Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 22:3 - પવિત્ર બાઇબલ C.L.

3 બીજે દિવસે વહેલી સવારે અબ્રાહામે દહનબલિ માટે લાકડાં કાપ્યાં, ગધેડાં પર બાંધ્યાં અને ઇસ્હાક તથા પોતાના બે નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો, ને ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દિકરા ઇસહાકને પોતાની સાથે લીધા; અને તેણે દહનીયાર્પણને માટે લાકડાં‍ ચીર્યાં, ને તે ઊઠયો, ને ઈશ્વરે તેને જે જગા બતાવી હતી ત્યાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી ઇબ્રાહિમ વહેલી સવારે ઊઠ્યો અને તેણે ગધેડા પર જીન બાંધ્યું. તેના બે યુવાન ચાકરોને તથા દીકરા ઇસહાકને તેની સાથે લીધા. દહનીયાર્પણને સારુ લાકડાં પણ લીધાં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ત્યાં તેઓ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી ઇબ્રાહિમ સવારે વહેલો ઊઠયો અને તેણે ગધેડા પર જીન નાખ્યું. ઇબ્રાહિમે તેના પુત્ર ઇસહાક અને બે નોકરોને સાથે લીધા. ઇબ્રાહિમે યજ્ઞ માંટે લાકડાં કાપીને તૈયાર કર્યા. અને પછી દેવે કહ્યું હતું તે જગ્યાએ જવા નીકળ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 22:3
16 Iomraidhean Croise  

ઈશ્વરે કહ્યું હતું તે પ્રમાણે અબ્રાહામે તે જ દિવસે પોતાના ઘરના પ્રત્યેક પુરુષની એટલે, પોતાના પુત્ર ઇશ્માએલની તથા પોતાના ઘરમાં જન્મેલા કે પૈસાથી ખરીદેલા બધા ગુલામોની સુન્‍નત કરાવી.


અબ્રાહામ વહેલી સવારે ઊઠયો. તેણે રોટલી તથા મશક લઈને હાગારને ખભે મૂકાવ્યાં. તેનો છોકરો પણ તેને સોંપ્યો અને તેને વિદાય કરી. હાગાર ત્યાંથી નીકળીને બેરશેબાના રણપ્રદેશમાં ભટકવા લાગી.


તારા વંશ દ્વારા પૃથ્વી પરની બધી પ્રજાઓ આશિષ પામશે. કારણ, તેં મારી આજ્ઞા પાળી છે.”


ઈશ્વરે કહ્યું, “તારો પુત્ર, તારો એકનોએક પુત્ર ઇસ્હાક, જેના પર તું અત્યંત પ્રેમ રાખે છે તેને લઈને મોરિયા પ્રદેશમાં જા, અને ત્યાં હું દેખાડું તે પર્વત પર તેનું મને દહનબલિ તરીકે અર્પણ ચડાવ.”


ત્રીજે દિવસે અબ્રાહામે નજર ઉઠાવીને દૂરથી તે સ્થળ જોયું.


તમારી આજ્ઞાઓ પાળવામાં મેં તત્પરતા દાખવી છે, અને કદી વિલંબ કર્યો નથી.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


મારા કરતાં જે કોઈ પોતાના પિતા કે માતા પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. મારા કરતાં જે કોઈ પોતાના પુત્ર કે પુત્રી પર વધુ પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી.


તેમણે પાછા ફરીને તેમને કહ્યું, “જે મને અનુસરવા માગે છે તે પોતાના પિતા, માતા, પત્ની અને બાળકો, ભાઈઓ અને બહેનો અરે, પોતાની જાતનો પણ તિરસ્કાર ન કરે, તો તે મારો શિષ્ય બની શક્તો નથી.


ઈસુ વિષેનો શુભસંદેશ હું બિનયહૂદીઓને પ્રગટ કરું માટે તેમણે પોતાના પુત્રને મારામાં પ્રગટ કરવાનું નક્કી કર્યું ત્યારે મેં કોઈની પણ સલાહ લીધી નહિ.


ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો.


બીજે દિવસે સવારે યહોશુઆ અને સર્વ ઇઝરાયલી લોકો વહેલા ઊઠયા અને શિટ્ટિમમાંથી છાવણી ઉપાડીને યર્દન આગળ આવ્યા. તેમણે નદી પાર કરી તે પહેલાં તેમણે ત્યાં છાવણી નાખી.


વહેલી સવારે યહોશુઆ ઊઠયો અને તેણે બધા સૈનિકોને એકત્ર કરી તેમની હાજરી પૂરી. પછી તે તથા ઇઝરાયલના આગેવાનો તેમની સરદારી હેઠળ તે સૈનિકોને લઈને આય ગયા.


Lean sinn:

Sanasan


Sanasan