Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 3:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પુરુષે જવાબ આપ્યો, “મેં બાગમાં તમારો પગરવ સાંભળ્યો અને હું નગ્ન હોવાથી મને ડર લાગ્યો એટલે હું સંતાઈ ગયો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેણે કહ્યું, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો, ને હું નગ્ન હતો તે માટે બીધો; અને હું સંતાઈ ગયો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પુરુષે કહ્યું, “બાગમાં તમાંરો પગરવ સાંભળીને હું ડરી ગયો, હું વસ્રહીન હતો, એટલે સંતાઈ ગયો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 3:10
17 Iomraidhean Croise  

એ પુરુષ અને સ્ત્રી બન્‍ને નગ્ન હતાં, પણ તેઓ શરમાતાં નહોતાં.


પ્રભુ પરમેશ્વરે તેને પૂછયું, “તને કોણે કહ્યું કે તું નગ્ન છે? જે વૃક્ષનું ફળ ખાવાની મેં તને મના કરી હતી, તેનું ફળ શું તેં ખાધું છે?”


ફળ ખાતાંની સાથે જ બન્‍નેની આંખો ઊઘડી ગઈ અને પોતે નગ્ન છે તેનો તેમને ખ્યાલ આવી ગયો અને તેથી તેમણે અંજીરીનાં પાંદડાં સીવીને પોતાનાં શરીર ઢાંક્યાં.


તેથી તો તેમની રૂબરૂ જવાની વાતથી હું ભયભીત થાઉં છું, અને એ વિષે વિચારું છું ત્યારે ધ્રૂજી ઊઠું છું.


મેં આદમની જેમ મારો અપરાધ છુપાવ્યો નથી, અને મારો દોષ મારા અંતરમાં સંતાડયો નથી.


તમારી ધાકધમકીથી મારું શરીર થરથરે છે, અને તમારા ચુકાદાથી હું ડરું છું.


“જ્યારે લોકોએ ગર્જના તથા રણશિંગડાનો અવાજ સાંભળ્યો અને પર્વત પર વીજળી અને ધૂમાડો જોયાં ત્યારે તેઓ બીકથી ધ્રૂજી ઊઠયા અને પર્વતથી દૂર ઊભા રહ્યા.


તેમણે મોશેને કહ્યું, “જો તું અમારી સાથે વાત કરશે તો અમે તારું સાંભળીશું, પરંતુ ઈશ્વર પોતે અમારી સાથે સીધા વાત ન કરે, નહિ તો અમે ચોક્કસ માર્યા જઈશું.”


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


મોશેએ જોયું કે આરોને લોકોને છકી જવા દઈને દુશ્મનોની નજરમાં તેમને હાંસીપાત્ર બનાવ્યા હતા.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


તારી નગ્નતા ઉઘાડી પડશે અને સૌ કોઈ તારી લાજ જોશે. હું બદલો લેવાનો છું અને કોઈ મને રોકી શકશે નહિ.”


તું કોનાથી ગભરાય છે ને ડરે છે કે તું મારી સાથે કપટથી વર્તે છે, અને મને સંભારતીય નથી કે મારો વિચાર સરખોય કરતી નથી? મેં લાંબા સમયથી મૌન સેવ્યું છે એટલે તને મારો ડર લાગતો નથી?


પરંતુ અમારે શા માટે વધારે વાર મોતનું જોખમ વહોરવું? કારણ, આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો આપણા ઈશ્વર પ્રભુની વાણી અમે વધારે વાર સાંભળીશું તો અમે જરૂર માર્યા જઈશું.


જો આપણું હૃદય આપણને દોષિત ઠરાવે તો આપણે જાણીએ છીએ કે ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે અને તે સર્વ જાણે છે.


“સાંભળ! હું ચોરની જેમ આવું છું! જે કોઈ જાગૃત રહે છે અને પોતાને નિર્વસ્ત્ર થઈને ફરવું ન પડે તથા લોકો આગળ પોતાની શરમ જાહેર ન થાય માટે પોતાનાં વસ્ત્રની સંભાળ લે છે તેને ધન્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan