Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 34:20 - પવિત્ર બાઇબલ C.L.

20 પછી હમોર અને તેનો પુત્ર શખેમ શહેરના પ્રવેશદ્વારે આવ્યા અને લોકોની સાથે વાતચીત કરીને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પછી હમોર તથા તેનો દીકરો શખેમ તેમના નગરના દરવાજે આવ્યા, ને તેમના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હમોર તથા તેનો દીકરો શખેમ પોતાના નગરના દરવાજે આવ્યા અને પોતાના નગરના માણસો સાથે વાતચીત કરીને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 એટલા માંટે હમોર અને તેનો પુત્ર શખેમ ગામના ભાગળે આવ્યા અને લોકોને કહેવા લાગ્યા કે,

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 34:20
14 Iomraidhean Croise  

હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


એફ્રોન હિત્તીઓની સાથે જ બેઠો હતો.


તે જુવાને તો વિના વિલંબે પોતાની સુન્‍નત કરાવી દીધી. કારણ, તે યાકોબની પુત્રીને ખૂબ ચાહતો હતો. વળી, તે તેના પિતાના કુટુંબમાં પણ સૌથી માનીતો હતો.


“આ માણસો આપણી સાથે સંપથી રહે છે તો ભલે તેઓ અહીં રહે અને વેપાર રોજગાર કરે, કારણ, તેમની આગળ વિશાળ દેશ પડયો છે. આપણે તેમની દીકરીઓ સાથે લગ્ન કરીએ અને આપણી દીકરીઓ તેમને આપીએ. એ લોકો આપણી સાથે રહેવા અને એક પ્રજા બનવા તૈયાર છે.


તે સવારે વહેલો ઊઠીને નગરના દરવાજાના રસ્તાની પાસે જઈને ઊભો રહેતો. જ્યારે કોઈ માણસ રાજા પાસે પોતાની તકરારના નિરાકરણ માટે આવતો ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને તે ક્યાંનો છે તે પૂછતો.


જ્યારે નગરના વડીલો ચોકમાં મળતા, અને હું ચોકમાં તેઓ વચ્ચે મારું સ્થાન લેતો;


જેનો ભાથો આવા પુત્રોથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરસભામાં પોતાના શત્રુઓ સાથે વિવાદમાં ઊતરશે, ત્યારે તે પરાજયથી લજ્જિત થશે નહિ.


તેના પતિની ન્યાયસભામાં પ્રતિષ્ઠા છે, અને જાહેર સભામાં તેનું સ્થાન છે.


અદાલતમાં અન્યાયને પડકારનાર અને સાચું બોલનારનો તમે તિરસ્કાર કરો છો.


તમારાં અઘોર પાપ અને અસંખ્ય ગુનાઓની મને ખબર છે: તમે ન્યાયીને સતાવો છો, લાંચ લો છો અને નગરપંચમાં ગરીબને ન્યાયથી વંચિત રાખો છો.


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


તમારે આ બાબતો કરવાની છે: એકબીજા સાથે સત્ય બોલો. નગરપંચમાં શાંતિજન્ય અદલ ન્યાય આપો.


તો એવું અધમ કાર્ય કરનાર પુરુષ અથવા સ્ત્રીને નગરની બહાર લાવીને તેને પથ્થર મારીને મારી નાખો.


બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો.


Lean sinn:

Sanasan


Sanasan