Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 34:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તેમણે કહ્યું, “અમે સુન્‍નતરહિત પુરુષ સાથે અમારી બહેનનાં લગ્ન કરાવી શક્તા નથી. કારણ, એમ કરવાથી તો અમને કલંક લાગે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને તેઓએ તેઓને કહ્યું, “જે માણસની સુન્‍નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી નથી શકતા, કેમ કે તેથી અમારું અપમાન થાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓએ તેઓને કહ્યું, “જે માણસની સુન્નત ન થઈ હોય તેને અમારી બહેન આપવી એ કામ અમે કરી શકતા નથી, કેમ કે તેથી અમારી બદનામી થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 એટલા માંટે તેમણે કહ્યું, “જેણે સુન્નત કરાવી નથી એવા માંણસને અમાંરી બહેન પરણાવવી એ તો અમાંરાથી બને જ નહિ, કારણ, એથી અમાંરી બદનામી થાય.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 34:14
16 Iomraidhean Croise  

એટલે, તમારે તમારી જનનેદ્રિંયની ચામડીની સુન્‍નત કરાવવી. એ મારી અને તારી વચ્ચેના કરારની નિશાની થશે.


તમારામાંથી જે પુરુષે સુન્‍નત કરાવી ન હોય તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરવો; કારણ, તેણે મારો કરાર તોડયો છે.”


પણ શખેમે યાકોબના પુત્રોની બહેન દીનાની આબરૂ લીધી હતી, એટલે તેમણે શખેમને તથા તેના પિતા હમોરને કપટથી જવાબ આપ્યો.


એક જ શરતે અમે તમારી વાત માન્ય રાખીએ કે તમે તમારામાંના એકેએક પુરુષની સુન્‍નત કરાવો અને અમારા જેવા બની જાઓ;


ગાથમાં તે કહેશો નહિ કે આશ્કલોનની શેરીઓમાં એ જાહેર કરશો નહિ; નહિ તો પલિસ્તીયા દેશની સ્ત્રીઓ આનંદ કરશે અને પરપ્રજાની પુત્રીઓ ખુશ થશે.


ચાર વર્ષ પછી આબ્શાલોમે દાવિદ રાજાને કહ્યું, “નામદાર, પ્રભુ આગળ માનેલી માનતા પૂરી કરવાને મને હેબ્રોન જવા દો.


પત્રોમાં આવું કહેલું હતું: “ઉપવાસનો દિવસ ઠરાવો, લોકોને એકઠા કરો અને નાબોથને સન્માનનીય સ્થાને બેસાડો.


તેમના ગયા પછી પ્રભુના દૂતે યોસેફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, ઊઠ, બાળક તથા તેની માતાને લઈને ઇજિપ્તમાં નાસી જા અને હું તને ન જણાવું ત્યાં સુધી ત્યાં જ રહેજે. કારણ, હેરોદ બાળકને મારી નાખવાનો લાગ શોધે છે.


ત્યાર પછી તેણે તેમને આ સૂચનાઓ આપી બેથલેહેમ મોકલ્યા: જાઓ, એ બાળકની ખંતથી શોધ કરો અને તમને મળે એટલે મને જાણ કરજો; જેથી હું પણ ત્યાં જઈને તેનું ભજન કરી શકું.


તે સુન્‍નત વગરનો હતો ત્યારે વિશ્વાસ કરવાને લીધે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણાયો. તેથી એની મંજૂરીની મહોર તરીકે એને સુન્‍નતનું ચિહ્ન મળ્યું હતું. જેમની સુન્‍નત કરવામાં આવી નથી, પણ જેઓ ઈશ્વર ઉપર વિશ્વાસ કરીને તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત બને છે, તે બધાનો અબ્રાહામ આત્મિક પિતા બન્યો.


પણ તેનાં માતપિતાએ તેને પૂછયું, “તારે પત્ની મેળવવા માટે એ પરપ્રજાના પલિસ્તીઓ પાસે શા માટે જવું જોઈએ? તને આપણાં જ કુળમાંથી કે આપણા બધા લોકોમાંથી છોકરી મળતી નથી?” પણ શિમશોને તેના પિતાને કહ્યું, “મારે તો એની જ સાથે લગ્ન કરવું છે. મને તે ગમી ગઈ છે.”


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”


મેં સિંહ અને રીંછ માર્યા છે અને જીવંત ઈશ્વરના સૈન્યને પડકારનાર એ પરપ્રજાના પલિસ્તીના હું એમના જેવા જ હાલ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan