Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 20:1 - પવિત્ર બાઇબલ C.L.

1 ત્યાંથી અબ્રાહામ નેગેબ પ્રદેશ તરફ ગયો અને કાદેશ તથા શૂરની વચ્ચે વસ્યો. થોડો સમય તે ગેરારમાં રહેવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી ઇબ્રાહિમ ત્યાંથી નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા‍ શૂરની વચ્ચે રહ્યો; અને તેણે ગેરારમાં મુકામ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇબ્રાહિમ મુસાફરી કરતા નેગેબ દેશ તરફ જઈને કાદેશ તથા શૂરની વચ્ચે રહ્યો. તેણે ગેરારમાં વિદેશી તરીકે વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઇબ્રાહિમે એ સ્થળ છોડયું અને નેગેબ તરફ પ્રયાણ કર્યુ. અને કાદેશ અને શૂર વચ્ચે ગેરારમાં વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 20:1
23 Iomraidhean Croise  

કનાન દેશની સીમાઓ સિદોનથી ગેરાર તરફ ગાઝા સુધી અને સદોમ, ગમોરા, આદમા અને સબોઈમના પ્રાંતો તરફ લાશા સુધી વિસ્તરેલી હતી.


પછી તે ત્યાંથી નીકળીને દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ આગળ વધ્યો.


અબ્રામ પોતાની પત્ની અને સઘળી સંપત્તિ સાથે ઇજિપ્તની ઉત્તરે કનાન દેશના દક્ષિણ ભાગ નેગેબ તરફ ગયો અને લોત પણ તેની સાથે હતો.


પછી તેઓ પાછા ફરીને એન-મિશ્પાટ એટલે કાદેશ આવ્યા અને તેમણે અમાલેકીઓના આખા દેશને તથા હાસસોન-તામારમાં રહેનારા અમોરીઓને પણ હરાવ્યા.


અબ્રામની પત્ની સારાયને સંતાન થતાં નહોતાં. તેને હાગાર નામે એક ઇજિપ્તી દાસી હતી.


એ માટે તે કૂવાનું નામ ‘બેર-લાહાય રોઈ [જીવંત દષ્ટાનો કૂવો] પડયું. આજે પણ તે કાદેશ અને બેરેદ વચ્ચે આવેલો છે.


શૂર જવાને રસ્તે રણપ્રદેશમાં એક ઝરણા પાસે પ્રભુના દૂતે તેને જોઈ.


પ્રભુએ અબ્રાહામને મામરેનાં એલોન વૃક્ષો પાસે દર્શન આપ્યું. અબ્રાહામ ભરબપોરે તંબુના પ્રવેશદ્વાર પાસે બેઠો હતો.


અબ્રાહામ પલિસ્તીઓના દેશમાં ઘણા દિવસ રહ્યો.


એ સમયમાં ઇસ્હાક બેર-લાહાય- રોઈથી આવ્યો હતો; કારણ, તે નેગેબમાં રહેતો હતો.


ઇશ્માએલના વંશજો આશ્શૂર જવાને રસ્તે ઇજિપ્તની પૂર્વ દિશામાં હવીલાથી શૂરની વચ્ચેના પ્રદેશમાં તેમના અન્ય ભાઈઓથી જુદા વસ્યા હતા.


હવે એવું બન્યું કે અબ્રાહામના સમયમાં પહેલાં પડયો હતો તે ઉપરાંત એ દેશમાં બીજો દુકાળ પડયો અને ઇસ્હાક પલિસ્તીઓના રાજા અબિમેલેખ પાસે ગેરારમાં ગયો.


ત્યારે ગેરારના પ્રદેશના ગોવાળિયાઓએ ઇસ્હાકના ગોવાળિયાઓ સાથે ઝઘડો કરીને કહ્યું, “આ પાણી તો અમારું છે.” આથી તેણે તે કૂવાનું નામ એસેક (ઝઘડો) પાડયું. કારણ, તે લોકોએ એની સાથે ઝઘડો કર્યો હતો.


પછી અબિમેલેખ પોતાના એક મિત્ર અહૂઝાથ અને સેનાપતિ ફિકોલને લઈને ગેરારથી ઇસ્હાકને મળવા ગયો.


આમ, ઇસ્હાક ગેરારમાં રહેવા લાગ્યો.


પ્રભુની ગર્જના વેરાનપ્રદેશને ધ્રુજાવે છે, પ્રભુ કાદેશના વેરાનપ્રદેશને થથરાવે છે.


પછી મોશે ઇઝરાયલીઓને સૂફ સમુદ્રથી આગળ લઈ ગયો અને તેઓ શૂરના રણપ્રદેશમાં આવ્યા. તેઓ ત્રણ દિવસ સુધી રણપ્રદેશમાં ચાલ્યા પણ તેમને પાણી મળ્યું નહિ.


તેમણે જે જોયું તેનો અહેવાલ રજૂ કર્યો અને તે દેશનાં ફળ તેમને બતાવ્યાં.


તેથી અમે મદદને માટે પ્રભુને પોકાર કર્યો. તેમણે અમારી વિનંતી સાંભળી અને પોતાના દૂતને મોકલીને અમને ઇજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા. અત્યારે અમે તમારા દેશની સરહદે આવેલા કાદેશમાં છીએ.


“આમ આપણા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણે હોરેબ પર્વતથી અમોરીઓના પહાડીપ્રદેશ તરફ ઉપડયા અને જે વિશાળ અને ભયાનક રણપ્રદેશ તમે જોયો તે, પસાર કરીને આપણે કાદેશ-બાર્નિયા આવી પહોંચ્યા.


કારણ કે કાદેશ પ્રદેશના મરીબાના જળાશય પાસે સીનના રણમાં ઇઝરાયલ લોકોની વચમાં તેં મને મોટો મનાવ્યો નહિ, પણ એ લોકોની સમક્ષ મારું અપમાન કર્યું.


શાઉલે હવીલાથી ઇજિપ્તની પૂર્વમાં આવેલા શૂર સુધી અમાલેકીઓને માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan