Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:22 - પવિત્ર બાઇબલ C.L.

22 પછી તેણે ત્યાંથી દૂર જઈને બીજો કૂવો ખોદ્યો ત્યારે તેને માટે તેમણે ઝઘડો ન કર્યો એટલે તેણે તેનું નામ રહોબોથ (વિશાળ જગ્યા)પાડયું, અને કહ્યું, “પ્રભુએ અમને વિશાળ જગ્યા આપી છે અને આ પ્રદેશમાં અમને સફળતા મળશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને ત્યાંથી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો; અને તેને માટે તેઓ લડયા નહિ અને તેણે તેનું નામ રહોબોથ પાડયું; અને કહ્યું હવે યહોવાએ અમને પુષ્કળ જુગા આપી છે, ને આ દેશમાં અમે સફળ થઈશું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ત્યાંથી નીકળી જઈને તેણે બીજો કૂવો ખોદ્યો પણ તેને સારુ તેઓ ઝઘડયા નહિ. તેથી તેણે તેનું નામ રહોબોથ રાખ્યું જેનો અર્થ એ છે કે, ‘હવે ઈશ્વરે અમારા માટે જગ્યા કરી છે તેથી આ દેશમાં અમે સમૃદ્ધ થઈશું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પછી ત્યાંથી દૂર જઈને બીજો કૂવો ખોધ્યો, તે કૂવા માંટે કોઈ ઝગડો કરવા આવ્યું નહિ તેથી તેણે તેનું નામ “રહોબોથ” રાખ્યું અને કહ્યું, “યહોવાએ અમાંરા માંટે આ જગ્યા નક્કી કરી છે. અમે પ્રગતિ કરીશું. અને આ ભૂમિમાં અમને લાભ મળશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:22
11 Iomraidhean Croise  

હું તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ.


પછી તેના માણસોએ બીજો કૂવો ખોદ્યો, ને તે વિષે પણ તેમણે ઝઘડો કર્યો. આથી તેણે તેનું નામ સિટના (દુશ્મનાવટ )પાડયું.


સર્વસમર્થ ઈશ્વર તને આશિષ આપો, તને સંતાનો આપો અને તારા વંશજોની એવી વૃદ્ધિ કરો કે તારામાંથી અનેક કુળો પેદા થાય.


તેણે એમ પણ કહ્યું, “મારા સંકટના દેશમાં ઈશ્વરે મને ફળવંત કર્યો છે.” તેથી તેણે બીજા પુત્રનું નામ એફ્રાઈમ (બેવડી વૃદ્ધિ) પાડયું.


સંકટમાં મેં યાહને પોકાર કર્યો, એટલે તેમણે મને ઉત્તર આપ્યો; તે મને વિશાળ જગામાં લાવ્યા.


હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ કારણ, તમે મારી સમજ વધારતા જાઓ છો.


પ્રભુ મને વિશાળ જગામાં લઈ આવ્યા, મારા પર પ્રસન્‍ન હોવાને લીધે તેમણે મને ઉગારી લીધો!


હે ઈશ્વર, મારા સમર્થક, હું પોકારું ત્યારે મને ઉત્તર આપો. હું ભીંસમાં આવી પડયો ત્યારે તમે મને તેમાંથી મુક્ત કર્યો, હવે મારા પર દયા કરો અને મારી પ્રાર્થના સાંભળો.


પણ તેમના વંશજ ઇઝરાયલીઓ સફળ થઈને વૃદ્ધિ પામ્યા અને સંખ્યામાં અને શક્તિમાં એટલા તો વધી ગયા કે તેમનાથી આખો ઇજિપ્ત દેશ ભરપૂર થઈ ગયો.


તારા તંબુની જગ્યા વિશાળ કર; તારા વસવાટના તંબુના પડદા પ્રસાર; તેનાં દોરડાં લાંબા કર; તેની મેખો સજ્જડ રીતે ઠોકી બેસાડ.


તું ડાબી કે જમણી બધી બાજુએ તારી સરહદો વધારશે. તારાં સંતાન અન્ય પ્રજાઓ પર કબજો જમાવશે અને નિર્જન શહેરો ફરી વસાવશે.


Lean sinn:

Sanasan


Sanasan