Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:15 - પવિત્ર બાઇબલ C.L.

15 હજી તો તે બોલતો હતો એવામાં રિબકા ખભે ગાગર મૂકીને આવી પહોંચી. તે અબ્રાહામના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તેના બોલી રહ્યા અગાઉ એમ થયું કે, જુઓ, રિબકા, જે ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દિકરા બથુએલથી થયેલી તે ખભા પર ગાગર લઈને બહાર આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેની આ પ્રાર્થના પૂરી થયા અગાઉ રિબકા ખભા પર ગાગર સાથે ત્યાં આવી. રિબકા, ઇબ્રાહિમના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના દીકરા બથુએલની દીકરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 પછી નોકરની પ્રાર્થના પૂરી થતાં પહેલા જ ત્યાં રિબકા નામની કન્યા ખભા પર ઘડો લઈને આવી. રિબકા બથુએલની પુત્રી હતી. અને બથુએલ ઇબ્રાહિમના ભાઈ નાહોર અને મિલ્કાહનો પુત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:15
22 Iomraidhean Croise  

તેરાના વંશજો આ પ્રમાણે છે: અબ્રામ, નાહોર અને હારાન. હારાનનો પુત્ર લોત હતો.


અબ્રામે સારાય સાથે તથા નાહોરે મિલ્કા સાથે લગ્ન કર્યાં. મિલ્કા હારાનની પુત્રી હતી. હારાન યિસ્કાનો પણ પિતા હતો.


અબ્રાહામ વહેલી સવારે ઊઠયો. તેણે રોટલી તથા મશક લઈને હાગારને ખભે મૂકાવ્યાં. તેનો છોકરો પણ તેને સોંપ્યો અને તેને વિદાય કરી. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના રણપ્રદેશમાં ભટકવા લાગી.


હવે એવું થવા દો કે જે કન્યાને હું કહું કે, ‘તારી ગાગર નમાવ કે હું પાણી પીઉં’ અને જે કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ તે જ કન્યા તમારા સેવક ઇસ્હાકની પત્ની થવા તમે નક્કી કરેલી હોય. એ ઉપરથી હું જાણીશ કે મારા માલિક પર તમારી કૃપા છે.”


તે કન્યાએ કહ્યું, “હું નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી છું.”


હજી તો હું મનમાં બોલતો હતો એવામાં જ રિબકા ખભે ગાગર લઈને નીકળી અને ઝરા પાસે ઊતરીને તેણે પાણી ભર્યું. મેં તેને કહ્યું, ‘મને પાણી પા.’


ઇસ્હાકે 40 વર્ષની ઉંમરે મેસોપોટેમિયાના અરામી બથુએલની પુત્રી અને અરામી લાબાનની બહેન રિબકા સાથે લગ્ન કર્યાં.


તેણે તેમને પૂછયું, “તમે નાહોરના પુત્ર લાબાનને ઓળખો છો?” તેમણે કહ્યું, “અમે તેને ઓળખીએ છીએ.”


યાકોબ હજી તેમની સાથે વાત કરતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાનાં ઘેટાં લઈને આવી પહોંચી. કારણ, તે તેમને ચારવાનું કામ કરતી હતી.


નેકીવાનો પર પ્રભુની મીટ મંડાયેલી છે, અને તેમના પોકાર પ્રત્યે તેમના કાન ઉઘાડા છે;


હે પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, સમસ્ત માનવજાત પોતાનાં પાપોને લીધે તમારી પાસે આવશે.


એવામાં મિદ્યાનના યજ્ઞકારની સાત પુત્રીઓ ત્યાં આવી. તેમણે પોતાના પિતાના ઘેટાંબકરાંને પીવડાવવા પાણી ખેંચીને હવાડા ભર્યા.


તે પોતાના ઘરકુટુંબની બરાબર દેખરેખ રાખે છે, અને આળસની રોટલી ખાતી નથી.”


તું મદદને માટે હાંક મારશે ત્યારે હું પ્રભુ તને જવાબ આપીશ. જ્યારે તું મને બોલાવશે ત્યારે હું હાજર હોઈશ. જો તું જુલમની ઝૂંસરી દૂર કરે, આંગળી બતાવી ધમકી દેવાનું બંધ કરે અને ભૂંડું બોલવાથી દૂર રહે;


તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.


એમ રૂથે સાંજ સુધી કણસલાં વીણ્યાં. પછી પોતે વીણેલાં કણસલાં ઝૂડયાં તો તેમાંથી દસેક કિલો દાણા નીકળ્યા.


રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.”


Lean sinn:

Sanasan


Sanasan