Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 34:5 - પવિત્ર બાઇબલ C.L.

5 યાકોબે સાંભળ્યું કે શખેમે તેની પુત્રી દીનાની આબરૂ લીધી છે, પણ તેના પુત્રો ખેતરમાં ઢોર સાચવતા હતા એટલે તેઓ આવ્યા ત્યાં સુધી યાકોબ ચૂપ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની તેણે આબરૂ લીધી છે. અને તેના દિકરા ખેતરમાં ઢોરની પાસે હતા; અને તેઓના આવ્યા સુધી યાકૂબ છાનો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હવે યાકૂબે સાંભળ્યું કે મારી દીકરી દીનાની સાથે તેણે બળાત્કાર કર્યો છે. તેના દીકરા ખેતરમાં જાનવરોની પાસે હતા, તેથી તેઓ આવ્યા ત્યાં સુધી યાકૂબ ચૂપ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યાકૂબને સમાંચાર મળ્યા કે, શખેમે તેની પુત્રી દીનાહની આબરૂ લીધી હતી. પણ તેના પુત્રો ઢોરો સાથે ખેતરમાં હતા એટલે તેઓના આવ્યા સુધી તેણે શાંતિ રાખી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 34:5
13 Iomraidhean Croise  

પણ તે દિવસે લાબાને ચટાપટાવાળા અને ટપકાંવાળા બધા બકરા, ચટાપટાવાળી અને ટપકાંવાળી બધી બકરીઓ અને બધાં કાળાં ઘેટાં જુદાં પાડી દઈને પોતાના દીકરાઓને સાચવવા સોંપી દીધાં.


તેણે પોતાના પિતા હમોરને કહ્યું, “આ છોકરી સાથે મારું લગ્ન કરાવો.”


શખેમનો પિતા હમોર યાકોબ સાથે વાત કરવા ગયો


ત્યારે તમે કહેજો કે, ‘તમારા દાસોનો એટલે અમારો તેમ જ અમારા પૂર્વજોનો ધંધો ઢોર પાળવાનો છે; નાનપણથી અત્યાર સુધી અમે એ જ ધંધો કરીએ છીએ.’ એમ તમને ગોશેન દેશમાં વસવાની પરવાનગી મળશે. કારણ, ઇજિપ્તીઓ પશુપાલકમાત્રને ધિક્કારે છે.”


પોતાની બહેન તામાર પર બળાત્કાર કર્યો હોવાથી આબ્શાલોમને પણ આમ્નોન પ્રત્યે એવો ધિક્કાર ઉત્પન્‍ન થયો કે તે તેની સાથે જરાપણ બોલતો પણ નહિ.


હું મૌન રહ્યો અને મારું મુખ પણ ઉઘાડયું નહિ; કારણ, તમે જ મને દુ:ખી કર્યો છે.


પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.


આ વખતે મોટો પુત્ર ખેતરમાં હતો. પાછા વળતાં તે ઘરની નજીક આવ્યો તો તેણે સંગીત અને નૃત્યુનો અવાજ સાંભળ્યો.


તેણે તેના પિતાને જવાબ આપ્યો, ‘જુઓ, આ બધાં વર્ષો એક ગુલામની જેમ મેં તમારું ક્મ કર્યું છે, અને તમારી આજ્ઞાઓ કદી ઉથાપી નથી; છતાં મારા મિત્રો સાથે મિજબાની કરવા માટે તમે મને એક લવારું પણ આપ્યું નથી!


પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.


અને પછી શમુએલે તેને પૂછયું, “શું તારે હજી બીજા પુત્રો છે?” યિશાઈએ જવાબ આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે. પણ તે ઘેટાં ચરાવવા બહાર ગયો છે.” શમુએલે યિશાઈને કહ્યું, “તેને અહીં બોલાવડાવ; તે આવે ત્યાં સુધી આપણે અર્પણ ચઢાવવાનું નથી.”


જ્યારે દાવિદ તેના પિતાનાં ઘેટાં ચરાવવાને વારંવાર બેથલેહેમ જતો.


Lean sinn:

Sanasan


Sanasan