Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 32:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેણે તેમને આવી સૂચના આપી: “તમે મારા મુરબ્બી એસાવને એમ કહેજો કે તમારો સેવક યાકોબ કહેવડાવે છે કે હું લાબાનને ત્યાં ગયો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેણે તેઓને આજ્ઞા આપી, “મારા મુરબ્બી એસાવને તમે એમ કહેજો, ‘તારો સેવક યાકૂબ એમ કહે છે કે, મેં લાબાનને ત્યાં વાસો કર્યો, ને અત્યાર સુધી હું ત્યાં રહ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે તેઓને આજ્ઞા આપીને કહ્યું, “મારા માલિક એસાવને તમે એમ કહેજો: તારો સેવક યાકૂબ કહે છે કે: ‘આજ સુધી મામા લાબાનને ત્યાં હું રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યાકૂબે ખેપિયાઓને કહ્યું કે, “માંરા વડીલ એસાવને તમે એવું કહેજો કે, તમાંરો સેવક યાકૂબ કહે છે કે, ‘હું લાબાનને ત્યાં જઈ વસ્યો હતો અને અત્યાર સુધી ત્યાં રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 32:4
23 Iomraidhean Croise  

એસાવે યાકોબને કહ્યું, “મને આ લાલ શાકમાંથી થોડું ખાવા દે. મને કકડીને ભૂખ લાગી છે.” તેથી તેનું નામ અદોમ (લાલ)પણ પડયું.


લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


ઇસ્હાકે એસાવને જવાબ આપ્યો, “જો મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના બધા કુટુંબીજનોને તેના સેવકો બનાવ્યા છે. વળી, પોષણને માટે મેં તેને અનાજ અને દ્રાક્ષાસવ આપ્યાં છે. મારા દીકરા, હું હવે તારે માટે શું કરી શકું?”


એવી રીતે મેં તમારી સાથે વીસ વર્ષ ગાળ્યાં. તમારી બે પુત્રીઓ મેળવવા મેં ચૌદ વર્ષ કામ કર્યું અને ટોળાં મેળવવા છ વર્ષ કામ કર્યું. છતાં દસ દસ વાર તમે મારું વેતન બદલી નાખ્યું હતું.


ત્યારે તમે કહેજો કે, ‘એ તો તમારા સેવક યાકોબનાં છે અને અમારા મુરબ્બી એસાવને ભેટમાં મોકલ્યાં છે. તે પોતે અમારી પાછળ જ આવે છે.”


મારી પાસે ગધેડાં, ઢોરઢાંક, ઘેટાંબકરાં તથા દાસદાસીઓ છે. મેં મારા મુરબ્બીને અગાઉથી એટલા માટે ખબર મોકલાવી છે કે જેથી હું તમારી રહેમનજર પ્રાપ્ત કરું.”


માટે મારા મુરબ્બી, તમે તમારા સેવક કરતાં આગળ જાઓ અને હું મારી આગળનાં જાનવરો અને બાળકોની ચાલવાની ઝડપ પ્રમાણે ધીમે ધીમે આવીશ અને તમને સેઈરમાં આવીને મળીશ.”


એસાવે યાકોબને પૂછયું, “આ જે બધાં ટોળાં મને સામાં મળ્યાં તેનો શો અર્થ છે?” યાકોબે જવાબ આપ્યો, “એ તો મારા મુરબ્બીની રહેમનજર મેળવવા માટે છે.”


તેથી એસાવ સેઈરના પહાડીપ્રદેશમાં જઈને વસ્યો. એસાવ એ જ અદોમ છે.


સેઈરના પહાડી પ્રદેશમાં વસેલા અદોમવાસીઓના પૂર્વજ એસાવની આ વંશાવળી છે.


જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છૂપાઈ રહેશે. પાપ તારા પર આધિપત્ય જમાવવા માગે છે, પણ તારે તેને અંકુશમાં લેવું જોઈએ.”


તેથી તેઓ પોતાની કમરે ટાટ અને ગળે દોરડાં વીંટાળી આહાબ રાજા પાસે ગયા અને તેને કહ્યું, “અમારા સેવક બેનહદાદ પોતાના જીવ માટે તમારી દાદ માગે છે.” આહાબે જવાબ આપ્યો, “હજુ તે જીવે છે? ભલે, તે તો મારા ભાઈ જેવો છે.”


આરોને જવાબ આપ્યો, “મારા પર ગુસ્સે ન થઈશ; તું આ લોકોને તો ઓળખે છે કે તેઓ સ્વભાવે દુષ્ટ છે.


સૌમ્ય ઉત્તર ક્રોધ શમાવે છે, પણ કઠોર શબ્દો ક્રોધાગ્નિ સળગાવે છે.


ધીરજપૂર્વકની સમજાવટથી મોટા અધિકારીને મનાવી શકાય છે, અને નમ્ર વાણી કઠોરતા દૂર કરે છે.


તો મારા પુત્ર, તું એ માણસના સકંજામાં આવી ગયો છે; તો જલદી જા અને તને મુક્ત કરવા તેને નમ્રતાપૂર્વક આજીજી કર.


જો તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તોપણ તારું સ્થાન છોડી દઈશ નહિ. કારણ, શાંતિ જાળવવાથી ગંભીર અપરાધોની પણ માફી મળી જાય છે.


દુમાહ વિષેનો આ સંદેશ છે: સેઈરમાંથી કોઈ મને પોકારે છે, “હે ચોકીદાર, રાત કેટલી પસાર થઈ છે? તે ક્યારે પૂરી થશે?”


કારણ, જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે.”


સારા એવી સ્ત્રી હતી; તે અબ્રાહામને આધીન રહેતી અને તેને સ્વામી તરીકે સંબોધતી. જો તમે સારું જ કરો અને કશાની બીક ન રાખો તો તમે સારાની પુત્રીઓ છો.


હે પ્રભુ, તમે જ્યારે સેઈરના પર્વતોમાંથી આવ્યા, અને જ્યારે અદોમના પ્રદેશમાંથી નીકળી આવ્યા, ત્યારે પૃથ્વી કાંપી અને આકાશમાંથી વરસાદ તૂટી પડયો; વાદળાંમાંથી મુશળધાર વરસાદ વરસ્યો.


શાઉલે દાવિદનો અવાજ ઓળખ્યો અને પૂછયું, “મારા પુત્ર દાવિદ, એ તું બોલે છે?” દાવિદે જવાબ આપ્યો, “જી રાજા, મારા માલિક, એ હું બોલું છું.”


Lean sinn:

Sanasan


Sanasan