Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પછી દિવસને ઠંડે પહોરે તેમણે બાગમાં પ્રભુનો પગરવ સાંભળ્યો. પેલો માણસ તથા તેની પત્ની પ્રભુ પરમેશ્વરની દૃષ્ટિથી બાગનાં વૃક્ષો મધ્યે સંતાઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને દિવસને ઠંડે પહોરે યહોવા ઈશ્વર વાડીમાં ફરતા હતા, તેમનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા ઈશ્વરની દષ્ટિથી વાડીનાં વૃક્ષોમાં સંતાઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી પેલા પુરુષ અને સ્ત્રીએ દિવસના ઠંડા પહોરમાં બાગમાં યહોવા દેવના ફરવાનો અવાજ સાભળ્યો. તેઓ બાગના વૃક્ષોમાં છુપાઈ ગયાં.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 3:8
20 Iomraidhean Croise  

પછી અબ્રાહામ સાથે વાત પૂરી કરીને પ્રભુ ચાલ્યા ગયા અને અબ્રાહામ પોતાના તંબુએ પાછો આવ્યો.


પુરુષે જવાબ આપ્યો, “મેં બાગમાં તમારો પગરવ સાંભળ્યો અને હું નગ્ન હોવાથી મને ડર લાગ્યો એટલે હું સંતાઈ ગયો.”


ઈશ્વર આકાશના ગુંબજ પર વિચરે છે. ત્યારે ઘાડાં વાદળો તેમને આવરી લે છે, તેથી તે જોઈ શક્તા નથી.


મેં આદમની જેમ મારો અપરાધ છુપાવ્યો નથી, અને મારો દોષ મારા અંતરમાં સંતાડયો નથી.


ત્યારે પ્રભુએ વંટોળમાંથી યોબને પ્રત્યુત્તર આપતાં કહ્યું,


પ્રભુની દષ્ટિ સર્વત્ર છે, તે ભલા અને ભૂંડાજનો પર લક્ષ રાખે છે.


કોઈ પોતાને ગુપ્ત સ્થાનમાં એવી રીતે સંતાડી શકે નહિ કે હું તેને જોઈ ન શકું. કારણ, હું પ્રભુ તો આકાશમાં અને પૃથ્વીમાં સર્વવ્યાપી છું.


ઇઝરાયલના લોકોનાં મૂર્તિપૂજાનાં તમામ ભૂંડા ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને હાંક મારશે, “અમને સંતાડો!” અને ટેકરીઓને વિનવશે, “અમને ઢાંકી દો!”


હું તમારી સાથે રહીશ. હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક બનશો.


પણ યોના તો પ્રભુથી દૂર નાસી જવા ઊલટી દિશામાં જવા તૈયાર થયો. તે જોપ્પા ગયો. ત્યાં તેને તાર્શીશ જતું વહાણ મળી ગયું. પ્રભુથી દૂર નાસી છૂટવા તે ભાડું આપીને તેમાં ખલાસીઓ સાથે બેસી ગયો.


તેમનું વર્તન બતાવી આપે છે કે તેમનાં હૃદયોમાં નિયમ કોતરાયેલો છે. એ વાતની સાક્ષી તેમનાં અંત:કરણો પણ આપે છે; કારણ, તેમના વિચારો તેમને કોઈવાર દોષિત ઠરાવે છે, તો કોઈવાર નિર્દોષ ઠરાવે છે.


એમ તમારી છાવણીને શુધ રાખજો; કારણ, તમારું રક્ષણ કરવાને અને તમારા શત્રુઓ ઉપર વિજય અપાવાને તમારા ઈશ્વર પ્રભુ તમારી છાવણીમાં વિચરે છે. તમારી છાવણીમાં કોઈ અશુધ બાબત તમારા ઈશ્વરની નજરે પડે નહિ; નહિ તો તે તમારાથી વિમુખ થઈ જશે.


ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી સાંભળીને તમે જીવતા રહ્યા છો તેમ બીજી કોઈ પ્રજાના સંબંધમાં બન્યું છે?


પરંતુ અમારે શા માટે વધારે વાર મોતનું જોખમ વહોરવું? કારણ, આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો આપણા ઈશ્વર પ્રભુની વાણી અમે વધારે વાર સાંભળીશું તો અમે જરૂર માર્યા જઈશું.


ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેમની સમક્ષ આપણે બધાએ આપણો હિસાબ આપવો પડશે.


પછી પૃથ્વીના રાજવીઓ, સત્તાધીશો અને સેનાપતિઓ, ધનિકો અને શૂરવીરો, ગુલામો અને સ્વતંત્ર માણસો અને બીજા સૌ કોઈ ગુફાઓમાં અને પર્વતો ઉપર ખડકોમાં સંતાઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan