Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:24 - પવિત્ર બાઇબલ C.L.

24 તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું; બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ, ને તારાં સંતાન વધારીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તે જ રાત્રે તેને દર્શન આપીને ઈશ્વરે કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર છું. બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું, મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ આપીશ અને તારો વંશ વધારીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ત્યાં તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો દેવ છું. ડરીશ નહિ, હું તારી સાથે જ છું અને હું તને આશીર્વાદ આપીશ. હું તારા વંશજોની વૃદ્વિ કરીશ. હું માંરા સેવક ઇબ્રાહિમના માંટે આ બધું કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:24
41 Iomraidhean Croise  

હું પૃથ્વીની રજકણો જેટલાં તારા વંશજો વધારીશ. જો કોઈ પૃથ્વીની રજકણો ગણી શકે તો તારા વંશજોની પણ ગણતરી કરી શકે!


એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


હું તારામાંથી પ્રજાઓનું નિર્માણ કરીશ અને તારા વંશમાંથી રાજાઓ ઊભા થશે. તારો તેમ જ તારા બધા વંશજોનો ઈશ્વર થવાને હું મારી અને તારી સાથે અને પેઢી દર પેઢીના તારા વંશજો સાથે સાર્વકાલિક કરાર કરીશ.


જે દેશમાં તું પરદેશી તરીકે વસે છે, તે આખો કનાન દેશ હું તને અને તારા વંશજોને કાયમને માટે વતન તરીકે આપીશ અને હું તેમનો ઈશ્વર થઈશ.”


ઈશ્વરે એ છોકરાનો અવાજ સાંભળ્યો. ઈશ્વરના દૂતે આકાશમાંથી હાંક મારીને કહ્યું, “હાગાર, તને શું થયું છે? ગભરાઈશ નહિ. કારણ, છોકરો જ્યાં છે ત્યાંથી ઈશ્વરે તેનો અવાજ સાંભળ્યો છે.


હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


અબ્રાહામ પોતાના નોકરોની પાસે પાછો આવ્યો અને બેરશેબા જ્યાં તેઓ રહેતા હતા તે સ્થળે પાછા ફર્યા.


પછી તેણે કહ્યું, “હે પ્રભુ, મારા માલિક અબ્રાહામના ઈશ્વર, મારું કાર્ય સફળ કરો, અને મારા માલિક અબ્રાહામ ઉપર કૃપા કરો.


તેના પર પ્રભુ ઊભેલા હતા. તેમણે કહ્યું, “હું યાહવે, તારા પિતા અબ્રાહામનો અને ઇસ્હાકનો ઈશ્વર છું. તું જે જમીન પર સૂતો છે તે હું તને અને તારા વંશજોને આપીશ.


જો, હું તારી સાથે છું, અને તું જ્યાં કહીં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને આ દેશમાં પાછો લાવીશ. મેં તને જે વચન આપ્યું છે તે પૂરું કર્યા વિના હું તને મૂકી દઈશ નહિ.”


સર્વસમર્થ ઈશ્વર તને આશિષ આપો, તને સંતાનો આપો અને તારા વંશજોની એવી વૃદ્ધિ કરો કે તારામાંથી અનેક કુળો પેદા થાય.


પણ લાબાને તેને કહ્યું, “જો તારી રહેમ નજર મારા પર હોય તો તું અહીં જ રહે. કારણ, મેં જોષ જોઈને શોધી કાઢયું છે કે તારે લીધે પ્રભુએ મને આશિષ આપી છે.


યાકોબે તેમને કહ્યું, “તમારા પિતાનું મારા પ્રત્યેનું વર્તન પહેલાંના જેવું મૈત્રીપૂર્ણ રહ્યું નથી; પણ મારા પિતાના ઈશ્વર મારી સાથે રહ્યા છે.


પ્રભુ યોસેફની સાથે હતા અને જે કંઈ કામ તે કરતો તેમાં તે સફળ થતો. તે તેના ઇજિપ્તી માલિકના ઘરમાં રહેતો હતો.


તેના માલિકે જોયું કે પ્રભુ તેની સાથે છે અને તેના પ્રત્યેક કાર્યમાં તેને સફળ કરે છે.


