Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 25:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તો પ્રભુએ તેને કહ્યું, “તારા પેટમાં બે પ્રજાઓ છે; જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ છે. એક પ્રજા બીજી કરતાં વધારે બળવાન બનશે અને મોટો નાનાનો દાસ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને યહોવાએ તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે, ને તારા પેટમાંથી જ બે પ્રજાઓ ભિન્‍ન થશે; અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે; અને મોટો નાનાનો દાસ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ઈશ્વરે તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે અત્યારથી જ બે પ્રજાઓ અલગ થશે. એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે અને મોટો દીકરો નાનાનો દાસ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 ત્યારે યહોવાએ તેને કહ્યું, “તારા પેટમાં બે પ્રજાઓ છે, બે પરિવારોના રાજા તમાંરામાંથી જ થશે. જન્મથી જ પરસ્પર વિરોધી એવી બે પ્રજાઓ, એકબીજા કરતાં વધારે બળવાન થશે; મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 25:23
33 Iomraidhean Croise  

હું તેને આશિષ આપીશ અને તેને પેટે તને એક પુત્ર થશે. હું તેને સાચે જ આશિષ આપીશ અને તે પ્રજાઓની માતા બનશે; તેના વંશજોમાંથી પ્રજાઓના રાજાઓ ઊભા થશે.”


હવેથી તારું નામ અબ્રામ [અર્થાત્ ઉન્‍નતિ પામેલ પિતા] નહિ, પણ અબ્રાહામ [ઘણાનો પિતા] કહેવાશે. કારણ, મેં તને ઘણી પ્રજાઓનો પિતા બનાવ્યો છે.


તેમણે રિબકાને આશિષ આપતાં કહ્યું, “અમારી બહેન, તું કરોડો વંશજોની માતા થજે અને તારા વંશજો દુશ્મનોનાં નગરો કબજે કરજો.”


જ્યારે તેનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો તો જુઓ તેના પેટમાં જોડકાં બાળકો હતાં.


છોકરા મોટા થયા ત્યારે એસાવ કુશળ શિકારી બન્યો અને તેને વનવગડામાં ફરતા રહેવાનું ગમતું; જ્યારે યાકોબ સ્વભાવે શાંત હતો અને તે તંબુઓમાં સ્થાયી જીવન ગાળતો.


લોકો તારી સેવા કરો, પ્રજાઓ તારી આગળ નમો. તું તારા ભાઈઓનો માલિક થા, અને તારી માતાના પુત્રો તારી આગળ નમો. તને શાપ દેનાર પર શાપ ઊતરો, અને તને આશિષ દેનાર આશિષ પામો.”


ત્યારે ઇસ્હાક થરથર ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો, “તો પછી તારી પહેલાં મારી પાસે શિકાર મારી લાવ્યો તે કોણ? તારા આવ્યા પહેલાં મેં તેમાંથી ખાધું અને તેને આશિષ આપી, અને તે જરૂર આશિષ પામશે.”


ઇસ્હાકે એસાવને જવાબ આપ્યો, “જો મેં તેને તારો માલિક બનાવ્યો છે અને તેના બધા કુટુંબીજનોને તેના સેવકો બનાવ્યા છે. વળી, પોષણને માટે મેં તેને અનાજ અને દ્રાક્ષાસવ આપ્યાં છે. મારા દીકરા, હું હવે તારે માટે શું કરી શકું?”


તું તારી તલવારને જોરે જીવશે ને તારા ભાઈની સેવા કરશે, પણ તારાથી સહ્યું ન જાય ત્યારે તું તેની ઝૂંસરી તારી ગરદન પરથી ફગાવી દેશે.”


સંદેશકોએ યાકોબની પાસે પાછા આવીને કહ્યું, “અમે તમારા ભાઈ એસાવ પાસે જઈ આવ્યા. તે તમને મળવા આવે છે અને તેમની સાથે ચારસો માણસો છે.”


તે પોતે તેમની આગળ ચાલ્યો, અને પોતાના ભાઈની પાસે પહોંચતા સુધીમાં તો તેણે તેને સાત વાર ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા.


ઇઝરાયલીઓ પર કોઈ રાજા નહોતો તે પહેલાં અદોમ દેશ પર રાજ્ય કરનાર રાજાઓ આ છે.


પણ તેના પિતાએ નકાર કરતાં કહ્યું, “દીકરા, મને ખબર છે. એ પણ એક પ્રજાનો પિતા થશે અને મહાન થશે, પણ એનો નાનો ભાઈ એના કરતાં પણ મોટો થશે અને તેના વંશમાં પ્રજાઓના સમુદાયનું નિર્માણ થશે.”


તેણે આખા અદોમમાં લશ્કરી છાવણીઓ ઊભી કરી અને તેથી તે લોકોએ તાબેદારી સ્વીકારી. આમ, દાવિદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પ્રભુએ તેને વિજયવંત બનાવ્યો.


અદોમ દેશનો કોઈ રાજા નહોતો; યહૂદિયાના રાજાએ નીમેલો સૂબો તેના પર શાસન ચલાવતો હતો.


તેણે આખા અદોમમાં લશ્કરી થાણાં ઊભાં કર્યાં; અને સર્વ અદોમીઓ દાવિદને તાબે થયા. પ્રભુએ દાવિદને સર્વ ઠેકાણે વિજયી બનાવ્યો.


યરુશાલેમના વિજયવંત લોકો અદોમ પર હુમલો કરીને તેના પર શાસન ચલાવશે અને પ્રભુનું પોતાનું રાજ્ય થશે.”


મોશેએ કાદેશથી અદોમના રાજા પાસે સંદેશકો મોકલ્યા. તેમણે કહ્યું, “આ સંદેશો તમારા ભાઈ ઇઝરાયલ તરફથી છે. અમે કેવી મુસીબતોમાંથી પસાર થયા છીએ તે તમે જાણો છો.


તારા લોકોને તું આવો આદેશ આપ: તમારે હવે સેઈરમાં વસતા કુટુંબીજનો એસાવના વંશજોની સરહદમાં થઈને પસાર થવાનું છે. તેઓ તમારાથી બીશે.


“તેથી એલાહ તથા એસ્યોન ગેબેર નગરોથી અરાબા તરફ જતો રસ્તો પડતો મૂકીને આપણે સેઈરના પહાડીપ્રદેશમાં આપણાં કુટુંબીજનો એસાવના વંશજોની હદ બહારથી પસાર થયા અને મોઆબના રણપ્રદેશની તરફ પ્રયાણ કર્યું.


દાવિદ સૌથી નાનો પુત્ર હતો. તેના ત્રણ મોટાભાઈઓ શાઉલની લશ્કરી સેવામાં હતા,


Lean sinn:

Sanasan


Sanasan