Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 25:5 - પવિત્ર બાઇબલ C.L.

5 અબ્રાહામે પોતાની બધી સંપત્તિ ઇસ્હાકને આપી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ઇબ્રાહિમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઇસહાકને આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઇબ્રાહિમે પોતાના વારસાની મિલકત ઇસહાકને આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પોતાની બધી મિલકત ઇબ્રાહિમે ઇસહાકને આપી અને દાસીઓના પુત્રોને તેણે ઉપહારો આપ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 25:5
18 Iomraidhean Croise  

પ્રભુએ મારા માલિક અબ્રાહામને ઘણી આશિષ આપી છે અને તે ઘણા મોટા માણસ બન્યા છે. પ્રભુએ તેમને ઘેટાંબકરાં, ઢોરઢાંક, સોનુંરૂપું, દાસદાસીઓ અને ઊંટો તથા ગધેડાં આપ્યાં છે.


મારા માલિકની પત્ની સારાએ પોતાની વૃદ્ધાવસ્થામાં એક પુત્રને જન્મ આપ્યો છે અને મારા માલિકે એ પુત્રને બધી સંપત્તિ સોંપી દીધી છે.


મિદ્યાનના પુત્રોનાં નામ આ છે: એફા, એફેર, હનોખ, અબીદા અને એલ્દા. એ બધા કટૂરાના વંશજો હતા.


તેની પાસે એટલાં બધાં ઘેટાંબકરાં, ઢોરઢાંક અને નોકરચાકર થયાં કે પલિસ્તીઓ તેની ઈર્ષ્યા કરવા લાગ્યા.


તમે ઘણા બંદીવાનોને લઈને ઉન્‍નત સ્થાને ચઢયા, બલ્કે, તમે શરણે આવેલા વિદ્રોહીઓ પાસેથી નજરાણાં સ્વીકાર્યાં. હવે હે પ્રભુ ઈશ્વર, તમે ત્યાં વાસ કરો છો.


મારા પિતાએ મને બધું સોંપ્યું છે. ઈશ્વરપુત્રને ઈશ્વરપિતા સિવાય કોઈ જાણતું નથી, અને પિતાને પુત્ર અને પુત્ર જેમની સમક્ષ પિતાને પ્રગટ કરે તે સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.


ઈસુ તેમની નજીક આવ્યા અને તેમણે કહ્યું, આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.


તમે તેને માનવજાત પર અધિકાર આપ્યો છે, કે જેથી તમે તેને જે સોંપ્યાં છે તેમને તે સાર્વકાલિક જીવન આપે.


ઈશ્વરપિતા પોતાના પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના અધિકાર નીચે મૂકાયું છે.


આમ, ઈશ્વરનાં બાળકો હોવાથી આપણે તેમના વારસદાર છીએ; એટલે કે, ઈશ્વરના વારસામાં ખ્રિસ્તની સાથે સહભાગી છીએ. કારણ, જો આપણે ખ્રિસ્તના દુ:ખમાં ભાગીદાર થઈએ, તો તેમના મહિમાના ભાગીદાર પણ બનીશું.


ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહિ, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો તે તેમની સાથે આપણને બધુંયે કેમ નહિ આપે?


જો તમે ખ્રિસ્તના છો, તો તમે અબ્રાહામના વંશજ પણ છો, અને ઈશ્વરે આપેલા વરદાન પ્રમાણે તમે વારસો પણ પ્રાપ્ત કરશો.


મારા ભાઈઓ, ઇસ્હાકની જેમ આપણે ઈશ્વરના વરદાન પ્રમાણેનાં બાળકો છીએ.


પોતાના સમગ્ર સ્વત્વનો પૂરેપૂરો સંચય પુત્રમાં રહે એવું ઈશ્વરે ઇચ્છેલું છે.


પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નીમ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan