Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 21:9 - પવિત્ર બાઇબલ C.L.

9 એક વખતે સારાએ ઇજિપ્તી હાગારથી થયેલા અબ્રાહામના પુત્ર ઇશ્માએલને ઇસ્હાકને ચીડવતો જોયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ ચેષ્ટા કરતો જોયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ હાગાર મિસરીના દ્વારા ઇબ્રાહિમને જે દીકરો થયો હતો તેને સારાએ મશ્કરી કરતો જોયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી મિસરી દાસી હાગારથી ઇબ્રાહિમને એક પુત્ર થયો હતો. એક વાર સારાએ હાગારના પુત્રને ઇસહાકની મશ્કરી કરતા જોયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 21:9
19 Iomraidhean Croise  

અબ્રામની પત્ની સારાયને સંતાન થતાં નહોતાં. તેને હાગાર નામે એક ઇજિપ્તી દાસી હતી.


અબ્રામને હાગારના પેટે પુત્ર જન્મ્યો. અબ્રામે હાગારને પેટે જન્મેલા પોતાના પુત્રનું નામ ઇશ્માએલ પાડયું.


ઇશ્માએલ વિષે પણ મેં તારી અરજ સાંભળી છે. જો, હું તેને આશિષ આપીશ, તેની વંશવૃદ્ધિ કરીશ અને તેના વંશજોની સંખ્યા ઘણી વધારીશ. તે બાર કુળના પ્રથમ પૂર્વજોનો પિતા થશે અને તેનાથી હું એક મોટી પ્રજા ઊભી કરીશ.


બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. ઇસ્હાકે ધાવણ છોડયું તે દિવસે અબ્રાહામે મોટું જમણ આપ્યું.


સંદેશકો એફ્રાઈમ અને મનાશ્શાના પ્રદેશોનાં સઘળાં નગરોમાં અને ઉત્તરમાં છેક ઝબુલૂન કુળના પ્રાંત સુધી ગયા, પણ લોકોએ તેમને હસી કાઢયા અને તેમનો તિરસ્કાર કર્યો.


પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.


“પરંતુ હવે તો જેમના પિતાઓને હું ઘેટાંના ટોળાં સાચવનાર કૂતરા જેવા ઊતરતી કક્ષાના ગણતો તેવા વયમાં મારાથી નાના મારી ઠેકડી ઉડાવે છે.


પણ હું તો માણસ નહિ, પણ માત્ર કીડો છું; માણસો મને ધૂત્કારે છે અને લોકો મને તુચ્છ ગણે છે.


મારા વેરીઓ જાણે મારાં હાડકાં તોડવા કારી ઘા કરતા હોય, તેમ મને મહેણાં મારે છે. તેઓ મને નિરંતર પૂછયા કરે છે: “તારો ઈશ્વર ક્યાં છે?”


બાળક તેના આચરણ પરથી ઓળખાઈ આવે છે કે, તેનાં કામ શુદ્ધ અને પ્રામાણિક છે કે નહિ.


ઉદ્ધતને હાંકી કાઢશો તો કજિયાકંક્સ આપોઆપ શમી જશે; એ સાથે જ તકરાર અને ગાળાગાળી પણ ટળી જશે.


નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે.


તેમાં લખેલું છે કે, અબ્રાહામને બે પુત્રો હતા. એક પુત્ર ગુલામ સ્ત્રીથી જન્મેલો હતો, અને બીજો પુત્ર સ્વતંત્ર સ્ત્રીથી જન્મેલો હતો.


તે સમયે કુદરતી રીતે જન્મેલા પુત્રે ઈશ્વરના આત્માથી જન્મેલા પુત્રની સતાવણી કરી હતી. આજે પણ એવું જ છે.


કેટલાકની મશ્કરી કરવામાં આવી અને કોરડા મારવામાં આવ્યા, બીજા કેટલાકને બાંધીને જેલમાં પૂરવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan