Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તું અત્યારે આ દેશમાં જ રહે. હું તારી સાથે રહીશ અને તને આશિષ આપીશ. હું તને અને તારા વંશજોને આ આખો પ્રદેશ આપીશ, ને તારા પિતા અબ્રાહામ આગળ મેં જે સોગંદ ખાધા હતા તે હું પૂરા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 આ દેશમાં તું પ્રવાસી થઈ રહે, ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારાં સંતાનને હું આ બધો દેશ આપીશ, ને તારા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 આ દેશમાં તું પ્રવાસી થઈને રહે, હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારા વંશજોને હું આ આખો દેશ આપીશ અને તારા પિતા ઇબ્રાહિમની આગળ મેં જે સોગન લીધા છે તે હું પૂરા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અત્યારે તું આ જ દેશમાં રહે; હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજોને બધા પ્રદેશો આપીશ. અને તારા પિતા ઇબ્રાહિમ આગળ મેં જે સમ ખાધા હતા તે પૂરા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:3
42 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


તું જુએ છે તે આખો પ્રદેશ હું તને તથા તારા વંશજોને કાયમને માટે આપીશ.


હવે જા, દેશની લંબાઈ અને પહોળાઈ પ્રમાણે તેના ચારે છેડા સુધી ફરી વળ; કારણ, એ આખો દેશ હું તને આપીશ.”


એ જ દિવસે પ્રભુએ અબ્રામ સાથે કરાર કર્યો: “હું ઇજિપ્તની નાઇલ નદીથી મોટી નદી યુફ્રેટિસ સુધીનો આખો પ્રદેશ એટલે,


ત્યારે ઈશ્વરે કહ્યું, “તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જનમશે; તારે તેનું નામ ઈસ્હાક [અર્થાત્ તે હસે છે] પાડવું. હું તેની સાથે કરાર કરીશ. એ કરાર તેના વંશજોને માટે કાયમનો કરાર થશે.


જે દેશમાં તું પરદેશી તરીકે વસે છે, તે આખો કનાન દેશ હું તને અને તારા વંશજોને કાયમને માટે વતન તરીકે આપીશ અને હું તેમનો ઈશ્વર થઈશ.”


ત્યાંથી અબ્રાહામ નેગેબ પ્રદેશ તરફ ગયો અને કાદેશ તથા શૂરની વચ્ચે વસ્યો. થોડો સમય તે ગેરારમાં રહેવા ગયો.


અબ્રાહામના મૃત્યુ પછી ઈશ્વરે તેના પુત્ર ઇસ્હાકને આશિષ આપી અને ઇસ્હાક બેર-લાહાય-રોઈ પાસે રહેવા લાગ્યો.


ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી.


તેની પાસે એટલાં બધાં ઘેટાંબકરાં, ઢોરઢાંક અને નોકરચાકર થયાં કે પલિસ્તીઓ તેની ઈર્ષ્યા કરવા લાગ્યા.


તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.”


તેના પર પ્રભુ ઊભેલા હતા. તેમણે કહ્યું, “હું યાહવે, તારા પિતા અબ્રાહામનો અને ઇસ્હાકનો ઈશ્વર છું. તું જે જમીન પર સૂતો છે તે હું તને અને તારા વંશજોને આપીશ.


જો, હું તારી સાથે છું, અને તું જ્યાં કહીં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને આ દેશમાં પાછો લાવીશ. મેં તને જે વચન આપ્યું છે તે પૂરું કર્યા વિના હું તને મૂકી દઈશ નહિ.”


ત્યારે પ્રભુએ તેને કહ્યું, “તારા પિતૃઓના દેશમાં તારાં સગાઓ પાસે પાછો જા. હું તારી સાથે રહીશ.”


જે દેશ મેં અબ્રાહામને અને ઇસ્હાકને વતન તરીકે આપ્યો હતો તે હું તને અને તારા પછી તારા વંશજોને આપીશ.”


પ્રભુ યોસેફની સાથે હતા અને જે કંઈ કામ તે કરતો તેમાં તે સફળ થતો. તે તેના ઇજિપ્તી માલિકના ઘરમાં રહેતો હતો.


પણ પ્રભુ યોસેફની સાથે હતા અને તેના પ્રત્યે માયાળુ હતા. તેથી જેલનો અધિકારી તેના પર પ્રસન્‍ન હતો.


પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મારું મરણ પાસે આવ્યું છે, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને ફરી તમારા પિતૃઓના દેશમાં લઈ જશે.


યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે”


હા, અબ્રાહામ સાથે કરેલા પોતાના કરારને અને ઇસ્હાક આગળ લીધેલા શપથને તે યાદ રાખે છે.


તે સદા પોતાનો કરાર પાળે છે, અને પોતે આપેલું વચન હજારો પેઢી સુધી યાદ રાખે છે.


