Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 30:43 - પવિત્ર બાઇબલ C.L.

43 આમ, એ માણસ ખૂબ સમૃદ્ધ બની ગયો, અને તેની પાસે ઘેટાંબકરાંનાં મોટાં ટોળાં, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને તે માણસ બહુ વૃદ્ધિ પામ્યો, ને તેને મોટાં ટોળાં તથા દાસો તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પરિણામે યાકૂબના ઘેટાંબકરાંમાં ઘણો વધારો થયો. તેની પાસે દાસો તથા દાસીઓ, ઊંટો તથા ગધેડાં ઉપરાંત વિશાળ પ્રમાણમાં અન્ય જાનવરોની સંપત્તિ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 આમ, યાકૂબ ખૂબ શ્રીમંત થઈ ગયો અને તેની પાસે ઘેટાં બકરાંનાં મોટા મોટા ટોળાં, નોકર ચાકરો, દાસદાસીઓ, ઊંટો અને ગધેડાં થયાં. તે ખૂબ સમૃધ્ધ બન્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 30:43
18 Iomraidhean Croise  

સારાયને લીધે ફેરોએ અબ્રામ પ્રત્યે સારો વર્તાવ કર્યો અને અબ્રામને ઘેટાં, ઢોરઢાંક, ગધેડાં, દાસદાસીઓ અને ઊંટો આપ્યાં.


હવે અબ્રામ તો ઘણો ધનવાન બન્યો હતો. તેની પાસે ઘણું પશુધન તેમ જ પુષ્કળ સોનુરૂપું હતાં.


પ્રભુએ મારા માલિક અબ્રાહામને ઘણી આશિષ આપી છે અને તે ઘણા મોટા માણસ બન્યા છે. પ્રભુએ તેમને ઘેટાંબકરાં, ઢોરઢાંક, સોનુંરૂપું, દાસદાસીઓ અને ઊંટો તથા ગધેડાં આપ્યાં છે.


જો, હું તારી સાથે છું, અને તું જ્યાં કહીં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને આ દેશમાં પાછો લાવીશ. મેં તને જે વચન આપ્યું છે તે પૂરું કર્યા વિના હું તને મૂકી દઈશ નહિ.”


હું તમારી પાસે આવ્યો તે પહેલાં તમારી પાસે થોડાં જ ઢોર હતાં, પણ હવે તેમાં ધરખમ વધારો થયો છે. જ્યાં જ્યાં મારાં પગલાં પડયાં ત્યાં ત્યાં પ્રભુએ તમને આશિષ બક્ષી છે. પણ હું મારા પોતાના કુટુંબની જોગવાઈ ક્યારે કરીશ?”


પણ ટોળામાંનાં નબળાં ઘેટાંબકરાં સામે તે હવાડા આગળ સોટીઓ મૂક્તો નહિ. આથી લાબાનનાં ઘેટાંબકરાં નબળાં હતાં, જ્યારે યાકોબનાં હૃષ્ટપુષ્ટ થયાં.


યાકોબે લાબાનના પુત્રોને આવું બોલતા સાંભળ્યા: “યાકોબે આપણા પિતાનું સર્વસ્વ પડાવી લીધું છે. આપણા પિતાની સંપત્તિ દ્વારા જ યાકોબે આ બધી સંપત્તિ સંપાદન કરી છે.”


જો મારા પિતાના ઈશ્વર, એટલે અબ્રાહામના ઈશ્વર તથા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વર મારી સાથે ન હોત તો તમે મને ક્યારનોય ખાલી હાથે કાઢી મૂક્યો હોત. પરંતુ ઈશ્વરે મારાં દુ:ખ અને મહેનત જોયાં છે અને ગઈ કાલે રાત્રે તેમણે તમને ઠપકો આપ્યો છે.”


તમે તમારા આ સેવક પ્રત્યે જે એકધારો પ્રેમ અને નિષ્ઠા બતાવ્યાં છે તેને માટે હું લાયક નથી. કારણ, માત્ર મારી લાકડી લઈને મેં આ નદી ઓળંગી હતી. પણ આજે મારી પાસે આ બે જૂથ છે.


બસો બકરીઓ, વીસ બકરા, બસો ઘેટીઓ અને વીસ ઘેટાં,


મારી પાસે ગધેડાં, ઢોરઢાંક, ઘેટાંબકરાં તથા દાસદાસીઓ છે. મેં મારા મુરબ્બીને અગાઉથી એટલા માટે ખબર મોકલાવી છે કે જેથી હું તમારી રહેમનજર પ્રાપ્ત કરું.”


કૃપા કરીને આ ભેટનો સ્વીકાર કરો. કારણ, ઈશ્વરે મારા પર કૃપા કરી છે અને મારી પાસે પુષ્કળ ઢોરઢાંક છે.” એ રીતે તેણે એસાવને ખૂબ આગ્રહ કર્યો, જેથી તેણે તે ભેટ સ્વીકારી.


કારણ, તેમની સંપત્તિ ઘણી હોવાથી તેઓ સાથે રહી શકે તેમ નહોતા. વળી, તેમનાં ઢોર એટલાં બધાં હતાં કે તેમના પ્રવાસના દેશમાં તેમનો નિભાવ થઈ શકે તેમ નહોતું.


મેં દાસદાસીઓ ખરીદ્યાં. વળી, મારા મહેલમાં જન્મેલા નોકરો પણ મારી પાસે હતા. યરુશાલેમમાં મારા કોઈપણ પુરોગામી કરતાં મારી પાસે ગાયબળદ તથા ઘેટાંબકરાની અધિક સંપત્તિ હતી.


તેઓ બળતણનાં લાકડાં વીણવા સીમમાં જશે નહિ, કે લાકડાં માટે વનનાં વૃક્ષો કાપશે નહિ. તેઓ તો શત્રુઓએ ફેંકી દીધેલાં યુદ્ધશસ્ત્રો જ બાળશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂંટશે અને તેમની ધનસંપત્તિ પડાવી જનારની ધનસંપત્તિ તેઓ પડાવી લેશે.” આ તો પ્રભુ પરમેશ્વર પોતે કહે છે.


પણ જો તે નોકર પોતાના મનમાં કહે, ‘મારો શેઠ આવતાં વાર લગાડે છે,’ અને બીજાં નોકરો અને સ્ત્રી નોકરોને મારવા લાગે અને ખાઈપીને દારૂડિયો બને,


Lean sinn:

Sanasan


Sanasan