Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પછી અબિમેલેખે અબ્રાહામને બોલાવીને કહ્યું, “તેં અમારી સાથે આવો વર્તાવ કેમ કર્યો? મેં તારો શો ગુનો કર્યો છે કે તેં મને અને મારા લોકને ભયંકર પાપમાં નાખ્યા? તેં મારી સાથે નહિ કરવા જેવો વર્તાવ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને અબીમેલેખે ઇબ્રાહિમને તેડાવીને તેને કહ્યું, “આ તેં અમને‍ શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામો કરવાં યોગ્ય નથી તે તેં મારા પ્રત્યે કર્યાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવીને કહ્યું, “આ તેં અમને શું કર્યું છે? મેં તારો શો અપરાધ કર્યો છે કે, તું મારા પર તથા મારા રાજ્ય પર મોટું પાપ લાવ્યો છે? જે કામ કરવા યોગ્ય ન હતું તે તેં મારા પ્રત્યે કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી અબીમેલેખે ઇબ્રાહિમને બોલાવ્યો અને તેને કહ્યું, “તમે માંરી સાથે આમ કેમ કર્યું? મેં તમાંરો શો ગુનો કર્યો હતો કે, તમે ‘આ માંરી બહેન છે.’ એમ જૂઠું બોલીને મને અને માંરા રાજયને મોટાં પાપમાં નાખ્યાં? તમાંરે માંરી સાથે આવો વર્તાવ નહોતો કરવો જોઈતો, તમે શું સમજીને આમ કર્યું?

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:9
20 Iomraidhean Croise  

તેથી ફેરોએ અબ્રામને બોલાવીને કહ્યું, “તું મારી સાથે એવી રીતે કેમ વર્ત્યો? તે તારી પત્ની છે એવું તેં કેમ કહ્યું નહિ?


તેં કેવા વિચારથી એવું કર્યું?”


તેથી અબિમેલેખે વહેલી સવારે ઊઠીને પોતાના બધા નોકરોને બોલાવ્યા અને તેમને બધી વાતો કહી સંભળાવી એટલે તેઓ પણ ખૂબ ગભરાયા.


અબિમેલેખે કહ્યું, “તેં અમને આ શું કર્યું? મારા લોકમાંથી કોઈ તારી સ્ત્રી સાથે સહેજે સૂઈ જાત અને એમ તું અમારા પર દોષ લાવત.”


સવારમાં યાકોબે જોયું તો તે લેઆહ હતી. એટલે યાકોબે લાબાનને કહ્યું, “તમે આ શું કર્યું? શું મેં રાહેલને માટે તમારે ત્યાં કામ કર્યું નહોતું? તો તમે મને કેમ છેતર્યો?”


એવામાં યાકોબના પુત્રો એ વાત સાંભળીને ખેતરેથી ઘેર આવ્યા; તેમને આઘાત લાગ્યો હતો અને ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. કારણ, શખેમે યાકોબની પુત્રી પર બળાત્કારનું અઘટિત કામ કરીને ઇઝરાયલના કુટુંબને મોટું કલંક લગાડયું હતું.


લગભગ ત્રણેક મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધૂએ વ્યભિચાર કર્યો છે અને તેની બદચાલને પરિણામે તે ગર્ભવતી થઈ છે.” યહૂદાએ કહ્યું, “તેને બહાર લઈ જઈને બાળી મૂકો.”


આ ઘરમાં તેમણે મને તેમના જેટલી જ સત્તા સોંપી છે, અને તમે તેમનાં પત્ની છો એટલે માત્ર તમારા સિવાય તેમણે મારાથી બીજું કંઈ પાછું રાખ્યું નથી. તો પછી એવું દુષ્ટ કામ કરીને હું કેવી રીતે ઈશ્વર વિરુદ્ધ પાપ કરી શકું?”


પેલા શ્રીમંત પર દાવિદનો ક્રોધ તપી ઊઠયો. તેણે નાથાનને કહ્યું, “હું જીવંત પ્રભુને નામે સોગંદ ખાઉં છું કે એવું કરનાર માણસ મૃત્યુદંડ પામવાને પાત્ર છે.


તેણે કહ્યું, “ના, મારા ભાઈ, મારા પર બળાત્કાર ન કરીશ. ઇઝરાયલમાં આવું ન થવું જોઈએ.


તેણે આરોનને કહ્યું, “લોકોએ તને શું કર્યું કે તેં તેમને આવા મોટા પાપમાં પ્રેર્યા?”


તેથી પ્રભુએ લોકો પર રોગચાળો મોકલ્યો. કારણ, તેમણે આરોનને સોનાનો વાછરડો બનાવવાની ફરજ પાડી હતી.


સદાચારી માણસને કુમાર્ગે દોરી જનાર પોતે ખોદેલા ખાડામાં પડશે. પરંતુ પ્રામાણિક જનને ઉચ્ચ વારસો પ્રાપ્ત થશે.


“જો કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે બન્‍નેને મારી નાખવાં.


ઈશ્વરની પાસે કોઈ ભેદભાવ નથી.


તેમને બોલતા બંધ કરી દેવા જોઈએ. કારણ, તેઓ ખોટું શિક્ષણ આપીને કેટલાંયે કુટુંબોને બરબાદ કરે છે. તેમનો ઇરાદો તો પૈસા કમાવાનો છે અને તે શરમજનક છે.


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


યહોશુઆએ તેને પૂછયું, “તું શા માટે અમારા પર આવી આફત લાવ્યો? હવે પ્રભુ તારા પર આફત લાવશે!” સર્વ લોકોએ આખાનને પથ્થરે માર્યો; તેમણે તેના કુટુંબીજનોને પણ પથ્થરે માર્યાં અને તેમને તથા તેમની માલમિલક્તને આગમાં બાળી નાખ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan