Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 31:7 - પવિત્ર બાઇબલ C.L.

7 છતાં તેમણે મને છેતર્યો છે અને દસ દસવાર મારું વેતન બદલી નાખ્યું છે. પણ એમાં ઈશ્વરે મને નુક્સાન થવા દીધું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ તમારા પિતાએ મને ઠગ્યો છે, ને મારું વેતન દશ વાર તેમણે બદલી નાખ્યું છે; પણ ઈશ્વરે તેમને મારું ભૂંડું કરવા ન દીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમારા પિતાએ મને ઠગ્યો છે અને મારા વેતનનો કરાર દસ વાર ભંગ કરેલો છે. પણ ઈશ્વરે તેનાથી મારું નુકસાન થવા દીધું નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પરંતુ તમાંરા પિતાએ માંરી સાથે દગો કર્યો. દશ વખત તો માંરી મજૂરીના દરમાં ફેરફાર કર્યો છે. છતાં બધાં જ સમયે દેવે મને લાબાનના પ્રપંચમાંથી બચાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 31:7
19 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


ત્યારે ઈશ્વરે તેને સ્વપ્નમાં કહ્યું, “હા, મને ખબર છે કે તેં નિષ્કપટપણે એ કામ કર્યું છે. તેથી તો મેં તને મારી વિરુદ્ધ પાપ કરતો અટકાવ્યો છે અને એટલે જ મેં તને સારાને અડકવા પણ દીધો નથી.


સવારમાં યાકોબે જોયું તો તે લેઆહ હતી. એટલે યાકોબે લાબાનને કહ્યું, “તમે આ શું કર્યું? શું મેં રાહેલને માટે તમારે ત્યાં કામ કર્યું નહોતું? તો તમે મને કેમ છેતર્યો?”


હવે તારે જે વેતન જોઈએ તે કહે અને હું તને તે આપીશ.” યાકોબે કહ્યું, “તમારે ત્યાં મેં કેવી સારી નોકરી કરી છે તે તમે જાણો છો.


તે રાત્રે ઈશ્વરે અરામી લાબાન પાસે સ્વપ્નમાં આવીને કહ્યું, “તું યાકોબને ભલુંભૂંડું કંઈ કહીશ નહિ.”


પરંતુ ગઈકાલે રાત્રે તારા પિતાના ઈશ્વરે મને ચેતવણી આપી કે મારે તને ભલુંભૂંડું કંઈ કહેવું નહિ.


એવી રીતે મેં તમારી સાથે વીસ વર્ષ ગાળ્યાં. તમારી બે પુત્રીઓ મેળવવા મેં ચૌદ વર્ષ કામ કર્યું અને ટોળાં મેળવવા છ વર્ષ કામ કર્યું. છતાં દસ દસ વાર તમે મારું વેતન બદલી નાખ્યું હતું.


પણ અમારા શત્રુઓ મધ્યે વસતા યહૂદીઓ અવારનવાર આવીને અમારા શત્રુઓના પ્રપંચથી અમને ચેતવી દેતા.


શું તમે તેનું, તેના કુટુંબનું અને તેની સર્વ સંપત્તિનું ચોતરફથી જાણે કે વાડ બાંધીને રક્ષણ કરતા નથી? તેના દરેક કાર્યને તમે આશિષ દો છો; અને તેની પશુસંપત્તિ દેશમાં વિસ્તારી છે.


દશ દશ વાર તમે મને મહેણાં માર્યાં છે અને મારું દિલ દુભાવવામાં તમને જરાય શરમ નથી આવતી.


તેમણે મારા માર્ગમાં અભેદ્ય દીવાલ ઊભી કરી છે, એટલે હું આગળ જઈ શક્તો નથી; તેમણે મારો માર્ગ અંધકારથી ઢાંકી દીધો છે.


પ્રભુ ન્યાયપ્રિય છે, અને તે પોતાના સંતોનો ત્યાગ કરતા નથી; તે તેમનું સદાસર્વદા રક્ષણ કરે છે. પરંતુ દુષ્ટોના વંશજોનો ઉચ્છેદ થશે.


તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્રો પહેરીશું પણ તું અમારો પતિ થા અને અમારું કુંવારા રહી જવાનું મહેણું દૂર કર.”


તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહિ. ન્યાય તોળતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈપણ આક્ષેપોને તું જુઠ્ઠા પુરવાર કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે; હું જ તેમના બચાવપક્ષે છું,” એવું પ્રભુ કહે છે.


રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા.


હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો.


એ દિવસોમાં દસ વિદેશીઓ એક યહૂદી પાસે આવીને તેના ઝભ્ભાની કોરને પકડીને કહેશે, ‘અમે તારા ભાવિમાં ભાગીદાર થવા માગીએ છીએ. કારણ, અમે સાંભળ્યું છે કે પ્રભુ તમારી સાથે છે.”


Lean sinn:

Sanasan


Sanasan