ઇઝરાયલ એટલે યાકોબ પોતાની સઘળી સંપત્તિ સાથે નીકળ્યો. બેરશેબામાં આવી પહોંચતાં તેણે પોતાના પિતા ઇસ્હાકના ઈશ્વરને બલિદાન ચડાવ્યું.


એલિયાએ તેને કહ્યું, “ચિંતા ન કરીશ. જા, જઈને તારો ખોરાક તૈયાર કર. પણ તેમાંથી પ્રથમ મારે માટે એક ટુકડો રોટલી બનાવી લાવ અને પછી તારે માટે અને તારા પુત્ર માટે બાકીના લોટમાંથી રોટલી બનાવજે.


મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો.


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


હું પ્રભુ તારો સર્જનહાર છું, ગર્ભસ્થાનમાં તને ઘડનાર હું જ તારો મદદગાર છું. હે યાકોબ, મારા સેવક, મારી પસંદ કરેલી પ્રજા યશુરૂન, તું ડરીશ નહિ.


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


“સાચું શું છે તે જાણનારા અને હૃદયમાં મારું શિક્ષણ જાળવી રાખનારા, તમે મારું સાંભળો. લોકોની નિંદાથી બીશો નહિ કે તેમનાં મહેણાંટોણાથી ગભરાશો નહિ.


તમે મને જવાબ આપતાં કહ્યું, “બીશ નહિ.”


ત્યારે હું યાકોબ, ઇસ્હાક અને અબ્રાહામ સાથેનો મારો કરાર યાદ કરીશ અને તેમને દેશ આપવા અંગેનું મારું વચન હું યાદ કરીશ.


હું તો પ્રભુ, તેમનો ઈશ્વર છું. તેમના પૂર્વજોની સાથે મેં કરેલો કરાર યાદ કરીને હું તેમને સમૃદ્ધ કરીશ. બધી પ્રજાઓને મારું સામર્થ્ય દર્શાવવાને માટે મેં તેમના પૂર્વજોને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા; જેથી હું પ્રભુ, તેમનો ઈશ્વર થાઉં.”


ઈશ્વરે કહ્યું, ’હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું,’ એનો અર્થ એ થયો કે તે મરેલાંઓના નહિ, પણ જીવતાંઓના ઈશ્વર છે.


“ઓ નાના ટોળા, તું ગભરાઈશ નહિ, કારણ, તારા પિતાની ઇચ્છા તને રાજ્ય આપવાની છે.


‘હું તારા પૂર્વજોનો ઈશ્વર, અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબનો ઈશ્વર છું.’ મોશે ડરથી ક્ંપવા લાગ્યો અને તેણે જોવાની હિંમત કરી નહિ.


પૂરા વિનાશને માટે શાપિત થયેલી એમાંની કોઈ પણ વસ્તુ તમારે રાખી લેવી નહિ; કારણ, ત્યારે જ તમારા ઈશ્વર પ્રભુના કોપનું શમન થશે અને તે તમારા પર દયા કરશે. તે તમારા પ્રત્યે કરુણાળુ થશે અને તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી વંશવૃધિ કરશે.


બળવાન અને હિંમતવાન થાઓ. તેમનાથી ડરશો નહિ કે ભયભીત થશો નહિ. કારણ, તમારા ઈશ્વર પ્રભુ પોતે તમારી સાથે જાય છે. તે તમને નિષ્ફળ થવા દેશે નહિ કે તમને તજી દેશે નહિ.”


એને બદલે, તેઓ એક વધુ સારા, એટલે સ્વર્ગીય દેશની ઝંખના સેવતા હતા. તેથી ઈશ્વર પોતાને તેમના ઈશ્વર તરીકે ઓળખાવતાં શરમાતા નથી. કારણ, તેમણે તેમને માટે એક શહેર તૈયાર કર્યું છે.


તેથી આપણે નિર્ભય બનીને કહીએ, “પ્રભુ મારા મદદગાર છે, હું ડરીશ નહિ. માણસ મને શું કરી શકશે?”


તેમને જોઈને હું તેમનાં ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડયો. પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, હું જ પ્રથમ તથા છેલ્લો છું. હું જીવંત છું.


તો હવે ચિંતા કરીશ નહિ. તું કહે છે તે પ્રમાણે હું કરીશ. ગામના બધા લોકો જાણે છે કે તું ચારિયવાન સ્ત્રી છે.


Lean sinn:

Sanasan


Sanasan