Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 3:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પછી જીવનદાયક વૃક્ષને સાચવવા માટે પ્રભુ પરમેશ્વરે પાંખવાળા કરુબ અને ચારે તરફ વીંઝાતી અગ્નિરૂપી તલવાર એદન બાગની પૂર્વમાં મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તલવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 યહોવા દેવે આદમને બાગની બહાર કાઢી મૂકયો. અને પછી દેવે બાગના દરવાજાની ચોકી કરવા માંટે સ્વર્ગના દૂતોને મૂકયા. યહોવા દેવે ત્યાં એક અગ્નિમય સતત વીંઝાતી તરવાર પણ મૂકી, જે તરવાર જીવનના વૃક્ષના માંર્ગની ચોકી કરતી ચારેબાજુએ ચમકતી હતી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 3:24
20 Iomraidhean Croise  

તેથી પ્રભુ પરમેશ્વરે જે ભૂમિમાંથી આદમને બનાવ્યો હતો તેમાં ખેતી કરવા માટે તેને એદન બાગની બહાર કાઢી મૂક્યો.


પછી આદમે હવ્વા સાથે સમાગમ કર્યો; અને તે ગર્ભવતી થઈ અને તેણે કાઈન (અર્થાત્ પ્રાપ્ત થયેલો)ને જન્મ આપ્યો. ત્યારે તે બોલી, “પ્રભુની કૃપાથી મને નરબાળક પ્રાપ્ત થયો છે.


આજે તમે મને તમારી સંમુખથી આ પ્રદેશમાંથી કાઢી મૂકો છો, એટલે હું પૃથ્વી પર ભટક્તો ફરીશ; અને જે કોઈ મને જોશે તે મને મારી નાખશે.”


તમે પવનોને તમારા સંદેશકો બનાવો છો, અને અગ્નિજ્વાળાઓને તમારા સેવકો તરીકે ઉપયોગ કરો છો.


હે ઇઝરાયલના પાલક, અમારું સાંભળો; યોસેફના કુળને ઘેટાંના ટોળાની પેઠે દોરનાર, કાન ધરો. હે પાંખાવાળાં પ્રાણી કરૂબ પર બિરાજનાર, તમારો પ્રકાશ પાડો.


પ્રભુ રાજ કરે છે; સર્વ પ્રજાઓ કાંપો; તે કરુબો પરના રાજ્યાસન પર બિરાજમાન છે; ધરણી ધ્રૂજી ઊઠો.


“તું મારે માટે ઇઝરાયલીઓને ભેટ લાવવા જણાવ. દરેક માણસ રાજીખુશીથી જે કંઈ આપે તે તમારે સ્વીકારવું.


ત્યાર પછી મેં કરુબોના મસ્તક ઉપરના ઘૂમટ તરફ જોયું. ત્યાં નીલમણિના રાજ્યાસન જેવું કંઈક દેખાયું.


તેથી મેં તેનો ત્યાગ કર્યો છે અને એક પરદેશી શાસકના હાથમાં તેને સોંપી દીધું છે, જે એની દુષ્ટતાને અનુરૂપ તેની દુર્દશા કરશે.


ગધેડીએ પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને ઊભેલો જોયો એટલે તે માર્ગમાંથી ફંટાઈને ખેતરમાં વળી ગઈ. બલામ તેને ફટકારીને પાછી રસ્તા પર લઈ આવ્યો.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


દૂતો વિષે તો ઈશ્વરે આમ કહ્યું હતું: “ઈશ્વર પોતાના દૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ બનાવે છે.”


યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?”


તેથી તેમણે શીલોમાં સંદેશકો મોકલીને પાંખાળાં પ્રાણી કરુબો પર બિરાજનાર સેનાધિપતિ પ્રભુની કરારપેટી મેળવી. એલીના બે પુત્રો, હોફની અને ફિનહાસ ઈશ્વરની કરારપેટીની સાથે આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan