ઉત્પત્તિ 3:17 - પવિત્ર બાઇબલ C.L.17 તેમણે પુરુષને કહ્યું, “તેં તારી પત્નીનું કહેવું માન્યું છે અને મેં મના કરેલ વૃક્ષનું ફળ ખાધું છે તેથી તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તારે પોતાનો ખોરાક મેળવવા જીવનભર સખત પરિશ્રમ કર્યા કરવો પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને આદમને તેમણે કહ્યું, “તેં તારી પત્નીની વાત માની, ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે, તારે ન ખાવું, તે વૃક્ષનું ફળ તેં ખાધું, એ માટે તારે લીધે ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુ:ખે ખાશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, ‘તારે તે ન ખાવું’ તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 પછી યહોવા દેવે મનુષ્યને કહ્યું: “મેં તને આજ્ઞા કરી હતી કે, તું આ વિશિષ્ટ વૃક્ષનાં ફળ ખાઈશ નહિ, પરંતુ તેં તારી પત્નીની વાત માંની અને તે વૃક્ષનાં ફળ ખાધાં. એટલે તારે લીધે આ ભૂમિ શ્રાપિત થઈ છે. જીવનપર્યંત પરિશ્રમ કરીશ ત્યારે તું એમાંથી ખાવા પામીશ. Faic an caibideil |