Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પણ રાત્રે ઈશ્વરે અબિમેલેખને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “જો, તારા ઘરમાં તેં જે સ્ત્રી રાખી છે તેને લીધે તારું મોત આવી લાગ્યું છે. કારણ, તે પરણેલી સ્ત્રી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ રાત્રે સ્વપનમાં ઈશ્વરે અબીમેલેખની પાસે આવીને કહ્યું, જો, જે સ્‍ત્રી તેં લીધી છે તેને લીધે તું પોતાને મૂએલો જ જાણજે; કેમ કે તે પરણેલી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે અબીમેલેખને કહ્યું, “તું પોતાને મરણ પામેલો જાણજે, કેમ કે જે સ્ત્રીને તેં પચાવી પાડી છે, તે એક પુરુષની પત્ની છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પરંતુ એક વખત રાત્રે દેવે અબીમેલેખને સ્વપ્નમાં દર્શન આપ્યા અને વાત કરી. દેવે કહ્યું, “જો, જે સ્ત્રીને તેં ઘરમાં રાખી છે તેને કારણે તારું આવી બન્યું છે. કારણ તે પરસ્ત્રી છે. તું મરવાનો છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:3
22 Iomraidhean Croise  

ફેરોએ સારાયને પોતાને ત્યાં રાખી તેથી પ્રભુએ ફેરો અને તેના પરિવાર પર ભયંકર રોગ મોકલ્યો.


તેથી ફેરોએ અબ્રામને બોલાવીને કહ્યું, “તું મારી સાથે એવી રીતે કેમ વર્ત્યો? તે તારી પત્ની છે એવું તેં કેમ કહ્યું નહિ?


તેથી હવે તું તે માણસને તેની પત્ની પાછી સોંપી દે, કારણ, તે ઈશ્વરનો સંદેશવાહક છે. તે તારે માટે પ્રાર્થના કરશે એટલે તું જીવતો રહેશે. પણ જો તું તેને પાછી નહિ સોંપે તો સમજી લેજે કે તારું તથા તારા સર્વ લોકનું મોત નિશ્ર્વિત છે.”


તેને એક સ્વપ્ન આવ્યું: તેણે પૃથ્વી પર ઊભી કરાયેલી એક સીડી જોઈ. તેની ટોચ આકાશ સુધી પહોંચેલી હતી અને ઈશ્વરના દૂતો તેના પર ચડતા ઊતરતા હતા.


તે રાત્રે ઈશ્વરે અરામી લાબાન પાસે સ્વપ્નમાં આવીને કહ્યું, “તું યાકોબને ભલુંભૂંડું કંઈ કહીશ નહિ.”


યોસેફને એક સ્વપ્ન આવ્યું. જ્યારે તેણે તે તેના ભાઈઓને કહી સંભળાવ્યું ત્યારે તેઓ તેનો વિશેષ તિરસ્કાર કરવા લાગ્યા.


યોસેફને ફરી બીજું સ્વપ્ન આવ્યું. તેણે તેના ભાઈઓને કહ્યું, “જુઓ, મને બીજું સ્વપ્ન આવ્યું, અને આ સ્વપ્નમાં સૂર્ય, ચંદ્ર તથા અગિયાર તારા મારી આગળ નમ્યા.”


હવે ઇજિપ્તી રાજાના કેદમાં પૂરાયેલા એ અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓનો ઉપરી અને મુખ્ય રસોઈયો એ બન્‍નેને એક રાત્રે સ્વપ્ન આવ્યાં. બન્‍નેનાં સ્વપ્નો જુદાં જુદાં હતાં અને દરેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો.


તેમણે કહ્યું, “અમને બન્‍નેને સ્વપ્ન આવ્યાં હતાં, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.” ત્યારે યોસેફે કહ્યું, “અર્થ કરવો એ શું ઈશ્વરનું કાર્ય નથી? તમારું સ્વપ્ન તો મને કહો!”


ઈશ્વરે ઇઝરાયેલને રાત્રે દર્શન દઈને કહ્યું, “યાકોબ, યાકોબ.” યાકોબે કહ્યું, “જી, હું આ રહ્યો!”


પરંતુ પ્રભુએ એમના પર કોઈનો જુલમ થવા દીધો નહિ; તેમનું રક્ષણ કરવા તેમણે રાજાઓને ધમકી આપી.


મનુષ્યો ઊંઘમાં ઘેરાયા હોય, અને પથારી પર ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે ઈશ્વર સ્વપ્ન કે સંદર્શન દ્વારા વાત કરે છે;


જેથી ઈશ્વર માણસને ભૂંડાઈથી દૂર રાખે અને તેને અહંકાર કરતાં અટકાવે.


ત્યારે ઈશ્વરે કોઈને તેમના પર જુલમ કરવા દીધો નહિ, અને તેમનું રક્ષણ કરવા રાજાઓને ચેતવણી આપી,


શહેરમાં એક દિવસ જેટલું ચાલ્યા પછી યોનાએ પોકાર કર્યો: “ચાલીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.”


ઈશ્વરે બલામની પાસે આવીને પૂછયું, “તારી સાથે ઊતરેલા આ લોકો કોણ છે?”


જ્યારે તે આ વિષે વિચારતો હતો ત્યારે સ્વપ્નમાં પ્રભુનો દૂત તેની સમક્ષ હાજર થયો, અને તેને કહ્યું, દાવિદના વંશજ યોસેફ, મિર્યામને તારી પત્ની તરીકે સ્વીકારતાં ગભરાઈશ નહિ. કારણ, પવિત્ર આત્માની મારફતે તેને ગર્ભ રહેલો છે.


જ્યારે પિલાત ન્યાયાસન ઉપર બેઠો હતો ત્યારે તેની પત્નીએ તેને સંદેશો મોકલ્યો, તે નિર્દોષને તું કંઈ સજા કરીશ નહિ; કારણ, ગઈ રાત્રે સ્વપ્નમાં તેને લીધે મને ઘણું દુ:ખ થયું છે.


Lean sinn:

Sanasan


Sanasan