Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 26:12 - પવિત્ર બાઇબલ C.L.

12 ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને ઇસહાકે તે દેશમાં વાવણી કરી, તે જ વર્ષે સોગણું પામ્યો; અને યહોવાએ તેને આશીર્વાદ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઇસહાકે તે દેશમાં વાવણી કરી અને તે જ વર્ષે સો ગણી કાપણી કરી, કેમ કે ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ઇસહાકે તે પ્રદેશમાં ખેતી કરી અને તે જ વર્ષે મબલખ પાક ઉતર્યો. યહોવાએ તેના પર ધણી કૃપા કરી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 26:12
18 Iomraidhean Croise  

હવે અબ્રાહામ ઘણો વૃદ્ધ થયો અને તેની ઘણી ઉંમર થઈ હતી. પ્રભુએ તેને બધી બાબતોમાં આશિષ આપી હતી.


પ્રભુએ મારા માલિક અબ્રાહામને ઘણી આશિષ આપી છે અને તે ઘણા મોટા માણસ બન્યા છે. પ્રભુએ તેમને ઘેટાંબકરાં, ઢોરઢાંક, સોનુંરૂપું, દાસદાસીઓ અને ઊંટો તથા ગધેડાં આપ્યાં છે.


અબ્રાહામના મૃત્યુ પછી ઈશ્વરે તેના પુત્ર ઇસ્હાકને આશિષ આપી અને ઇસ્હાક બેર-લાહાય-રોઈ પાસે રહેવા લાગ્યો.


જેમ અમે તમને કંઈ નુક્સાન કર્યું નથી અને માત્ર તમારું ભલું જ કર્યું છે અને તમને સહીસલામત રીતે વિદાય કર્યા છે તેમ તમે પણ અમને કંઈ નુક્સાન કરશો નહિ. તમે તો પ્રભુથી આશિષ પામેલા છો.”


તું અત્યારે આ દેશમાં જ રહે. હું તારી સાથે રહીશ અને તને આશિષ આપીશ. હું તને અને તારા વંશજોને આ આખો પ્રદેશ આપીશ, ને તારા પિતા અબ્રાહામ આગળ મેં જે સોગંદ ખાધા હતા તે હું પૂરા કરીશ.


હું તમારી પાસે આવ્યો તે પહેલાં તમારી પાસે થોડાં જ ઢોર હતાં, પણ હવે તેમાં ધરખમ વધારો થયો છે. જ્યાં જ્યાં મારાં પગલાં પડયાં ત્યાં ત્યાં પ્રભુએ તમને આશિષ બક્ષી છે. પણ હું મારા પોતાના કુટુંબની જોગવાઈ ક્યારે કરીશ?”


પ્રભુએ યોબને તેની આગલી અવસ્થાના કરતાં તેની પાછળની અવસ્થામાં વિશેષ આશીર્વાદ આપ્યો. હવે તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બળદની એક હજાર જોડ અને હજાર ગધેડીઓ થયાં.


ભૂમિએ પોતાની ઊપજ આપી છે. ઈશ્વરે, અમારા ઈશ્વરે અમને આશીર્વાદ આપ્યો છે.


દેશમાં વિપુલ ધાન્ય પાકો, અને પર્વતોનાં શિખરો પર પણ પાક વિલસી રહો; લબાનોન પર્વતની જેમ ત્યાં ફળો લચી પડો, અને ઘાસથી ભરપૂર મેદાનોની જેમ નગરો માણસોથી ઊભરાઈ રહો.


પ્રભુની આશિષથી સમૃદ્ધિ સાંપડે છે, અને ભારે પરિશ્રમથી તેમાં કશું ઉમેરી શક્તું નથી.


સવારમાં બી વાવ અને સાંજે પણ તારો હાથ રોકી રાખીશ નહિ. કારણ, આ સફળ થશે કે તે સફળ થશે અથવા બન્‍ને એક્સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી.


તેઓ શાંતિમાં પાકની વાવણી કરશે. તેમના દ્રાક્ષવેલાને દ્રાક્ષો થશે. ધરતીમાંથી અનાજ પાકશે અને વરસાદ પણ પુષ્કળ પડશે; બચી ગયેલા લોકોને હું આ બધા આશીર્વાદો આપીશ.


સારી જમીનમાં વાવવામાં આવેલાં બી એવા લોક છે કે જેઓ સંદેશો સાંભળે છે, તેને સમજે છે અને તેમને ફળ આવે છે; કેટલાકને સોગણાં, કેટલાકને સાઠગણાં અને કેટલાકને ત્રીસગણાં.


પણ કેટલાંક બી સારી જમીનમાં પડયાં અને તેમને દાણા આવ્યા; કેટલાકને સોગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને ત્રીસગણા દાણા આવ્યા.


પરંતુ કેટલાંક બી જે સારી જમીનમાં પડયાં તે ઊગી નીકળ્યાં, વયાં અને પાક બેઠો. કેટલાક છોડને ત્રીસગણા, કેટલાકને સાઠગણા અને કેટલાકને સોગણા દાણા પાક્યા.”


મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો ઈશ્વરે આપી છે.


Lean sinn:

Sanasan


Sanasan