Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 33:14 - પવિત્ર બાઇબલ C.L.

14 માટે મારા મુરબ્બી, તમે તમારા સેવક કરતાં આગળ જાઓ અને હું મારી આગળનાં જાનવરો અને બાળકોની ચાલવાની ઝડપ પ્રમાણે ધીમે ધીમે આવીશ અને તમને સેઈરમાં આવીને મળીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માટે, મારા મુરબ્બી, તારા દાસની આગળ જા; અને હું સેઇરમાં મારા મુરબ્બી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે ઢોર મારી આગળ છે તેઓ તથા છોકરાં ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 માટે મારા માલિક તારા દાસની આગળ જા. હું સેઈરમાં તારી પાસે આવી પહોંચીશ, ત્યાં સુધી જે જાનવરો મારી આગળ છે તેઓ તથા સંતાનો ચાલી શકે તે પ્રમાણે હું ધીમે ધીમે ચાલતો આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 તેથી મહેરબાની કરી તમે માંરાથી આગળ જાઓ, અને હું ધીમે ધીમે તમાંરી પાછળ આવીશ, હું માંરા બાળકો અને માંરા ઢોરોના રક્ષણ માંટે ધીમે ધીમે જઇશ જેથી તેઓ વધારે થાકી ન જાય. હું તમને સેઈરમાં મળીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 33:14
13 Iomraidhean Croise  

પછી યાકોબે અદોમ દેશના સેઈર પ્રદેશમાં પોતાના ભાઈ એસાવ પાસે પોતાની આગળ સંદેશકો મોકલ્યા.


તેણે તેમને આવી સૂચના આપી: “તમે મારા મુરબ્બી એસાવને એમ કહેજો કે તમારો સેવક યાકોબ કહેવડાવે છે કે હું લાબાનને ત્યાં ગયો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.


પણ યાકોબે કહ્યું, “મારા મુરબ્બી, તમે જાણો છો કે બાળકો કુમળાં છે અને મારી પાસે ધાવણાં બચ્ચાંવાળાં ઘેટાંબકરાં અને ઢોર છે. જો તેમને એક દિવસ પણ વધારે ઝડપથી હાંકીએ તો બધાં જાનવર મરી જાય.


“હવે આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોએ અમારા પર આક્રમણ કર્યું છે. અમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તમે તેમને તેમના દેશમાં થઈને જવા દીધા નહિ. તેથી અમારા પૂર્વજો ચકરાવો ખાઈને ગયા અને તેમનો નાશ કર્યો નહિ.


તે ઘેટાંપાળકની જેમ પોતાનાં ટોળાંની સંભાળ લે છે, તે હલવાનોને પોતાની બાથમાં લઈ લે છે અને તેમને છાતીસરસાં ચાંપે છે. વિયાયેલી ઘેટીઓને તે ધીરે ધીરે દોરી જાય છે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘અરે, યહૂદિયાના લોકો પણ અન્ય પ્રજાઓ જેવા જ છે.’


ઈસુએ આવાં બીજાં ઘણાં ઉદાહરણોનો ઉપયોગ કરીને લોકોને ઉપદેશ આપ્યો. તેઓ સમજી શકે તેટલું તેમણે તેમને શીખવ્યું.


આપણે જેઓ વિશ્વાસમાં દૃઢ છીએ, તેમણે નિર્બળોને તેમના બોજ ઊંચકવામાં મદદ કરવી જોઈએ. આપણે માત્ર આપણને પોતાને જ સંતુષ્ટ રાખવા તરફ લક્ષ રાખવું ન જોઈએ.


મેં તો તમને દૂધ પાયું હતું, ભારે ખોરાક નહિ; કારણ, તમે ભારે ખોરાક પચાવવા સમર્થ નહોતા; હજુ પણ તમે તેને માટે યોગ્ય નથી.


“પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રની દિશામાં રણપ્રદેશમાં ચાલી નીકળ્યા અને ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.


હે પ્રભુ, તમે જ્યારે સેઈરના પર્વતોમાંથી આવ્યા, અને જ્યારે અદોમના પ્રદેશમાંથી નીકળી આવ્યા, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી વરસાદ તૂટી પડયો; વાદળાંમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.


Lean sinn:

Sanasan


Sanasan