માંરો પુત્ર શખેમ તમાંરી પુત્રી દીનાહને ખૂબ ચાહે છે, કૃપા કરીને તેને તેણીની સાથે પરણવા દો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 34:8
9 Iomraidhean Croise  

પણ તેનું દિલ યાકોબની પુત્રી દીના પર ચોંટયું હતું અને તે તેના પ્રેમમાં પડયો હતો તેથી તે તેની સાથે હેતથી વાતો કરવા લાગ્યો.


એવામાં યાકોબના પુત્રો એ વાત સાંભળીને ખેતરેથી ઘેર આવ્યા; તેમને આઘાત લાગ્યો હતો અને ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. કારણ, શખેમે યાકોબની પુત્રી પર બળાત્કારનું અઘટિત કામ કરીને ઇઝરાયલના કુટુંબને મોટું કલંક લગાડયું હતું.


વળી, તમે અમારી સાથે લગ્નસંબંધ બાંધો, તમારી દીકરીઓ અમને આપો અને અમારી દીકરીઓ સાથે તમે લગ્ન કરો.


એ પ્રજાઓ તેમના દેવો તરફ ઇઝરાયલીઓની નિષ્ઠા વાળી દે એ કારણથી પ્રભુએ ઇઝરાયલીઓને તેમની સાથે આંતરલગ્નની મના કરી હતી; તો પણ શલોમોને તેમની સાથે લગ્ન કર્યાં.


ગુલામ છાંયડાની ઝંખના કરે છે, અને કામદાર આતુરતાથી વેતનની રાહ જુએ છે.


તમારાં ધારાધોરણો માટે મારો પ્રાણ હરહમેશ તીવ્ર ઝંખનામાં ઝૂર્યા કરે છે.


હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.


મારો પ્રાણ પ્રભુમંદિરના પ્રાંગણ માટે ઝંખે છે અને ઝૂરે છે. જીવંત ઈશ્વરની આગળ મારું હૃદય અને દેહ હર્ષનાદ કરે છે.


તમે આ દેશમાં પાછા આવવા તડપશો પણ તમે કદી પાછા આવશો નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan