Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:28 - પવિત્ર બાઇબલ C.L.

28 તેમણે કહ્યું, “અમને ખાતરી થઈ છે કે પ્રભુ તમારી સાથે છે એટલે અમે વિચાર્યું કે આપણે સોગંદ ખાઈને એકબીજા વચ્ચે કરાર કરીએ કે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તેઓએ કહ્યું, “અમે ખચીત જાણ્યું કે યહોવા તારી સાથે છે; અને અમે કહ્યુમ કે, “હવે આપણે એકબીજાની સાથે સમ ખાઈએ, ને આપણે કરાર કરીએ કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓએ કહ્યું, “અમે સ્પષ્ટ રીતે જોયું છે કે ઈશ્વર તારી સાથે છે. તેથી અમે નક્કી કર્યું કે, આપણી વચ્ચે, હા, તારી તથા અમારી વચ્ચે પ્રતિજ્ઞા કરવામાં આવે અને અમે તારી સાથે કરાર કરીએ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તેઓએ જવાબ આપ્યો, “હવે અમે લોકોએ જાણ્યું છે કે, યહોવા તમાંરી સાથે છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે, તમે અમાંરી સાથે કરાર કરો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:28
21 Iomraidhean Croise  

હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ.


તું મારા કુટુંબીઓ પાસે જાય તે પછી તું મારા સોગંદથી મુક્ત છે. તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ તને કન્યા ન આપે તો પણ તું મારા સોગંદથી મુક્ત છે.’


તો ચાલ, આપણે કરાર કરીએ અને એ તારી અને મારી વચ્ચે સાક્ષીરૂપ બની રહેશે.”


તેના માલિકે જોયું કે પ્રભુ તેની સાથે છે અને તેના પ્રત્યેક કાર્યમાં તેને સફળ કરે છે.


તેણે એ રીતે પોતાના ઘરકુટુંબને અને પોતાની સઘળી માલમિલક્તને યોસેફની દેખરેખ નીચે મૂક્યાં તે સમયથી માંડીને પ્રભુએ યોસેફને લીધે એ ઇજિપ્તીના ઘરકુટુંબને આશિષ આપી. તેના ઘરમાં તેમ જ ખેતરમાં જે કંઈ હતું તે બધામાં પ્રભુએ આશિષ આપી.


દાવિદ રાજાના પુત્ર શલોમોને ઇઝરાયલના રાજ્ય પર પોતાની સત્તા જમાવી. તેના પ્રભુ ઈશ્વરે તેને આશિષ આપી અને તેનો વૈભવ વધાર્યો.


એફ્રાઈમ, મનાશ્શા, અને શિમયોન કુળના ઘણા લોકો આસાના પક્ષમાં આવી ગયા હતા અને તેના રાજ્યમાં રહેતા હતા, કારણ, તેમણે જોયું કે તેના ઈશ્વર પ્રભુ તેની સાથે છે. આસાએ તેમને અને યહૂદિયા તથા બિન્યામીનના લોકોને બોલાવડાવ્યા.


પ્રભુ ઇઝરાયલને આ પ્રમાણે કહે છે, “ઇજિપ્તની પેદાશ અને કુશનો વ્યાપારી માલ તારાં થશે; સબાઇમના કદાવર લોકો તારા ગુલામ બનશે. તેઓ બેડીએ જકડાઈને તારી પાછળ પાછળ ચાલશે. તેઓ તને પગે પડીને કબૂલ કરશે, ‘ઈશ્વર તારી સાથે છે. માત્ર એ જ ઈશ્વર છે; બીજો કોઈ નથી.’ ” હે ઈશ્વર, ઇઝરાયલના મુક્તિદાતા, તમે સાચે જ ગૂઢ છો.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


પણ તમે તો ‘પ્રભુના યજ્ઞકારો’ તરીકે ઓળખાશો અને તમને ‘આપણા ઈશ્વરના સેવકો’ એવું નામ અપાશે. તમે પ્રજાઓની સંપત્તિનો ઉપભોગ કરશો. અને એ બધી સંપત્તિ તમારી જ છે એમાં તમે ગૌરવ લેશો.


તેમના વંશજો પ્રજાઓમાં અને તેમનાં સંતાનો લોકોમાં ખ્યાતિ પામશે. એમને જોનાર સૌ કોઈ કહેશે કે ખરેખર આ તો પ્રભુથી આશિષ પામેલા લોક છે.”


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


તેના ગુપ્ત વિચારો જાહેર થશે, અને તે નમન કરીને ઈશ્વરનું ભજન કરશે. વળી, “ખરેખર, ઈશ્વર તમારી મયે હાજર છે.” એવી કબૂલાત કરશે.


દ્રવ્યલોભથી તમારાં જીવનો મુક્ત રાખો અને પોતાની પાસે જે છે તેનાથી સંતોષી રહો. કારણ, ઈશ્વરે કહ્યું છે, “હું તને કદી તજી દઈશ નહિ અને કદી તારો ત્યાગ કરીશ નહિ.”


માણસ શપથ લે છે ત્યારે તે પોતા કરતાં બીજી કોઈ મહાન વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, અને એમ શપથ માણસો વચ્ચેના વિવાદનો નિકાલ લાવે છે.


પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે હું જે કાર્ય કરવાનો છું તેનાથી સર્વ ઇઝરાયલીઓ મહાન માણસ તરીકે તારું સન્માન રાખતા થશે, અને તેમને ખબર પડશે કે જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે પણ છું.


ત્યાર પછી ગિલઆદના પ્રદેશના યાબેશ નગર પર આમ્મોનના નાહાશે ચઢાઈ કરી. તેના લશ્કરે નગરને ઘેરો ઘાલ્યો અને યાબેશના માણસોએ નાહાશને કહ્યું, “અમારી સાથે કરાર કર એટલે અમે તારે શરણે આવીશું.”


શાઉલને સ્પષ્ટ રીતે ખબર પડી કે પ્રભુ દાવિદ સાથે હતા અને તેની પુત્રી મીખાલ તેના પર પ્રેમ કરતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan