Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 25:21 - પવિત્ર બાઇબલ C.L.

21 તેની પત્ની વંધ્યા હતી. તેથી તેણે તેને માટે પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ તે માન્ય કરી. રિબકા ગર્ભવતી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને ઇસહાકની પત્ની નિ:સંતાન હતી માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ઇસહાકની પત્ની નિઃસંતાન હતી માટે તેણે તેને સારુ ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેની પત્નીને બાળકો થતાં ન હતા. આથી ઇસહાકે તેના માંટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ ઇસહાકની પ્રાર્થના સાંભળી અને માંન્ય રાખી અને રિબકા ગર્ભવતી થઇ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 25:21
24 Iomraidhean Croise  

સારાય નિ:સંતાન હતી; કારણ, તે વંધ્યા હતી.


સારાયે અબ્રામને કહ્યું, “પ્રભુએ મને નિ:સંતાન રાખી છે એટલે તમે મારી દાસી સાથે સમાગમ કરો. કદાચ, હું તેના દ્વારા બાળકો પામું.”


પછી ઈશ્વરે રાહેલને સંભારી અને તેની વિનંતી માન્ય કરી અને તેનું વંધ્યત્વ દૂર કર્યું.


તેમણે પોતાનો ભરોસો ઈશ્વરમાં મૂકીને તેમને સહાયને માટે પ્રાર્થના કરી હતી. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને હાગ્રીઓ તથા તેમનાં મિત્ર રાજ્યો પર વિજય અપાવ્યો.


ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી અને યરુશાલેમ જઈને ફરી રાજ કરી શકે તે માટે છોડાવ્યો. ત્યારે મનાશ્શાને ખાતરી થઈ કે પ્રભુ યાહવે જ ઈશ્વર છે.


એટલે, ઈશ્વર અમારું રક્ષણ કરે તે માટે અમે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી અને ઈશ્વરે તે માન્ય કરી.


બાળકો તો પ્રભુ તરફથી મળેલો વારસો છે; સંતાનો તો તેમના તરફથી મળેલું પ્રતિદાન છે.


તે પોતાના ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે, તે તેમની અરજ સાંભળે છે ને તેમને ઉગારે છે.


સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે.


તે મને પોકારશે ત્યારે હું તેને ઉત્તર આપીશ, સંકટમાં હું તેની સાથે રહીશ; હું તેને મુક્ત કરીને સફળતાથી સન્માનિત કરીશ.


નેકજનની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે, પણ દુષ્ટો જેનાથી ડરે છે તે વિપત્તિઓ જ તેમના પર આવી પડશે.


તેથી ઇઝરાયલના પવિત્ર ઈશ્વર, એને ઘડનાર પ્રભુ કહે છે, “શું તમે મને મારાં બાળકોના ભાવિ વિષે પ્રશ્ર્ન પૂછશો? શું તમે મને મારા હાથનાં કામ વિષે સૂચના આપશો?


તું મદદને માટે હાંક મારશે ત્યારે હું પ્રભુ તને જવાબ આપીશ. જ્યારે તું મને બોલાવશે ત્યારે હું હાજર હોઈશ. જો તું જુલમની ઝૂંસરી દૂર કરે, આંગળી બતાવી ધમકી દેવાનું બંધ કરે અને ભૂંડું બોલવાથી દૂર રહે;


તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.


પણ દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઈશ નહિ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે, અને તારી પત્ની એલીસાબેતને પુત્ર થશે. તારે તેનું નામ યોહાન પાડવું.


તેઓ નિ:સંતાન હતાં; કારણ, એલીસાબેત વંધ્યા હતી, અને તે તથા ઝખાર્યા બન્‍ને ઘણી મોટી ઉંમરનાં હતાં.


તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”


એલીએ તેને આશિષ આપતાં કહ્યું, “તારું કલ્યાણ થાઓ, ઇઝરાયલના ઈશ્વર તારી માગણી પૂરી કરો.”


એલ્કાનાને બે પત્નીઓ હતી: હાન્‍ના અને પનિન્‍ના. પનિન્‍નાને બાળકો હતાં, પણ હાન્‍નાને કોઈ સંતાન નહોતું.


મેં પ્રભુ પાસે આ છોકરાની માગણી કરી હતી, અને મેં માગ્યું હતું તે તેમણે મને આપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan