Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:17 - પવિત્ર બાઇબલ C.L.

17 ત્યારે પેલો નોકર તેની પાસે દોડીને ગયો અને બોલ્યો, “તારી ગાગરમાંથી મને થોડું પાણી પીવડાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને ચાકર તેને મળવાને દોડયો, ને કહ્યું, “તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેને જોઈને ચાકર દોડીને તેની પાસે ગયો અને કહ્યું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવા માટે આપ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 અને જ્યારે તેણી ગાગર ભરીને પાછી આવી, નોકર તેની તરફ દોડ્યો અને બોલ્યો, “કૃપા કરીને તમાંરા ઘડામાંથી થોડું પાણી પીવા આપશો?”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:17
10 Iomraidhean Croise  

હજી તો હું મનમાં બોલતો હતો એવામાં જ રિબકા ખભે ગાગર લઈને નીકળી અને ઝરા પાસે ઊતરીને તેણે પાણી ભર્યું. મેં તેને કહ્યું, ‘મને પાણી પા.’


તેથી એલિયા સારફાથ ગયો અને તે નગરને દરવાજે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવાને બળતણ માટે લાકડાં વીણતી જોઈ. તેણે તેને કહ્યું, “કૃપયા માટે માટે થોડું પાણી લાવજે.”


તમે તરસ્યાને પાણી પાઓ. હે તેમાંના લોકો, તમે નિરાશ્રિતોને ખોરાક આપો.


એ દિવસે તમારા દુશ્મનોના કિલ્લા તોડી પડાશે અને તેમની ક્તલ થશે. તે દિવસે પ્રત્યેક ઊંચા પર્વત પરથી અને પ્રત્યેક ડુંગર પરથી પાણીનાં ઝરણાં વહેવા માંડશે.


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


એક સમરૂની સ્ત્રી પાણી ભરવા આવી. ઈસુએ તેને કહ્યું, “મને પાણી આપીશ?”


તે સ્ત્રીએ જવાબ આપ્યો, “તમે યહૂદી છો અને હું સમરૂની છું, તો તમે મારી પાસે પાણી કેમ માગો છો?” કારણ, યહૂદીઓ સમરૂનીઓ સાથે કંઈ વ્યવહાર રાખતા નથી.


Lean sinn:

Sanasan


Sanasan