Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 28:5 - પવિત્ર બાઇબલ C.L.

5 એમ કહીને ઇસ્હાકે યાકોબને વિદાય કર્યો અને તે અરામી બથુએલના પુત્ર લાબાન એટલે એસાવ અને યાકોબની મા રિબકાના ભાઈને ઘેર મેસોપોટેમિયા ચાલ્યો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. અને તે પાદાનારામમાં લાબાન જે બથુએલ અરામીનો દીકરો ને યાકૂબ તથા એસાવની મા રિબકાનો ભાઈ હતો તેને ત્યાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઇસહાકે યાકૂબને વિદાય કર્યો. યાકૂબ પાદ્દાનારામમાં બથુએલ અરામીના દીકરા અને યાકૂબ તથા એસાવની માતા રિબકાના ભાઈ લાબાનને ત્યાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ રીતે ઇસહાકે યાકૂબને પાદૃાનારામમાંના પ્રદેશમાં મોકલ્યો, યાકૂબ ત્યાં તેના માંમાંને ત્યાં ગયો. અરામી બથુએલ, લાબાન અને રિબકાનો પિતા હતો. અને રિબકા યાકૂબ અને એસાવની માંતા હતી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 28:5
12 Iomraidhean Croise  

બથુએલ રિબકાનો પિતા હતો. આ આઠ પુત્રો અબ્રાહામના ભાઈ નાહોરથી મિલ્કાને પેટે જન્મ્યા હતા.


પછી તેણે અને તેની સાથેના માણસોએ ખાધુંપીધું અને રાત ત્યાં જ ગાળી, તેઓ સવારે ઊઠયા ત્યારે એ માણસે કહ્યું, “મને મારા માલિક પાસે જવા દો.”


ઇસ્હાકે 40 વર્ષની ઉંમરે મેસોપોટેમિયાના અરામી બથુએલની પુત્રી અને અરામી લાબાનની બહેન રિબકા સાથે લગ્ન કર્યાં.


તેથી મારા દીકરા, તું હવે મારું કહ્યું માન; તું એકદમ મારા ભાઈ લાબાન પાસે હારાનમાં નાસી જા.


તું જલદી તારી માતાના પિતા બથુએલને ત્યાં મેસોપોટેમિયા જા અને તારા મામા લાબાનની પુત્રીઓમાંથી કોઈની સાથે લગ્ન કર.


પછી યાકોબ ત્યાંથી આગળ ચાલ્યો અને અંતે પૂર્વના લોકોના પ્રદેશમાં જઈ પહોંચ્યો.


તેણે રાહેલને કહ્યું, “હું તારા પિતાના સગપણમાં છું અને રિબકાનો પુત્ર છું.” રાહેલે દોડતાં જઈને પોતાના પિતાને વાત કરી.


તે રાત્રે ઈશ્વરે અરામી લાબાન પાસે સ્વપ્નમાં આવીને કહ્યું, “તું યાકોબને ભલુંભૂંડું કંઈ કહીશ નહિ.”


યાકોબ મામરે અથવા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં પોતાના પિતા ઇસ્હાક પાસે આવ્યો. અબ્રાહામ અને ઇસ્હાક ત્યાં જઈને વસ્યા હતા.


અરામના લોકો તારો વિવિધ જાતનો માલ ખરીદતા અને બદલામાં તને નીલમ, જાંબુડિયા રંગનું કાપડ, બુટ્ટાદાર વસ્ત્રો, બારીક શણ, પરવાળાં અને માણેક આપતા હતા.


આપણા પૂર્વજ યાકોબને મેસોપોટેમિયામાં નાસી જવું પડયું. ત્યાં પત્ની મેળવવા માટે તેણે બીજા માણસનાં ઘેટાં સાચવવાનું કામ કર્યું.


તે વખતે તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારો પૂર્વજ મૃત્યુને આરે આવેલો એક અતિ વૃધ અરામી હતો. તે તેના કુટુંબને લઈને ઇજિપ્ત દેશમાં ગયો અને ત્યાં તેમણે વસવાટ કર્યો. તેઓ ત્યાં ગયા ત્યારે સંખ્યામાં જૂજ હતા. પરંતુ તેઓ એક મહાન, બળવાન અને સંખ્યાવાન પ્રજા બન્યા.


Lean sinn:

Sanasan


Sanasan