Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:31 - પવિત્ર બાઇબલ C.L.

31 લાબાને કહ્યું, “ઈશ્વરથી આશિષ પામેલા, તમે અહીં બહાર કેમ ઊભા છો? ઘેર ચાલો. મેં તમારે માટે ઘર અને ઊંટો માટે જગ્યા તૈયાર રાખ્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેણે કહ્યું, “યહોવાથી આશીર્વાદ પામેલા, તમે ઘેર આવો. બહાર કેમ ઊભા રહ્યા છો? કેમ કે મેં ઘર તથા ઊંટોને માટે જગા તૈયાર કર્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 લાબાને કહ્યું, “તું ઈશ્વરથી આશીર્વાદિત છે, આવ, બહાર કેમ ઊભો છે? મેં તારા માટે ઉતારો તથા ઊંટોને સારુ જગ્યા તૈયાર કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 લાબાને કહ્યું, “પધારો શ્રીમાંન, આપનું સ્વાગત કરું છું, તમે અહીં બહાર કેમ ઊભા છો? મેં તમાંરા ઊંટોને માંટે એક જગ્યા તૈયાર રાખી છે, અને તમાંરા માંટે સૂવાનો ઓરડો પણ તૈયાર કરી દીધો છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:31
11 Iomraidhean Croise  

તેણે ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, “મારા સ્વામી, તમે મારા પર પ્રસન્‍ન થયા હો તો તમારા આ સેવક પાસેથી જતા રહેશો નહિ.


“મારા સ્વામીઓ, કૃપા કરીને તમારા સેવકને ઘેર પધારો. તમારા પગ ધૂઓ અને ત્યાં જ રાતવાસો કરો. પછી મળસ્કે ઊઠીને તમારે રસ્તે પડજો.” તેમણે કહ્યું, “ના, અમે તો નગરના ચોકમાં જ રાત ગાળીશું.”


છતાં તેના અતિ આગ્રહને વશ થઈને તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં રહ્યા. લોતે તેમને માટે જમણની વ્યવસ્થા કરી. તેણે ખમીરરહિત રોટલી બનાવડાવી. પછી તેમણે ભોજન લીધું.


લાબાને પોતાની બહેનને વાળી તેમજ હાથે બંગડીઓ પહેરેલી જોઈ હતી. વળી, તેણે પોતાની બહેન રિબકાને એમ કહેતાં સાંભળી હતી કે ‘તે માણસે મને આમ કહ્યું.’ એટલે તે પેલા માણસને મળવા ગયો તો તે ઝરા આગળ ઊંટો પાસે ઊભો હતો.


જેમ અમે તમને કંઈ નુક્સાન કર્યું નથી અને માત્ર તમારું ભલું જ કર્યું છે અને તમને સહીસલામત રીતે વિદાય કર્યા છે તેમ તમે પણ અમને કંઈ નુક્સાન કરશો નહિ. તમે તો પ્રભુથી આશિષ પામેલા છો.”


જ્યારે લાબાને પોતાના ભાણેજ યાકોબના સમાચાર સાંભળ્યા ત્યારે તે તેને દોડીને મળવા ગયો અને તેને ભેટીને ચુંબન કર્યું. તે તેને પોતાને ઘેર લઈ ગયો. પછી યાકોબે લાબાનને બધી વાત કરી.


આકાશ તથા પૃથ્વીના સર્જક પ્રભુ તમને આશિષ આપો.


બક્ષિસ મેળવનારની દષ્ટિમાં બક્ષિસ મૂલ્યવાન મણિ જેવી હોય છે; દરેક બાજુએથી તે ઉત્તમ જણાય છે.


બક્ષિસ માણસ માટે માર્ગ ખુલ્લો કરે છે, અને મહાનુભાવોની હાજરીમાં પહોંચવાનું પણ શકાય બનાવે છે.


તેણે પોતાની માતાને કહ્યું, “તારા ચાંદીના અગિયારસો સિક્કા ચોરાઈ ગયા ત્યારે તેં તે ચોરી જનારને મારા સાંભળતાં શાપ દીધો હતો. હવે આ રહ્યા એ પૈસા. મેં જ તે લીધા હતા.” તેની માતાએ કહ્યું, “બેટા, પ્રભુ તને આશિષ આપો!”


બોઆઝે કહ્યું, “રૂથ, પ્રભુ તને આશિષ આપો! તેં તારી સાસુ માટે અગાઉ જે ભલાઈ દર્શાવી એના કરતાં અત્યારે તું જે રીતે વર્તી રહી છે તેમાં તેં કુટુંબ પ્રત્યે વિશેષ નિષ્ઠા દાખવી છે. કારણ, તું કોઈ ગરીબ કે ધનવાન જુવાન પાસે પહોંચી ગઈ નથી.


Lean sinn:

Sanasan


Sanasan