Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 22:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તારા વંશ દ્વારા પૃથ્વી પરની બધી પ્રજાઓ આશિષ પામશે. કારણ, તેં મારી આજ્ઞા પાળી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે; કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તારા વંશજોથી પૃથ્વીના સર્વ લોક આશીર્વાદિત થશે, કેમ કે તેં મારું કહ્યું માન્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અને તારા વંશજો દ્વારા ધરતી પરની તમાંમ પ્રજા આશીર્વાદ પામશે, કારણ કે તેં માંરું કહ્યું માંન્યું છે અને તે પ્રમાંણે કર્યુ છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 22:18
22 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


તને આશિષ આપનારાઓને હું આશિષ આપીશ; જ્યારે તને શાપ આપનારાઓને હું શાપ આપીશ. તારા દ્વારા હું પૃથ્વીની સર્વ પ્રજાઓને આશિષ આપીશ.”


અબ્રાહામ દ્વારા તો હું એક મહાન અને સમર્થ પ્રજા ઊભી કરવાનો છું અને પૃથ્વીની બધી પ્રજાઓ તેની મારફતે આશિષ પ્રાપ્ત કરશે.


કારણ, મેં જ તેને પસંદ કર્યો છે. તે તેનાં સંતાનોને અને તેના પછી આવનાર પરિવારોને આજ્ઞા કરશે કે, જે સાચું અને યથાર્થ છે તેનું પાલન કરીને તેઓ પ્રભુના માર્ગમાં ચાલે જેથી અબ્રાહામને આપેલું વચન હું પાળી શકું.”


પછી અબ્રાહામે પોતાના પુત્રને મારવા હાથમાં છરો ઉપાડયો.


બીજે દિવસે વહેલી સવારે અબ્રાહામે દહનબલિ માટે લાકડાં કાપ્યાં, ગધેડાં પર બાંધ્યાં અને ઇસ્હાક તથા પોતાના બે નોકરોને સાથે લઈને પ્રભુએ તેને જે સ્થળે જવા આજ્ઞા કરી હતી તે તરફ ચાલી નીકળ્યો.


પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.


તેનું નામ અમર રહો! સૂર્ય તપે ત્યાં સુધી તેની કીર્તિ તપો! સર્વ રાષ્ટ્રો તેના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો અને તેઓ તેને ધન્ય કહો.


મોશે અને આરોને બરાબર પ્રભુની આજ્ઞા પ્રમાણે જ કર્યું.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


મેં તમને એ પણ કહ્યું હતું કે, મારી વાણીને આધીન થાઓ એટલે હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોક થશો. તમારું સમગ્ર આચરણ મારી આજ્ઞાઓ પ્રમાણે રાખો તો તમારું ભલું થશે.


ઈસુ ખ્રિસ્તના પૂર્વજોની યાદી આ પ્રમાણે છે: તે દાવિદના વંશજ હતા, દાવિદ અબ્રાહામનો વંશજ હતો.


ઈશ્વરે પોતાના સંદેશવાહકો દ્વારા આપેલાં વચનો તમારે માટે છે અને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરેલા કરારના તમે ભાગીદાર છો. એટલે તેમણે અબ્રાહામને કહ્યું હતું તેમ, ‘તારા વંશજ દ્વારા હું પૃથ્વી પરના સર્વ લોકોને આશિષ આપીશ.’


આ શુભસંદેશ તેમના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે છે. માનવ શરીરના સંબંધમાં તો તે દાવિદના કુળમાં જન્મેલા હતા;


હવે ઈશ્વરે તેમનાં વરદાન અબ્રાહામ અને તેના વંશજને આપ્યાં હતાં. “અને તારાં વંશજોને” એટલે કે, ઘણા લોકને એવું શાસ્ત્રમાં લખેલું નથી. પણ શાસ્ત્રમાં લખેલું છે, “અને તારા વંશજને” જેનો અર્થ ફક્ત એક વ્યક્તિને એવો થાય છે, અને એ વ્યક્તિ તો ખ્રિસ્ત છે.


કારણ, જો ઈશ્વરદત્ત વારસાનો આધાર નિયમશાસ્ત્ર પર હોય, તો પછી તેનો આધાર વરદાન પર નથી. પણ હકીક્તમાં ઈશ્વરે તો અબ્રાહામને એ વારસો વરદાનથી આપેલ છે.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.


Lean sinn:

Sanasan


Sanasan