Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 34:30 - પવિત્ર બાઇબલ C.L.

30 ત્યારે યાકોબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે મને સંકટમાં મૂક્યો છે. આ દેશના વતનીઓ કનાનીઓ તથા પરિઝીઓ મધ્યે તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. મારી પાસે તો થોડા જ માણસો છે, અને જો તેઓ મારી વિરુદ્ધ સંગઠિત થઈ મારા પર હુમલો કરે તો મારા કુટુંબનો નાશ થઈ જાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને શિમયોનને તથા લેવીને યાકૂબે કહ્યું, “તમે દેશના રહેવાસીઓમાં એટલે કનાનીઓમાં તથા પરિઝીઓમાં મને ધિકકારપાત્ર કરાવ્યાથી કાયર કર્યો છે; અને મારા માણસ થોડા છે, માટે તેઓ મારી સામા એકઠા થઈને મને મારશે; અને મારો વિનાશ થશે, મારો તથા મારા ઘરનાંનો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 યાકૂબે શિમયોનને તથા લેવીને કહ્યું, “તમે મારા પર મુશ્કેલી લાવ્યા છો, આ દેશના રહેવાસીઓ એટલે કનાનીઓ તથા પરિઝીઓમાં તમે મને તિરસ્કારપાત્ર કર્યો છે. સંખ્યામાં મારા માણસો થોડા છે. જો તેઓ મારી વિરુદ્ધ એકઠા થઈને હુમલો કરે તો પછી મારો અને મારા પરિવારનો નાશ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 પરંતુ યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે લોકોએ મને બહુ દુ:ખી કર્યો છે; આ પ્રદેશના વતનીઓ કનાનીઓ અને પરિઝીઓમાં તમે મને અપ્રિય બનાવ્યો છે. તે બધા લોકો આપણા વિરોધી થઈ જશે. અહીં માંરી પાસે તો થોડા જ માંણસો છે, અને જો એ લોકો એકઠા થઈને માંરી વિરુધ્ધ જઈને માંરા પર હુમલા કરે તો માંરા પરિવારનો તો વિનાશ જ થાય.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 34:30
33 Iomraidhean Croise  

ઇજિપ્તના રહેવાસીઓ તને જોઈને કહેશે, ‘આ તેની પત્ની છે’; તેથી તેઓ મને મારી નાખશે પણ તને જીવતી રાખશે.


હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


તે દેશમાં મુસાફરી કરતાં કરતાં અબ્રામ શખેમ નગરની સીમમાં આવેલા મોરેહના પવિત્ર વૃક્ષ સુધી ગયો. તે સમયે તે દેશમાં કનાનીઓ વસતા હતા.


તેથી અબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓ વચ્ચે ઝઘડા શરૂ થયા. તે સમયે કનાનમાં કનાની અને પરિઝી લોકો વસતા હતા.


તે દેશના સરદાર હમોર હિવ્વીના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેને પકડી લઈને તેના પર બળાત્કાર કર્યો.


તેમની બધી સંપત્તિ, બાળકો અને સ્ત્રીઓ કબજે કર્યાં; તેમ જ તેમનાં ઘરોમાંથી બધું લૂંટી લીધું.


ત્યારે તેમણે કહ્યું, “તો શું અમારે અમારી બહેન સાથે વેશ્યા જેવો વ્યવહાર થવા દેવો?”


યાકોબની સાથે ઇજિપ્તમાં આવનાર તેનાં પોતાનાં સંતાનોમાં એના પુત્રોની પત્નીઓને બાદ કરતાં કુલ છાસઠ જણ હતા.


યોસેફને ઇજિપ્તમાં બે પુત્રો થયા હતા. યાકોબના કુટુંબના જે બધા ઇજિપ્તમાં આવ્યા તેમની કુલ સંખ્યા સિત્તેર હતી.


આમ્મોનીઓને સમજાયું કે તેમણે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે અને તેથી તેમણે બેથરહોબ અને સોબામાંથી વીસ હજાર અરામી સૈનિકો, ટોબમાંથી બાર હજાર માણસો અને માખા રાજાને તેના એક હજાર માણસો સહિત ભાડે રાખ્યા.


