Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 34:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એવામાં યાકોબના પુત્રો એ વાત સાંભળીને ખેતરેથી ઘેર આવ્યા; તેમને આઘાત લાગ્યો હતો અને ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. કારણ, શખેમે યાકોબની પુત્રી પર બળાત્કારનું અઘટિત કામ કરીને ઇઝરાયલના કુટુંબને મોટું કલંક લગાડયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યાકૂબના દીકરઓ એ સાંભળીને ખેતરમાંથી આવ્યા. અને તેઓએ શોક કર્યો, ને તેઓને બહુ રોષ ચઢયો, કેમ કે તેણે યાકૂબની દીકરી સાથે સૂઈને ઇઝરાયેલમાં મૂર્ખપણું કર્યું હતું; એ કામ કરવું અણઘટતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીને ઇઝરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ખેતરમાં યાકૂબના પુત્રોને જે કાંઈ બન્યુ હતું તેના સમાંચાર મળ્યા, જયારે તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે શખેમે યાકૂબની પુત્રી પર બળાત્કાર કરીને ઈસ્રાએલ વિરુધ્ધ ન કરવા જેવો ભયંકર ગુનો કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 34:7
27 Iomraidhean Croise  

પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે.


શખેમનો પિતા હમોર યાકોબ સાથે વાત કરવા ગયો


પણ હમોરે તેમની સાથે વાત કરીને કહ્યું, “ મારો પુત્ર શખેમ તમારી પુત્રી પર પ્રેમ કરે છે, તેથી તમે તેની સાથે તમારી પુત્રીનાં લગ્ન કરાવો.


યાકોબ પોતાનું સમગ્ર કુટુંબ એટલે પોતાના પુત્રો તથા પૌત્રો અને પુત્રીઓ તથા પૌત્રીઓને લઈને ઇજિપ્તમાં આવ્યો.


દાવિદ રાજાને એ બનાવની ખબર પડી ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઊઠયો.


તમારી આજ્ઞાઓ અફર છે; હે પ્રભુ, પવિત્રતા તમારા મંદિરને સદા સર્વકાળ શોભાવે છે.


ત્યારે મેં કેટલાક અબુધ યુવાનોને જોયા, અને તેમાંથી એક અક્કલહીન યુવાન તરફ મારું ખાસ ધ્યાન ખેચાયું.


એમની એવી દશા થશે કારણ કે તેમણે ઇઝરાયલમાં નિર્લજ્જ કાર્યો કર્યા છે. તેમણે પરસ્ત્રીઓ સાથે વ્યભિચાર કર્યો છે અને મેં તેમને ફરમાવ્યો નહોતો એવો જૂઠો સંદેશ તેમણે મારે નામે પ્રગટ કર્યો છે. પણ હું એ બરાબર જાણું છું અને હું તેનો નજરસાક્ષી છું. હું પ્રભુ પોતે આ બોલું છું.”


“જો ઇઝરાયલનો સમગ્ર સમાજ અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે,


“તું ઇઝરાયલીઓને કહે: જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપમાં પડે તો તેણે નીચેના નિયમોનું પાલન કરવું.


“જો કોઈ સામાન્ય માણસ અજાણતાં પાપ કરે,


તેમનામાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક જ દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા; આપણે એવું વ્યભિચારનું પાપ ન કરીએ.


વ્યભિચારથી નાસો. માનવીનાં બીજાં પાપ તેના શરીરની બહારનાં છે, પણ જે વ્યભિચાર કરે છે તે પોતાના શરીરની વિરુદ્ધ જ પાપ કરે છે.


તમે ઈશ્વરના લોક છો તેથી તમારે વ્યભિચાર, અશુદ્ધતા અથવા લોભનું નામ સરખું ન લેવું.


“પણ જો આરોપ સાચો હોય અને કન્યા કુંવારી હતી એવો પુરાવો મળી ન આવે.


તો તે વડીલો તે કન્યાને તેના પિતાના ઘર આગળ લાવે અને ત્યાં નગરના પુરુષો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે. કારણ, તે સ્ત્રીએ પિતાના ઘરમાં હતી તે દરમ્યાન વેશ્યાગીરી કરવાની મૂર્ખાઈ કરી છે. એ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.


“કોઈપણ ઇઝરાયલી સ્ત્રી કે પુરુષે વિધર્મી મંદિરમાં વેશ્યા બનવું નહિ.


તમારામાં કાર્ય કરતી પાર્થિવ ઇચ્છાઓ, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિકાર, દુષ્ટ વાસના, લોભ જે મૂર્તિપૂજા જ છે; તેમને તમે મારી નાખો.


વળી, આળસુ બનીને ઘેર ઘેર ફરીને સમયનો બગાડ કરે છે, અફવાઓ ફેલાવે છે અને નક્મી વાતો કર્યા કરે છે.


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


સ્તુતિ અને શાપ એક જ મુખમાંથી નીકળે છે. મારા ભાઈઓ, આવું તો ન જ બનવું જોઈએ;


પછી જેની પાસેથી મના કરેલી અર્પિત વસ્તુ મળી આવે તેને અને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે; કારણ, એવા માણસે પ્રભુનો કરાર તોડીને ઇઝરાયલને ભારે કલંક લગાડયું છે.”


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજવી યજ્ઞકારો, પવિત્ર પ્રજા અને ઈશ્વરના પોતાના લોક છો. અંધકારમાંથી પોતાના અદ્‍ભુત પ્રકાશમાં તમને આમંત્રણ આપનાર ઈશ્વરનાં આશ્ર્વર્યકારક કાર્યો પ્રગટ કરવા માટે તમને પસંદ કરવામાં આવ્યા છે. એક સમયે તમે ઈશ્વરના લોક ન હતા, પણ હવે તમે તેમના લોક છો.


મેં તેના શરીરના ટુકડા કરી ઇઝરાયલનાં બારેય કુળોના પ્રત્યેક કુળને એકએક ટુકડો મોકલી આપ્યો. કારણ, આ લોકોએ આપણી વચમાં આવું શરમજનક અને અપમાનજનક કામ કર્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan