Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 27:12 - પવિત્ર બાઇબલ C.L.

12 કદાચ મારા પિતા મારા શરીર પર હાથ ફેરવે અને તેમને ખબર પડી જાય કે હું તેમને છેતરું છું તો મને આશિષને બદલે શાપ જ મળે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કદાચ મારા પિતા મારા પર હાથ ફેરવે ને હું તેમને ઠગનારાના સરખો દેખાઉં. અને હું આશીર્વાદ તો નહિ, પણ શાપ મારે માથે લાવું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કદાચ મારો પિતા મને સ્પર્શ કરે અને હું પકડાઈને તેમને છેતરનાર જેવો માલૂમ પડું તો મારા પર આશીર્વાદને બદલે શાપ નહિ આવી પડે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 કદાચ માંરા પિતા જો મને અડકશે તો જાણી જશે કે, હું એસાવ નથી. પછી તે મને આશીર્વાદ આપશે નહિ. તે મને શાપ આપશે કારણકે, મેં તેમને છેતરવાનો પ્રયત્ન કર્યો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 27:12
11 Iomraidhean Croise  

છોકરા મોટા થયા ત્યારે એસાવ કુશળ શિકારી બન્યો અને તેને વનવગડામાં ફરતા રહેવાનું ગમતું; જ્યારે યાકોબ સ્વભાવે શાંત હતો અને તે તંબુઓમાં સ્થાયી જીવન ગાળતો.


એસાવે તેને કહ્યું, “તમે એનું નામ યાકોબ (એડી પકડનાર) સાચું જ પાડયું છે. કારણ, તેણે મને બે વાર છેતર્યો છે. પ્રથમ તેણે મારો જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક લઈ લીધો અને હવે મને મળનાર આશિષ પણ લઈ લીધી.” વળી, તેણે કહ્યું, “શું તમે મારે માટે કોઈ આશિષ રાખી મૂકી નથી?”


તારા ભાઈનો ક્રોધ ઊતરી જાય અને તેં જે કર્યું છે તે તે વીસરી જાય ત્યારે હું તને ત્યાંથી બોલાવી લઈશ. મારે તમને બન્‍નેને એક જ દિવસે ગુમાવવા નથી.”


ત્યારે તેણે કહ્યું. “કનાન શાપિત હો; તે પોતાના ભાઈઓનો ગુલામ થશે.”


તેમની પાસે શક્તિ અને સૂઝ છે. ઠગનાર અને ઠગાનાર બન્‍ને તેમના અંકુશમાં છે.


જે કોઈ પ્રભુનું કાર્ય કરવામાં બેદરકારી રાખે તે શાપિત હો! જે કોઈ પોતાની તલવાર કાઢીને ક્તલ ન ચલાવે તે શાપિત હો!


પોતાના ટોળામાં માનેલું પ્રાણી હોય અને મને તે ચઢાવવાનું વચન આપ્યું હોય ત્યારે મને નક્મા પ્રાણીનું અર્પણ ચઢાવીને છેતરપિંડી કરનાર પર શાપ ઊતરો. કારણ, હું મહાન રાજા છું, અને સર્વ દેશના લોકો મારું ભય રાખે છે.”


અમને માન મળ્યું, ને અમારી નિંદા પણ થઈ; અમારું અપમાન થયું, ને અમારાં વખાણ પણ થયાં. અમને જુઠ્ઠા ગણવામાં આવ્યા હોવા છતાં અમે સત્ય બોલીએ છીએ.


‘આંધળા માણસને ખોટે માર્ગે દોરનાર શાપિત હો’ અને સર્વ લોકો પ્રત્યુત્તર આપે, ‘આમીન’.


અને સર્વ પ્રકારની ભૂંડાઈથી દૂર રહો.


Lean sinn:

Sanasan


Sanasan