અહિથોફેલે જવાબ આપ્યો, “તમારા પિતાએ મહેલની સંભાળ રાખવા અહીં રાખેલી ઉપપત્નીઓ સાથે તમે સમાગમ કરો. પછી ઇઝરાયલમાં સૌ જાણશે કે તમે તમારા પિતાના પાકા દુશ્મન બન્યા છો ત્યારે તમારા પક્ષના માણસોને ઘણું ઉત્તેજન મળશે.”


શલોમોનના જીવનકાળ દરમ્યાન તે ઇઝરાયલનો શત્રુ હતો.


એલિયાએ જવાબ આપ્યો, “આફત ઉતારનાર હું નહિ, પણ તમે અને તમારા પિતા છો. તમે પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરો છો અને બઆલની મૂર્તિઓની પૂજા કરો છો.


ઈશ્વરના સેવક ઇઝરાયલનાં સંતાનો, તેમના પસંદ કરેલ યાકોબના વંશજો, ઈશ્વરનાં અદ્‍ભુત કાર્યો, તેમના ચમત્કારો અને તેમનાં ફરમાન યાદ કરો.


ઈશ્વરના લોક સંખ્યામાં જૂજ હતા; તેઓ કનાન દેશમાં અજાણ્યા હતા.


હાનુન રાજા અને આમ્મોનીઓ સમજી ગયા કે તેમણે હવે દાવિદને પોતાનો શત્રુ બનાવ્યો છે. તેથી તેઓએ અરામ- નાહરાઈમ, અરામ-માખા તથા સોબા પાસેથી રથો અને સવારો ભાડે રાખવા ચોત્રીસ હજાર કિલો ચાંદી મોકલી આપી.


ઝેરાના વંશના કાર્મીનો પુત્ર આખાર. સમર્પિત વસ્તુ રાખી લઈને તે ઇઝરાયલીઓ પર આફત લાવ્યો હતો.


ઈશ્વરના લોક ત્યારે સંખ્યામાં અલ્પ હતા. ખરેખર છેક થોડા, અને કનાન દેશમાં પ્રવાસી હતા;


ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.”


દયા દર્શાવનાર પોતાનું જ હિત કરે છે, પણ નિર્દય માણસ પોતાને જ ઘાયલ કરે છે.


પોતાના કુટુંબને દુ:ખી કરનાર વા ખાતો રહેશે, અને મૂર્ખ જ્ઞાનીનો ગુલામ બનશે.


અન્યાયી માર્ગે નફો કરનાર પોતાના જ પરિવાર પર આફત લાવે છે, પણ લાંચ નકારનાર આબાદીમાં જીવશે.


પૃથ્વી પરના કોઈ પ્રાણીની કે આકાશમાં ઊડનાર કોઈ પક્ષીની પ્રતિમા;


પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે.


તમે બીજી બધી પ્રજાઓ કરતાં સંખ્યામાં વિશેષ હતા તે માટે પ્રભુએ તમારા પર પ્રેમ દાખવ્યો નહોતો કે તમને પસંદ કર્યા નહોતા. હકીક્તમાં, તમે તો સંખ્યામાં નાનામાં નાની પ્રજા હતા.


યહોશુઆએ તેને પૂછયું, “તું શા માટે અમારા પર આવી આફત લાવ્યો? હવે પ્રભુ તારા પર આફત લાવશે!” સર્વ લોકોએ આખાનને પથ્થરે માર્યો; તેમણે તેના કુટુંબીજનોને પણ પથ્થરે માર્યાં અને તેમને તથા તેમની માલમિલક્તને આગમાં બાળી નાખ્યાં.


શાઉલે પલિસ્તી સેનાપતિને ખતમ કરી દીધો છે અને પલિસ્તીઓ ઇઝરાયલીઓનો તિરસ્કાર કરે છે તે સર્વ ઇઝરાયલીઓને જણાવવામાં આવ્યું. તેથી લોકો શાઉલ પાસે ગિલ્ગાલમાં એકત્ર થયા.


શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે.


દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”


આખીશને દાવિદ પર વિશ્વાસ હતો, કેમકે તે મનમાં કહેતો, “તેના પોતાના ઇઝરાયલી લોકો તેનો એવો તિરસ્કાર કરે છે કે તે જીવનપર્યંત મારી સેવા કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan