Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 21:8 - પવિત્ર બાઇબલ C.L.

8 બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. ઇસ્હાકે ધાવણ છોડયું તે દિવસે અબ્રાહામે મોટું જમણ આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તે બાળક મોટો થયો, ને તેને ધાવણ મૂકાવ્યું; અને ઇસહાકે દૂધ છોડયું, તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે બાળક મોટો થયો અને તેને દૂધ છોડાવવામાં આવ્યું. ઇસહાકે જયારે દૂધ છોડ્યું તે દિવસે ઇબ્રાહિમે મોટી મિજબાની કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હવે બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. તે દિવસે ઇબ્રાહિમે એક મોટી ઉજવણી કરી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 21:8
16 Iomraidhean Croise  

છતાં તેના અતિ આગ્રહને વશ થઈને તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં રહ્યા. લોતે તેમને માટે જમણની વ્યવસ્થા કરી. તેણે ખમીરરહિત રોટલી બનાવડાવી. પછી તેમણે ભોજન લીધું.


વળી, તેણે કહ્યું, “અબ્રાહામને કોણે કહ્યું હોત કે સારા બાળકને ધવડાવશે? છતાં તેની વૃદ્ધાવસ્થામાં મેં પુત્રને જન્મ આપ્યો છે.”


એક વખતે સારાએ ઇજિપ્તી હાગારથી થયેલા અબ્રાહામના પુત્ર ઇશ્માએલને ઇસ્હાકને ચીડવતો જોયો.


પછી ઇસ્હાકે તેમને માટે જમણ કર્યું અને તેમણે ખાધુંપીધું.


તેથી લાબાને ગામના બધા લોકોને ભેગા કર્યા અને જમણ કર્યું.


ત્રીજે દિવસે ફેરોનો જન્મદિવસ હતો. તેણે પોતાના બધા અધિકારીઓને મિજબાની આપી.


આબ્નેર વીસ માણસો સાથે દાવિદ પાસે હેબ્રોનમાં આવ્યો ત્યારે દાવિદે તેમને મિજબાની આપી.


શલોમોન જાગી ઊઠયો, અને તેને ખબર પડી કે સ્વપ્નમાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી. પછી તે યરુશાલેમ ગયો અને પ્રભુની કરારપેટી સમક્ષ ઊભા રહીને પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. પછી તેણે પોતાના સર્વ અધિકારીઓને મિજબાની આપી.


તેના અમલના ત્રીજે વર્ષે તેણે તેના રાજદરબારીઓ અને સેવકોને ભવ્ય મિજબાની આપી. ઇરાન તથા માદાયના સર્વ લશ્કરી અમલદારો, પ્રાંતોના રાજ્યપાલો અને અગ્રણીઓ તેમાં હાજર રહ્યા હતા.


મેં મારો પ્રાણ સ્વસ્થ અને શાંત કર્યો છે; સ્તનપાન કરતાં કરતાં માની ગોદમાં શાંતિથી પડેલા એક બાળકની જેમ મારો પ્રાણ નિશ્ર્વિંત બન્યો છે.


પુત્રીને ધાવણ છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો.


તેના પિતા છોકરીને ઘેર ગયા, અને શિમશોને ત્યાં મિજબાની આપી. જુવાનોમાં એવું કરવાનો રિવાજ હતો.


શિમશોને તેમને કહ્યું, “હું તમને એક ઉખાણું કહીશ. લગ્નની મિજબાનીના સાત દિવસ પૂરા થયા પહેલાં તમે મને તેનો અર્થ કહેશો તો તમારામાંથી ત્રીસે જણને હું મુલાયમ અળસીરેસાનાં ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપીશ. પણ જો તમે મને એનો અર્થ ન કહી શકો તો તમારે મને ત્રીસ ઝભ્ભા અને ત્રીસ જોડ વસ્ત્રો આપવાં પડશે.” તેમણે કહ્યું, “અમને ઉખાણું તો કહી સંભળાવ.”


પણ હાન્‍ના ગઈ નહિ. તેણે તેના પતિને કહ્યું, “છોકરાને દૂધ મૂકાવ્યા પછી હું તેને તરત જ પ્રભુના ઘરમાં તેમની સમક્ષ લઈ જઈશ, અને તે જીવનભર ત્યાં જ રહેશે.”


તેને દૂધ છોડાવ્યા પછી તે તેને શીલો લઈ ગઈ. તે પોતાની સાથે ત્રણ વર્ષનો વાછરડો, દસ કિલોગ્રામ લોટ અને ચામડાની મશક ભરીને દ્રાક્ષાસવ લઈ ગઈ. તે તેને શીલોમાં પ્રભુના ભક્તિસ્થાનમાં લઈ ગઈ ત્યારે તે બાળક જ હતો.


અબિગાઇલ નાબાલ પાસે પાછી ગઈ તો તે ઘેર રાજદ્વારી મિજબાની માણતો હતો. તે પીધેલો અને મસ્ત હતો. એટલે બીજા દિવસની સવાર સુધી તેણે તેને કંઈ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan