Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:5 - પવિત્ર બાઇબલ C.L.

5 કારણ, અબ્રાહામ મારી આજ્ઞાને આધીન થયો હતો અને તેણે મારા આદેશો, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ અને મારા નિયમો પાળ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માની, ને મારું ફરમાન, તથા મારી આ ઓ, તથા મારા વિધિ, તથા મારા નિયમ પાળ્યાં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું એમ કરીશ કેમ કે ઇબ્રાહિમે મારી વાણી માનીને મારું ફરમાન, મારી આજ્ઞાઓ, મારા વિધિઓ તથા મારા નિયમો પાળ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ હું એટલા માંટે કરીશ, કારણ કે તારા પિતા ઇબ્રાહિમે માંરી આજ્ઞાનું પાલન કર્યું અને મેં જે કહ્યું તે તેણે કર્યુ છે, માંરા આદેશો માંરા વિધિઓ અને માંરા નિયમોનું પાલન કર્યુ છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:5
14 Iomraidhean Croise  

આમ, પ્રભુની આજ્ઞા પ્રમાણે અબ્રામ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો. અબ્રામ હારાનથી નીકળ્યો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.


ઈશ્વરે કહ્યું હતું તે પ્રમાણે અબ્રાહામે તે જ દિવસે પોતાના ઘરના પ્રત્યેક પુરુષની એટલે, પોતાના પુત્ર ઇશ્માએલની તથા પોતાના ઘરમાં જન્મેલા કે પૈસાથી ખરીદેલા બધા ગુલામોની સુન્‍નત કરાવી.


કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


“પ્રભુ કહે છે: હું મારા પોતાના નામના સોગંદ લઉં છું કે હું તને ખૂબ આશિષ આપીશ. કારણ, તેં આ કામ કર્યું છે અને મારાથી તારા પુત્રને પાછો રાખ્યો નથી.


તારા વંશ દ્વારા પૃથ્વી પરની બધી પ્રજાઓ આશિષ પામશે. કારણ, તેં મારી આજ્ઞા પાળી છે.”


આમ, ઇસ્હાક ગેરારમાં રહેવા લાગ્યો.


આથી જે કોઈ નાનામાં નાની આજ્ઞા પણ તોડશે અને બીજાઓને એવું કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં સૌથી નાનો કહેવાશે. એથી ઊલટું, જે નિયમશાસ્ત્ર પાળશે અને બીજાઓને પણ તેમ કરતાં શીખવશે તે ઈશ્વરના રાજમાં મોટો કહેવાશે.


જે કોઈ મારા આ શબ્દો સાંભળીને તેને પાળે છે તેને એક શાણો માણસ, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું તેની સાથે હું સરખાવીશ.


આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.


ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો.


આપણા પૂર્વજ અબ્રાહામનો ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે કેવી રીતે સ્વીકાર થયો? જ્યારે તેણે પોતાના પુત્ર ઇસ્હાકને વેદી પર અર્પી દીધો ત્યારે તેનાં કાર્યોથી જ તેમ બન્યું.


Lean sinn:

Sanasan


Sanasan