Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:2 - પવિત્ર બાઇબલ C.L.

2 અબ્રાહામે પોતાની પત્ની સારા વિષે કહ્યું કે તે મારી બહેન છે. તેથી ગેરારના રાજા અબિમેલેખે સારાને બોલાવડાવીને રાખી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિશે કહ્યું, “તે મારી બહેન‍ છે;” અને ગેરારના રાજા અબીમેલેખે સારાને બોલાવી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઇબ્રાહિમે પોતાની પત્ની સારા વિષે કહ્યું, “તે મારી બહેન છે.” તેથી ગેરારના રાજા અબીમેલેખે માણસો મોકલીને સારાને બોલાવી લીધી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તે સમયે ઇબ્રાહિમે ગેરારના લોકોને કહ્યું, “સારા માંરી બહેન છે.” ગેરારના રાજા અબીમેલેખે આ સાંભળ્યું, અબીમેલેખ સારાને ચાહતો હતો તેથી સારાને લઈ આવવા માંટે અબીમેલેખે કેટલાક નોકરોને મોકલ્યા. અને સારાને રાખી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:2
17 Iomraidhean Croise  

ફેરોના કેટલાક અધિકારીઓએ સારાયને જોઈને ફેરોની આગળ સારાયની સુંદરતાની પ્રશંસા કરી. તેથી સારાયને ફેરોના મહેલમાં લઈ જવામાં આવી.


વળી, તે મારી બહેન પણ છે. કારણ, તે મારા પિતાની પુત્રી છે, પણ મારી માતાની પુત્રી નથી; અને તે મારી પત્ની બની.


એ અરસામાં અબિમેલેખ અને તેના સેનાપતિ ફિકોલે અબ્રાહામ પાસે જઈને તેને કહ્યું, “ તારાં સર્વ કાર્યોમાં ઈશ્વર તારી સાથે છે.


હવે એવું બન્યું કે અબ્રાહામના સમયમાં પહેલાં પડયો હતો તે ઉપરાંત એ દેશમાં બીજો દુકાળ પડયો અને ઇસ્હાક પલિસ્તીઓના રાજા અબિમેલેખ પાસે ગેરારમાં ગયો.


અબિમેલેખે ઇસ્હાકને કહ્યું, “તું અમારાથી દૂર ચાલ્યો જા. કારણ, તું અમારા કરતાં વધુ બળવાન થઈ ગયો છે.”


ત્યાંના લોકોએ તેને તેની પત્ની વિશે પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, ‘એ મારી બહેન છે.’ ‘રિબકા મારી પત્ની છે એવું કહીશ તો અહીંના લોકો મને મારી નાખશે’ એવી તેને દહેશત હતી. કારણ, તે ઘણી સુંદર હતી.


હનાનીના પુત્ર દષ્ટા યેહૂએ રાજાને મળીને તેને કહ્યું, “તમારે શા માટે દુષ્ટોને મદદ કરવી જોઈએ? પ્રભુનો તિરસ્કાર કરનારાઓનો પક્ષ શા માટે લેવો જોઈએ? તમારા એ કાર્યથી તમારા પર પ્રભુનો રોષ ઊતર્યો છે.


પણ મારેશા નગરના દોદાવાહૂના પુત્ર એલિએઝેરે યહોશાફાટને ચેતવણી આપી; “આપે અહાઝયા સાથે સંબંધ બાંધ્યો હોઈ તમે જે કંઈ બાંધ્યું તેનો પ્રભુ નાશ કરશે.” એ વહાણો ભાંગી ગયાં અને કયારેય તાર્શિશ જઈ શક્યાં નહિ.


બેબિલોનના રાજદૂતો દેશમાં બનેલા અનન્ય બનાવની તપાસ કરવા આવ્યા ત્યારે પણ તેના ચારિયની ક્સોટી કરવા ઈશ્વરે હિઝકિયાને તેની પોતાની રીતે વર્તવા દીધો.


સાત સાત વાર પછાડ ખાધા પછી પણ નેકજન ફરી ઊભો થાય છે, પણ દુષ્ટો તો એક જ વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.


પરસ્ત્રી સાથે સમાગમ કરનારના એ જ હાલ થશે; એવું કરનાર સજા પામ્યા વિના રહેશે નહિ.


જે સર્વદા સારું જ કરે છે અને કદી કશું પાપ કરતો જ નથી એવો માણસ પૃથ્વી પર છે જ નહિ.


જૂઠું બોલવાનું તજી દો; એને બદલે, દરેકે પોતાના માનવબધું સાથે સાચું બોલવું. કારણ, આપણે સૌ ખ્રિસ્તના શરીરના અવયવો છીએ.


એકબીજા આગળ જૂઠું ન બોલો, કારણ, તમે જૂના વ્યક્તિત્વને તેની ટેવો સહિત ઉતારી મૂકાયું છે.


Lean sinn:

Sanasan


Sanasan