Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 23:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેણે નગરના પ્રવેશદ્વારે એકઠા મળેલા આગેવાનોના સાંભળતા કહ્યું, “ના સાહેબ, મારી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા એ બન્‍ને આપી દઉં છું. હું તમને એ તમારા લોકોની સાક્ષીમાં આપી દઉં છું; તેમાં તમે તમારી મૃત પત્નીને દફનાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 “મારા સાહેબ, એમ નહિ, મારું સાંભળો; ખેતર હું તમને આપું છું, મારા લોકના દિકરાઓના દેખતાં તે હું તમને આપું છું. તમારી મૃત પત્નીને દાટજો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 “એવું નહિ, મારા માલિક. મારું સાંભળ. હું ખેતર અને તેમાં ગુફા છે તે પણ તને હું આપું છું. મારા લોકોના દીકરાઓના દેખતાં તે હું તને તારી મૃત પત્નીને દફનાવવા માટે આપું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 “ના, શ્રીમાંન, માંરી વાત સાંભળો. હું તમને એ ખેતર અને તેમાં આવેલી ગુફા બંને આપી દઉં છું. માંરા લોકોની સાક્ષીએ હું તમને તે આપી દઉં છું. તમે તેમાં તમાંરી પત્નીને દફનાવો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 23:11
15 Iomraidhean Croise  

અબ્રાહામે તે દેશના લોકોને પ્રણામ કર્યા,


પણ ઉમદા માણસ ઉમદા યોજનાઓ ઘડે છે અને તે પોતાનાં ઉમદા કાર્યોથી ટકી રહે છે.


ખૂનના આરોપીને બે અથવા તેથી વધુ સાક્ષી પુરાવાઓને આધારે જ ખૂની ઠરાવીને મૃત્યુની સજા ફટકારી શકાય. ફક્ત એક જ સાક્ષીનો પુરાવો મૃત્યુદંડ આપવા માટે પૂરતો નથી.


પછી ત્યાં ઊભેલાઓને તેણે કહ્યું, ‘તેની પાસેથી સોનામહોર લઈ લો અને જે નોકર પાસે દસ સોનામહોર છે તેને આપો.’


પરંતુ બે કે તેથી વધારે સાક્ષીઓની જુબાનીને આધારે જ એ વ્યક્તિને દેહાંતદંડની સજા કરવામાં આવે અને માત્ર એક જ સાક્ષીની જુબાનીથી તેને દેહાંતદંડની સજા કરવી નહિ.


“એક જ સાક્ષીની જુબાનીથી કોઈને દોષિત ઠરાવી શકાય નહિ. બે અથવા ત્રણ સાક્ષીઓની જુબાનીને આધારે જ કોઈ માણસ પરનો આરોપ પુરવાર થવો જોઈએ.


બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો.


લોકોએ કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” વળી, આગેવાનોએ કહ્યું, “પ્રભુ એવું કરે કે તારા ઘરમાં આવનાર સ્ત્રી રાહેલ અને લેઆહના જેવી ફળવંત થાય. તું એફ્રાથી ગોત્રમાં સમૃદ્ધ અને બેથલેહેમમાં નામાંક્તિ થાઓ.


મને થયું કે તને પણ એ વાત જણાવું. હવે તારી ઇચ્છા હોય તો અહીં બેઠેલા લોકો અને આગેવાનોની રૂબરૂમાં તું તે જમીન ખરીદ કર. પણ જો તારે તે ન જોઈતી હોય, તો મને કહે; કારણ, તે ખરીદવાનો પહેલો હક્ક તારો છે અને તે પછી જ મારો હક્ક છે.” પેલા માણસે કહ્યું, “હું તે ખરીદીશ.”


બોઆઝે આગેવાનોને તથા સર્વ લોકોને કહ્યું, “તમે બધા સાક્ષી છો કે, એલીમેલેખ, કિલ્યોન તથા માહલોનની સર્વ માલમિલક્ત હું આજે ખરીદી લઉં છું.


Lean sinn:

Sanasan


Sanasan