Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 28:10 - પવિત્ર બાઇબલ C.L.

10 યાકોબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. તે એક સ્થળે આવી પહોંચ્યો અને રાત ગાળવા ત્યાં જ રોક્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને યાકૂઅ બેર-શેબાથી નીકળીને હારાન તરફ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યાકૂબે બેર-શેબા છોડયું અને ત્યાંથી તે હારાન તરફ ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 28:10
14 Iomraidhean Croise  

તેરા પોતાના પુત્ર અબ્રામને, પોતાના પુત્ર હારાનના પુત્ર લોતને, તથા પોતાની પુત્રવધૂ એટલે અબ્રામની પત્ની સારાયને લઈને ખાલદીઓના નગર ઉરમાંથી કનાન દેશમાં જવા ચાલી નીકળ્યો. તેઓ હારાનમાં આવી ઠરીઠામ થયાં.


આમ, પ્રભુની આજ્ઞા પ્રમાણે અબ્રામ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો. અબ્રામ હારાનથી નીકળ્યો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.


અબ્રામ પોતાની પત્ની સારાય, ભત્રીજો લોત, પોતાની સર્વ સંપત્તિ અને હારાનમાં મેળવેલા સર્વ નોકરોને લઈને કનાન દેશ તરફ જવા નીકળ્યો. તેઓ કનાન દેશમાં આવી પહોંચ્યા.


પછી ઇસ્હાક ત્યાંથી બેરશેબા ગયો.


તેથી મારા દીકરા, તું હવે મારું કહ્યું માન; તું એકદમ મારા ભાઈ લાબાન પાસે હારાનમાં નાસી જા.


યાકોબે તે ભરવાડોને પૂછયું, “ભાઈ, તમે ક્યાંથી આવો છો?” તેમણે કહ્યું, “અમે હારાનના છીએ.”


તમે તમારા આ સેવક પ્રત્યે જે એકધારો પ્રેમ અને નિષ્ઠા બતાવ્યાં છે તેને માટે હું લાયક નથી. કારણ, માત્ર મારી લાકડી લઈને મેં આ નદી ઓળંગી હતી. પણ આજે મારી પાસે આ બે જૂથ છે.


ઈશ્વરે યાકોબને કહ્યું, “ઊઠ, બેથેલ જા અને ત્યાં રહે. તું તારા ભાઈ એસાવ પાસેથી નાસી છૂટયો તે વખતે તને દર્શન આપનાર ઈશ્વરને માટે તું ત્યાં વેદી બનાવ.”


ત્યાં યાકોબે એક વેદી બનાવી અને તે સ્થળનું નામ એલ-બેથેલ (ઈશ્વરના ઘરનો ઈશ્વર) પાડયું. કારણ, તે જ્યારે પોતાના ભાઈ પાસેથી નાસી છૂટયો ત્યારે ઈશ્વરે તેને આ જ સ્થળે દર્શન આપ્યું હતું.


ઇઝરાયલ એટલે યાકોબ પોતાની સઘળી સંપત્તિ સાથે નીકળ્યો. બેરશેબામાં આવી પહોંચતાં તેણે પોતાના પિતા ઇસ્હાકના ઈશ્વરને બલિદાન ચડાવ્યું.


પ્રભુએ મોશેને કહ્યું, “તું અહીંથી નીકળીને જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો છે તે લોકોને લઈને, જે દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબને શપથપૂર્વક કહ્યું હતું કે હું તે દેશ તેમના વંશજોને આપીશ તે દેશમાં જા.


આપણા પૂર્વજ યાકોબને મેસોપોટેમિયામાં નાસી જવું પડયું. ત્યાં પત્ની મેળવવા માટે તેણે બીજા માણસનાં ઘેટાં સાચવવાનું કામ કર્યું.


થોડા સમય પછી આગ્રીપા રાજા અને બેરનીકે રાણી ફેસ્તસની મુલાકાતે આવ્યાં.


સ્તેફને જવાબ આપ્યો, “ભાઈઓ અને ધર્મપિતૃઓ! મારું સાંભળો: આપણો પૂર્વજ અબ્રાહામ હારાનમાં રહેવા ગયો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, અને ત્યારે મહિમાવંત ઈશ્વરે તેને દર્શન દઈને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan