Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પછી તેણે કહ્યું, “હે પ્રભુ, મારા માલિક અબ્રાહામના ઈશ્વર, મારું કાર્ય સફળ કરો, અને મારા માલિક અબ્રાહામ ઉપર કૃપા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેણે કહ્યું, “હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમારી વિનંતી કરું છું કે, આજે મારું કામ સફળ કરો, ને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, આજે મારું કામ સફળ કરો. મારા માલિક ઇબ્રાહિમ પર દયા કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:12
29 Iomraidhean Croise  

એ બનાવો પછી પ્રભુએ અબ્રામને સંદર્શન આપીને કહ્યું, “અબ્રામ, ગભરાઈશ નહિ, હું તારે માટે સંરક્ષક ઢાલ અને તારો મોટો પુરસ્કાર છું.”


પેલો માણસ તો પ્રભુએ તેનો પ્રવાસ સફળ કર્યો છે કે કેમ તે જાણવા કંઈપણ બોલ્યા વિના તેને એકીટશે ધ્યનથી જોઈ રહ્યો.


અને તે બોલ્યો, “મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, જેમણે મારા માલિક પર કૃપા કરી છે તેમને ધન્ય હો. પ્રભુ જ મને મારા પ્રવાસમાં મારા માલિકના ભાઈના ઘરને રસ્તે દોરી લાવ્યા છે.”


“આજે હું પેલા ઝરા પાસે આવીને બોલ્યો, ‘મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, મારા આ પ્રવાસને તમે સફળ બનાવવાના હો,


પછી મેં માથું નમાવીને પ્રભુનું ભજન કર્યું અને મારા માલિકના ઈશ્વર પ્રભુને ધન્યવાદ આપ્યો. કારણ, હું મારા માલિકના પુત્ર માટે તેમના ભાઈની પુત્રી પસંદ કરી શકું તે માટે તે મને સાચે રસ્તે દોરી લાવ્યા.


તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.”


પછી તું તે તારા પિતા પાસે લઈ જજે, જેથી તે ખાઈને પોતાના મૃત્યુ પહેલાં તે તને આશિષ આપે.”


ઇસ્હાકે તેને પૂછયું, “મારા દીકરા, તને આટલો જલદી શિકાર કેવી રીતે મળ્યો?” તેણે કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુએ મને તે મેળવી આપ્યો.”


તેના પર પ્રભુ ઊભેલા હતા. તેમણે કહ્યું, “હું યાહવે, તારા પિતા અબ્રાહામનો અને ઇસ્હાકનો ઈશ્વર છું. તું જે જમીન પર સૂતો છે તે હું તને અને તારા વંશજોને આપીશ.


જો મારા પિતાના ઈશ્વર, એટલે અબ્રાહામના ઈશ્વર તથા ઇસ્હાકના આરાધ્ય ઈશ્વર મારી સાથે ન હોત તો તમે મને ક્યારનોય ખાલી હાથે કાઢી મૂક્યો હોત. પરંતુ ઈશ્વરે મારાં દુ:ખ અને મહેનત જોયાં છે અને ગઈ કાલે રાત્રે તેમણે તમને ઠપકો આપ્યો છે.”


તમે તમારા આ સેવક પ્રત્યે જે એકધારો પ્રેમ અને નિષ્ઠા બતાવ્યાં છે તેને માટે હું લાયક નથી. કારણ, માત્ર મારી લાકડી લઈને મેં આ નદી ઓળંગી હતી. પણ આજે મારી પાસે આ બે જૂથ છે.


તે બોલ્યો, “હે પ્રભુ, મારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વર તથા મારા પિતા ઇસ્હાકના ઈશ્વર, તમે જ મને કહ્યું હતું કે, ‘તું તારા વતનમાં તારા લોકની પાસે પાછો જા, અને હું તારું ભલું કરીશ.


સર્વસમર્થ ઈશ્વર તમને એ માણસની દૃષ્ટિમાં દયા પમાડો, જેથી તે તમને, બીજા ભાઈને તથા બિન્યામીનને પાછા મોકલે. પછી ભલે મારે મારાં બાળકો ગુમાવવાં પડે.”


સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો.


તેણે એલિયાનો ઝભ્ભો ફરીથી પાણી પર અફાળીને કહ્યું, “એલિયાના ઈશ્વર પ્રભુ ક્યાં છે?” તેણે તે પાણી પર અફાળ્યો કે પાણીના બે ભાગ થઈ ગયા અને તે ચાલીને સામે તટે ગયો.


હે પ્રભુ, હવે તમે મારી પ્રાર્થના તથા તમારાથી ડરીને અદબ રાખનારા તમારા અન્ય સેવકોની પ્રાર્થના સાંભળો. આજે મને એવી સફળતા આપો કે જેથી મારા પર રાજાની કૃપા થાય.” એ સમયે હું રાજાને પીણું પીરસનાર હતો.


રાજાએ મને પૂછયું, “તારી શી માગણી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.


હે પ્રભુ, કૃપા કરી અમને બચાવો; હે પ્રભુ, કૃપા કરી અમને વિજયી બનાવો.


યરુશાલેમની આબાદી માટે પ્રાર્થના કરો; “હે યરુશાલેમ, તારા પર પ્રેમ કરનાર સમૃદ્ધ બનો.”


જો પ્રભુ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો પરિશ્રમ મિથ્યા છે; જો પ્રભુ નગરનું રક્ષણ ન કરે; તો ચોકીદારનો પહેરો ભરવો વ્યર્થ છે.


તારું ભાવિ જીવન પ્રભુને સોંપ; તેમના પર ભરોસો રાખ, એટલે તે તને સહાય કરશે.


તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. એ જ મારું સદાકાળનું નામ છે અને આવનાર બધી પેઢીઓ એ જ નામે મારું સ્મરણ કરશે.


વળી, તેમણે કહ્યું, “હું તારા પૂર્વજોનો ઈશ્વર છું. હું અબ્રાહામનો, ઇસ્હાકનો અને યાકોબનો ઈશ્વર છું.” તેથી મોશેએ પોતાનું મુખ સંતાડયું; કારણ, ઈશ્વરની સામે જોતાં તેને બીક લાગી.


તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.


ઈશ્વરે કહ્યું, ’હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું,’ એનો અર્થ એ થયો કે તે મરેલાંઓના નહિ, પણ જીવતાંઓના ઈશ્વર છે.


કોઈ બાબતની ચિંતા ન કરો. પણ તમારી સર્વ પ્રાર્થનાઓમાં, ઈશ્વરને તમારી જરૂરિયાતો માટે આભારી અંત:કરણ સાથે વિનંતી કરો.


Lean sinn:

Sanasan


Sanasan