Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 21:7 - પવિત્ર બાઇબલ C.L.

7 વળી, તેણે કહ્યું, “અબ્રાહામને કોણે કહ્યું હોત કે સારા બાળકને ધવડાવશે? છતાં તેની વૃદ્ધાવસ્થામાં મેં પુત્રને જન્મ આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેણે કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેત કે સારા છોકરાને ધવડાવશે? કેમ કે તેના ઘડપણમાં મેં દિકરાને જન્મ આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે એમ પણ કહ્યું, “ઇબ્રાહિમને કોણ કહેશે કે સારા છોકરાંને પોતાનું દૂધ પીવડાવશે? તેની વૃદ્ધાવસ્થામાં પણ મેં તેના માટે એક દીકરાને જન્મ આપ્યો છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 કોઈ પણ એમ ધારતું નહોતું કે, સારા ઇબ્રાહિમ માંટે પુત્રને જન્મ આપશે, છતાં મેં એના ઘડપણમાં દીકરાને જન્મ આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 21:7
15 Iomraidhean Croise  

ત્યારે અબ્રાહામે ભૂમિ સુધી માથું નમાવીને પ્રભુને પ્રણામ કર્યા. તે હસ્યો અને મનમાં બોલ્યો, “શું સો વર્ષના માણસને પુત્ર થશે? નેવું વર્ષની વયે શું સારા બાળકને જન્મ આપશે?”


પ્રભુએ અબ્રાહામને કહ્યું, “‘હું વૃદ્ધ હોવા છતાં મને પુત્ર થાય ખરો?’ એવું કહેતાં સારા કેમ હસી?


બાળક મોટો થયો અને તેને ધાવણ છોડાવવામાં આવ્યું. ઇસ્હાકે ધાવણ છોડયું તે દિવસે અબ્રાહામે મોટું જમણ આપ્યું.


રાણીએ તેને રાજ્યમહેલમાં ઉછેર્યો અને તે ત્યાં રાજાના પુત્રો સાથે રહ્યો.


બીજી સવારે હું જાગી ઊઠી અને મારા દીકરાને દૂધપાન કરાવવા જતી હતી ત્યારે ખબર પડી કે તે મરેલો છે. મેં તેના તરફ ધારીને જોયું તો તે મારો પુત્ર નહોતો.”


તમે સાચે જ મહાન છો અને અજાયબ કાર્યો કરો છો; એકમાત્ર તમે જ ઈશ્વર છો.


હે પ્રભુ, અન્ય દેવોમાં તમારા સરખા ઈશ્વર કોઈ નથી. તમારાં કાર્યો જેવાં કાર્યો પણ કોઈનાં નથી.


ત્યારે તું તારા મનમાં કહીશ, “આ બધાં બાળકોને કોણે જન્મ આપ્યો? મને તો સંતાનવિયોગ થયેલો અને બીજાં સંતાનની તો આશા નહોતી! મને તો દેશનિકાલમાં ઘસડી જવામાં આવી હતી અને તજી દેવામાં આવી હતી. તો એમને કોણે ઉછેર્યાં? હું તો એકલીઅટૂલી હતી, તો પછી આ બધાં આવ્યાં ક્યાંથી?”


શું કોઈએ આવું કદી જોયું કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં દેશનો પ્રસવ થઈ જાય? શું એક ક્ષણમાં પ્રજાનો ઉદ્ભવ થઈ જાય? પણ સિયોનને તો પ્રસવવેદના થતાંની સાથે જ તે સંતાનોને જન્મ આપશે.


“તારે ત્યાં પુત્ર જન્મ્યો છે” એવા સમાચાર લાવી મારા પિતાને આનંદિત કરનાર માણસ પણ શાપિત હો!


ઇઝરાયલી પ્રજાની વિરુધ કોઈ તંત્રમંત્ર ચાલે એમ નથી, યાકોબના વંશજો વિરુધ કોઈ જાદુમંતર સફળ થાય એમ નથી, હવે તો લોકો ઇઝરાયલીઓ વિષે કહેશે, ‘જુઓ તો ખરા, તેમના ઈશ્વરે કેવું અજાયબ કામ કર્યું છે!’


જેથી વર્તમાન સમયમાં સ્વર્ગીય ક્ષેત્રના અધિકારીઓ અને સત્તાધીશો મંડળીની મારફતે ઈશ્વરનું બહુવિધ જ્ઞાન જાણી શકે.


જયારે સર્વ લોકની પાસેથી મહિમા અને સર્વ વિશ્વાસીઓ પાસેથી માન મેળવવાને ઈસુ આવશે તે દિવસે આમ બનશે. અમે તમને જણાવેલા સંદેશા પર તમે વિશ્વાસ કર્યો હોવાથી તમે પણ તેમનામાં હશો.


Lean sinn:

Sanasan


Sanasan