Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 28:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પછી યાકોબ વહેલી સવારે ઊઠયો અને તેણે જે પથ્થર માથા નીચે મૂક્યો હતો તે લઈને સ્તંભ તરીકે ઊભો કર્યો અને તેના પર તેલ રેડયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને યાકૂબ મોટી સવારે ઊઠયો, ને જે પથ્થર તેણે માથા નીચે મૂકયો હતો તે લઈને તેણે સ્તંભ તરીકે તે ઊભો કર્યો, ને તેના પર તેલ રેડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યાકૂબ વહેલી સવારે ઊઠ્યો અને જે પથ્થર તેણે તેના માથા નીચે મૂક્યો હતો તે તેણે લીધો. તેણે તેને સ્તંભની જેમ ઊભો કર્યો અને તેના ઉપરના ભાગ પર જૈત તેલ રેડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 બીજે દિવસે સવારે યાકૂબ વહેલો ઊઠયો, અને જે પથ્થર તેને માંથા નીચે મૂકયો હતો તે ઊઠાવ્યો. અને તેને સ્માંરકસ્તંભ તરીકે ઊભો મૂકી દીધો. પછી તેણે તેના પર તેલ રેડ્યું. આ રીતે તેણે આ પથ્થરને દેવનો સ્માંરક સ્તંભ બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 28:18
16 Iomraidhean Croise  

અબ્રાહામ વહેલી સવારે ઊઠયો. તેણે રોટલી તથા મશક લઈને હાગારને ખભે મૂકાવ્યાં. તેનો છોકરો પણ તેને સોંપ્યો અને તેને વિદાય કરી. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના રણપ્રદેશમાં ભટકવા લાગી.


બીજે દિવસે વહેલી સવારે અબ્રાહામે દહનબલિ માટે લાકડાં કાપ્યાં, ગધેડાં પર બાંધ્યાં અને ઇસ્હાક તથા પોતાના બે નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો.


કારણ, સૂર્ય આથમી ગયો હતો. તેણે ત્યાંથી એક પથ્થર લઈને માથા નીચે મૂક્યો અને તે ત્યાં જ સૂઈ ગયો.


જ્યાં તેં સ્મારક સ્તંભનો તેલથી અભિષેક કર્યો હતો અને મારી આગળ માનતા લીધી હતી તે બેથેલમાં તને દર્શન દેનાર ઈશ્વર હું છું. તેથી હવે તું આ પ્રદેશ છોડીને તારી જન્મભૂમિમાં પાછો જવા તૈયાર થા.”


તેથી યાકોબે એક પથ્થર લઈને તેને સ્મારકસ્તંભ તરીકે ઊભો કર્યો.


પણ જે સ્થળે ઈશ્વરે યાકોબ સાથે વાત કરી હતી ત્યાં યાકોબે એક સ્તંભ ઊભો કર્યો, તેના પર તેણે દ્રાક્ષાસવનું અર્પણ ચડાવ્યું અને તેનો તેલથી અભિષેક કર્યો.


યાકોબે તેની કબર પર એક સ્મારકસ્તંભ ઊભો કર્યો અને તે આજે પણ રાહેલની કબરના સ્તંભ તરીકે ઊભો છે.


આબ્શાલોમે પોતાના જીવનકાળ દરમ્યાન રાજાની ખીણમાં પોતાને માટે એક સ્મરણસ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેનું નામ ચાલુ રાખવા માટે તેને પુત્ર નહોતો. તેથી તેણે પોતાના નામ પરથી એનું નામ પાડયું હતું અને આજે પણ તે આબ્શાલોમના સ્મરણસ્તંભ તરીકે ઓળખાય છે.


તમારી આજ્ઞાઓ પાળવામાં મેં તત્પરતા દાખવી છે, અને કદી વિલંબ કર્યો નથી.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


એ સમયે ઇજિપ્તના મધ્ય ભાગમાં પ્રભુને સમર્પિત એવી વેદી હશે અને ઇજિપ્તની સરહદ પર પ્રભુના સ્મરણાર્થે શિલાસ્તંભ સ્થપાશે.


મોશેએ જે દિવસે મુલાકાતમંડપ ઊભો કરવાનું કાર્ય પૂર્ણ કર્યું તે જ દિવસે તેણે મંડપનો, તેના સર્વ સરસામાનનો તથા વેદી અને તેનાં બધાં પાત્રોનો અભિષેક કર્યો અને તે બધાં પ્રભુને સમર્પિત કર્યાં.


યજ્ઞકારો કરારપેટી ઊંચકીને જ્યાં યર્દનની વચમાં ઊભા રહ્યા હતા ત્યાં પણ યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. આજે પણ એ પથ્થરો ત્યાં છે.


પછી શમુએલે એક પથ્થર લઈને મિસ્પા અને રોનની વચ્ચે ઊભો કર્યો અને કહ્યું, “પ્રભુએ આપણને આખે માર્ગે મદદ કરી છે.” અને તેથી તેણે તેનું નામ ‘એબેન-એઝેર’ એટલે, “મદદનો પથ્થર” પાડયું.


Lean sinn:

Sanasan


Sanasan