Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 30:37 - પવિત્ર બાઇબલ C.L.

37 પછી યાકોબે લીમડાની, બદામની અને ચિનારની લીલી સોટીઓ લીધી અને તેમને છોલીને તેમનો સફેદ ભાગ ખુલ્લો કરી તેમાં સફેદ પટા પાડયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને યાકૂબે લીમડાની ને બદામડી તથા આર્મોન ઝાડની લીલી ડાળીઓ લીધી ને તેની છાલ છોલી તેઓમાં ધોળા પટા પાડયા, ને તેઓમાં જે ધોળું તે દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 યાકૂબે લીમડાની, બદામની તથા આર્મોન ઝાડની લીલીછમ ડાળીઓ કાપી અને તેની છાલ એવી રીતે ઉખાડી કે તેમાં સફેદ પટ્ટા દેખાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 તેથી યાકૂબે સફેદ, બદામ, અને ચિનારની લીલી સોટીઓ લઈને તેને છોલીને સોટીઓનો સફેદ ભાગ ખુલ્લો કરીને સફેદ પટા પાડયા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 30:37
6 Iomraidhean Croise  

અને પોતાની અને યાકોબની વચ્ચે ત્રણ દિવસની મુસાફરી જેટલું અંતર રાખ્યું. યાકોબે લાબાનનાં બાકીનાં ઘેટાંબકરાં સંભાળી લીધાં.


પછી તેણે એ છોલેલી સોટીઓ ઘેટાંબકરાં જ્યાં પાણી પીવા આવતાં હતાં ત્યાં પાણીના હવાડા આગળ ઘેટાંબકરાંની સામે ઊભી કરી. ઘેટાંબકરાં પાણી પીવા આવે ત્યારે તેઓ સંવનન કરતાં.


થોડાંક ઊંચાં સ્થળોએ ચઢતાં કે રસ્તે જતાં પણ તું બીશે. બદામડીનાં ખીલી ઊઠતાં શ્વેત ફૂલોની જેમ તારે માથે પળિયાં આવશે. તું તીડની જેમ માંડમાંડ ઢસડાતો ચાલીશ અને કેરડાં ખાવાથી ય કામેચ્છા પ્રદીપ્ત થશે નહિ. માણસ એના સાર્વકાલિક નિવાસસ્થાને પ્રસ્થાન કરશે અને વિલાપ કરનારાઓ રસ્તાઓ પર ફરતા રહેશે.


પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “બદામના વૃક્ષની ડાળી.”


ઈશ્વરની વાડીનાં ગંધતરુ એની બરોબરી કરી શકે નહિ. એની ડાળીઓ સાથે દેવદારને સરખાવી શકાય નહિ અને ચિનારવૃક્ષની તો કશી વિસાત નહિ. ઈશ્વરના બાગમાંનું કોઈ વૃક્ષ એના જેટલું સુંદર નહોતું.


Lean sinn:

Sanasan


Sanasan