Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 32:7 - પવિત્ર બાઇબલ C.L.

7 એ સાંભળીને યાકોબને ખૂબ બીક લાગી અને તે ભારે ચિંતાતુર થઈ ગયો. આથી તેણે પોતાની સાથેના માણસોને તેમ જ ઢોરઢાંક, ઘેટાંબકરાં અને ઊંટોને બે જૂથમાં વહેંચી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યાકૂબ બહુ બીધો, ને ગભરાયો; અને તેણે પોતાની સાથેના લોકોને તથા બકરાંને તથા ઢોરને તથા ઊંટોને જુદાં કરીને બે ટોળાં કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી યાકૂબ ઘણો ગભરાઈને ચિંતાતુર થયો. તેણે પોતાની સાથેના લોકોના, ઘેટાંબકરાંના, ઊંટોના તથા અન્ય જાનવરોના ભાગ પાડીને બે છાવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ખેપિયાઓની વાત સાંભળી યાકૂબ ગભરાઈ ગયો. તેણે પોતાની સાથેના બધા માંણસોને બે ટોળીમાં વહેંચી નાખ્યા અને પોતાનાં બધાં જ ઢોરો, ઘેટાંબકરાં અને ઊંટોને પણ બે ભાગમાં જુદા પાડયાં.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 32:7
22 Iomraidhean Croise  

મને મારા ભાઈ એસાવના હાથમાંથી બચાવો, કારણ, મને તેની બીક લાગે છે. કદાચ, તે આવીને મને તેમ જ મારી પત્નીઓ અને બાળકોને પણ મારી નાખે.


પછી યાકોબે અદોમ દેશના સેઈર પ્રદેશમાં પોતાના ભાઈ એસાવ પાસે પોતાની આગળ સંદેશકો મોકલ્યા.


તેણે ધાર્યું કે એસાવ આવીને એક જૂથ પર હુમલો કરે તો બાકીનું જૂથ બચી જાય.


યાકોબે સામે જોયું તો એસાવ તેના ચારસો માણસો સાથે આવતો હતો. તેથી યાકોબે લેઆહ, રાહેલ અને બે દાસીઓ વચ્ચે બાળકો વહેંચી દીધાં.


પછી આપણે અહીંથી નીકળીને બેથેલ જઈએ. મારા સંકટના સમયમાં મારો પોકાર સાંભળનાર અને હું જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મને સાથ આપનાર ઈશ્વરને માટે હું ત્યાં એક વેદી બાંધીશ.”


ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો એટલે તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા.


એ ભલો માણસ અન્યને ઉછીનું આપવામાં ઉદાર હોય છે; તે પોતાનો વ્યવસાય પ્રામાણિકપણે ચલાવે છે.


હે ઈશ્વર, મારા જમણા હાથ તરફ જુઓ; મારી પડખે મને ઓળખનાર કોઈ નથી; મારે માટે કોઈ આશ્રયસ્થાન પણ નથી, અને મારી દરકાર કરનાર કોઈ નથી.


મને મારા ઘણા શત્રુની ગુસપુસ સંભળાય છે. મારી ચારે બાજુએ આંતક છે. તેઓ સાથે મળીને મારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, અને મારો જીવ લેવા પ્રપંચ કરે છે.


મારું હૃદય નિર્ગત થયું છે; અને હું પૃથ્વીને છેડેથી તમને પોકારું છું; જે ખડક પર હું જાતે ચઢી શક્તો નથી તે પર તમે મને લઈ જાઓ.


જ્યારે ઇઝરાયલીઓએ ફેરો તથા તેના સૈન્યને પોતાની પાછળ ધસી આવતા જોયા ત્યારે તેઓ ખૂબ જ ભયભીત થઈ ગયા અને તેમણે પ્રભુને પોકાર કર્યો.


વિવેકબુદ્ધિ તારું રક્ષણ કરશે, અને પારખબુદ્ધિ તારી ચોકી કરશે.


ઈશ્વર તેને સલાહસૂચન અને સાચું શિક્ષણ આપે છે.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


ઈસુએ જવાબ આપ્યો, ઓ અલ્પ-વિશ્વાસીઓ, તમને શા માટે બીક લાગી? ત્યાર પછી તે ઊભા થયા અને પવન તથા મોજાંને હુકમ કર્યો અને ાઢ શાંતિ થઈ.


આ વાત મેં તમને એટલા માટે કહી કે મારી સાથેના જોડાણથી તમને શાંતિ મળે. દુનિયા તમને દુ:ખ આપશે; પરંતુ હિંમત ન હારશો, દુનિયા પર મેં વિજય મેળવ્યો છે.”


તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.”


ઈશ્વર અમને અમારાં સર્વ દુ:ખોમાં દિલાસો આપે છે, જેથી તેમણે અમને આપેલા દિલાસાને આધારે જેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં હોય તેમને અમે દિલાસો આપી શકીએ.


જો કે ખ્રિસ્ત ઈસુના અનુયાયી હોવાને લીધે ભક્તિમય જીવન જીવનારાઓની સતાવણી તો થવાની જ.


Lean sinn:

Sanasan


Sanasan