એ કરાર તેમણે અબ્રાહામ સાથે કર્યો હતો, અને તે વિષે ઇસ્હાક સાથે શપથ લીધા હતા.


પ્રભુ કહે છે, ‘તારે કયે માર્ગે ચાલવું તે હું તને શીખવીશ અને તે પર તને દોરીશ. તારા પર મારી નજર સતત રાખીને હું તને સલાહ આપીશ.’


હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારા પોકારો લક્ષમાં લો, મારાં આંસુ પ્રત્યે મૌન ન સેવો. કારણ, હું તમારો થોડા સમયનો મહેમાન છું અને મારા પૂર્વજોની જેમ હું પણ પ્રવાસી છું.


તેમનો વિલાપ ઊંચે ઈશ્વરને પહોંચ્યો. ઈશ્વરે તેમના નિસાસા સાંભળ્યા અને અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબ સાથે કરેલો પોતાનો કરાર તેમણે યાદ કર્યો.


ઈશ્વરે તેને કહ્યું, “હું જરૂર તારી સાથે રહીશ; અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ એ છે કે જ્યારે તું તેમને ઇજિપ્તમાંથી કાઢી લાવે, ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


મેં તેમની સાથે કરાર કર્યો ત્યારે તેઓ જે દેશમાં પ્રવાસીઓ તરીકે વસ્યા હતા તે દેશ આપવાનું મેં તેમને વચન આપ્યું હતું.


હું તમને મારા લોકો તરીકે અપનાવીશ, અને હું તમારો ઈશ્વર થઈશ. ત્યારે તમે જાણશો કે ઇજિપ્તીઓની વેઠથી તમને મુક્ત કરનાર હું તમારો ઈશ્વર પ્રભુ છું.


અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને જે દેશ આપવાના મેં સમ ખાધા હતા તે દેશમાં હું તમને લઈ જઈને તે તમારા વતન તરીકે આપીશ. હું પ્રભુ છું.”


તું ઊંડા પાણીમાં થઈને પસાર થઈશ ત્યારે હું તારી સાથે રહીશ; તું નદીઓમાં થઈને ચાલીશ ત્યારે તેનાં પાણી તારા પર ફરી વળશે નહિ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને ઊની આંચ લાગશે નહિ અને જ્વાળાઓ તને સળગાવી શકશે નહિ.


“તું બીશ નહિ, હું તારી સાથે છું. હું તારા વંશજોને પૂર્વમાંથી લાવીશ અને તમને પશ્ર્વિમમાંથી લાવીને તમારા વતનમાં એકઠા કરીશ.


પ્રાચીન સમયમાં અમારા પૂર્વજો અબ્રાહમ અને યાકોબ સમક્ષ તમે સમ ખાઈને આપેલાં વચન પ્રમાણે તમારું વિશ્વાસુપણું અને તમારો અવિચળ પ્રેમ અમારા પ્રત્યે દેખાડશો.


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. એ કંઈ માનવપુત્ર નથી કે પોતાનો વિચાર બદલે. એ પોતાનું વચન પાળે છે, અને તે જે બોલે છે તે પ્રમાણે કરે છે.


જુઓ, મેં એ બધો પ્રદેશ તમને સોંપી દીધો છે. માટે જાઓ અને મેં પ્રભુએ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ તથા તેમના વંશજોને જે પ્રદેશ આપવાના શપથ લીધા હતા તે કબજે કરી લો.”


પ્રભુએ મોશેને કહ્યું, “આ દેશ વિષે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ આગળ શપથ લીધા હતા કે હું તે તેમના વંશજોને આપીશ. મેં તને તે દેશ નજરોનજર દેખાડયો છે પણ યર્દન પાર કરીને તું ત્યાં જવા પામશે નહિ.”


મારા શબ્દો અને મારા કાર્યની મારફતે તમે જે મારી પાસેથી શીખ્યા ને મેળવ્યું તેને વ્યવહારમાં ઉતારો અને આપણને શાંતિ આપનાર ઈશ્વર તમારી સાથે રહેશે.


વિશ્વાસને લીધે જ, ઈશ્વરે જે દેશ આપવાનું વચન આપ્યું હતું તેમાં તે પરદેશી તરીકે રહ્યો. ઇસ્હાક અને યાકોબ, જેમને ઈશ્વરે એ જ વચન આપ્યું હતું, તેમની સાથે અબ્રાહામ તંબૂઓમાં રહ્યો.


ઈશ્વરનો હેતુ અફર છે એવું વચનના ભાગીદાર થનારાઓને સ્પષ્ટ થાય તે માટે તેમણે શપથ સાથે પોતાનું વચન આપ્યું.


Lean sinn:

Sanasan


Sanasan