Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 30:27 - પવિત્ર બાઇબલ C.L.

27 પણ લાબાને તેને કહ્યું, “જો તારી રહેમ નજર મારા પર હોય તો તું અહીં જ રહે. કારણ, મેં જોષ જોઈને શોધી કાઢયું છે કે તારે લીધે પ્રભુએ મને આશિષ આપી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને લબાને તેને કહ્યું, “મારા પર તારી કૃપાદષ્ટિ હોય તો રહે; કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે. એ મેં શુકનથી જાણ્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 લાબાને તેને કહ્યું, “જો, હવે તારી દ્રષ્ટિમાં મેં કૃપા પ્રાપ્ત કરી હોય તો રહે, કેમ કે ઈશ્વર દ્વારા મને જણાયું છે કે તારે લીધે ઈશ્વરે મને ઘણો આશીર્વાદ આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 લાબાને તેને કહ્યું, “મને થોડું કહેવા દે, મને અનુભવ થયો છે કે, તારા કારણે યહોવાએ માંરા પર કૃપા કરી છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 30:27
25 Iomraidhean Croise  

તને આશિષ આપનારાઓને હું આશિષ આપીશ; જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશિષ આપીશ.”


તેણે ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, “મારા સ્વામી, તમે મારા પર પ્રસન્‍ન થયા હો તો તમારા આ સેવક પાસેથી જતા રહેશો નહિ.


તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.”


હું તમારી પાસે આવ્યો તે પહેલાં તમારી પાસે થોડાં જ ઢોર હતાં, પણ હવે તેમાં ધરખમ વધારો થયો છે. જ્યાં જ્યાં મારાં પગલાં પડયાં ત્યાં ત્યાં પ્રભુએ તમને આશિષ બક્ષી છે. પણ હું મારા પોતાના કુટુંબની જોગવાઈ ક્યારે કરીશ?”


એટલે એસાવે કહ્યું, “તો હું મારા માણસોમાંથી થોડા તારી સાથે રહેવા દઉં?” પણ યાકોબે કહ્યું, “શા માટે? હું તમારી રહેમનજર પામ્યો એટલું જ બસ છે.”


પછી શખેમે દીનાના પિતા અને ભાઈઓને કહ્યું, “તમે મારા પર કૃપા કરો અને તમે જે માગશો તે હું આપીશ.


મારો શેઠ જેમાંથી પીએ છે, અને જેના દ્વારા તે શુકન જુએ છે તે શું એ પ્યાલો નથી? આ તો તમે ભૂંડું કર્યું છે.”


તેમણે કહ્યું, “અમારા સ્વામી, તમારી કૃપાદૃષ્ટિ અમારા પર થાઓ, અમે જરૂર ફેરોના ગુલામ થઈને રહીશું.”


કરારપેટી ત્યાં ત્રણ માસ રહી અને પ્રભુએ ઓબેદ-અદોમ અને તેના ઘરકુટુંબને આશિષ આપી.


હદાદે રાજાની સદ્ભાવના સંપાદન કરી લીધી અને રાજાએ પોતાની સાળી, એટલે રાણી તાહ્પનેસની બહેનને હદાદ સાથે પરણાવી. તેને હદાદથી પુત્ર થયો જેનું નામ ગેનુબાથ હતું.


હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો.


પછી મેં રાજાને કહ્યું, “નામદાર, મારા પર આપની કૃપા હોય અને આપ મારી વિનંતી માન્ય રાખો તો મને યહૂદિયા દેશમાં જવાની રજા આપો અને જે શહેરમાં મારા પૂર્વજોને દફનાવવામાં આવ્યા છે તેનો પુનરોદ્ધાર કરવા જવા દો.”


તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે.


“મારા લોક પર ઇજિપ્તના લોકોની રહેમનજર થાય એમ હું કરીશ. તેથી તમારે ત્યાંથી ખાલી હાથે નીકળવાનું નથી.


છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.”


તેમના વંશજો પ્રજાઓમાં અને તેમનાં સંતાનો લોકોમાં ખ્યાતિ પામશે. એમને જોનાર સૌ કોઈ કહેશે કે ખરેખર આ તો પ્રભુથી આશિષ પામેલા લોક છે.”


પ્રભુ કહે છે, “દ્રાક્ષના ઝૂમખામાં હજી રસ મળી શકે તેમ હોય ત્યાં સુધી લોકો કહે છે, ‘એનો નાશ ન કરશો; હજી એમાં આશિષ બાકી રહ્યો છે.’ હું પણ મારા સેવકોના સંબંધમાં એવું જ કરીશ. હું તેમનો સૌનો નાશ કરીશ નહિ.


ઈશ્વરની કૃપાથી આશ્પનાઝના દિલમાં દાનિયેલ પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ.


તેણે પ્રભુને કહ્યું, “તમે તમારા આ સેવકને દુ:ખી કેમ કર્યો છે?” મારા પર તમારી કૃપાદૃષ્ટિ કેમ નથી? આ બધા લોકોની જવાબદારી મને કેમ સોંપી છે?


જો તમે મારી સાથે આવો જ વર્તાવ કરવાના હો તો મારા પર દયા કરીને મને મારી નાખો. જેથી મારે આ દુ:ખ લાંબો સમય વેઠવું પડે નહિ.”


તેમણે તેને સર્વ સંકટોમાંથી સહીસલામત પાર ઉતાર્યો. યોસેફ ઇજિપ્તના રાજા ફેરો આગળ રજૂ થયો ત્યારે ઈશ્વરે તેને પ્રસન્‍ન વર્તણૂક તથા જ્ઞાન આપ્યાં. ફેરોએ યોસેફને તેના દેશનો તથા રાજકુટુંબનો મુખ્ય અધિકારી બનાવ્યો.


રૂથે જવાબ આપ્યો, “સાહેબ, મારા પર રહેમનજર રાખજો. હું તો તમારા એક નોકર જેવી પણ નથી તો ય તમે મારી સાથે માયાળુપણે બોલ્યા છો તેથી મને હૈયાધારણ મળી છે.”


પછી શાઉલે યિશાઈને સંદેશો મોકલ્યો, “દાવિદ મને ગમે છે. તેને અહીં મારી સેવામાં રહેવા દો.”


Lean sinn:

Sanasan


Sanasan