Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહોવાહ ઈશ્વરે ભૂમિમાંથી માટીનું માણસ બનાવ્યું, તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારે યહોવા દેવે ભૂમિ પરથી માંટી લીધી અને મનુષ્યનું સર્જન કર્યું. અને તેના નસકોરામાં પ્રાણ ફૂંકયો તેથી મનુષ્યમાં જીવ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 2:7
33 Iomraidhean Croise  

ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે જ માનવજાતનું સર્જન કર્યું. તેમણે પોતાના સ્વરૂપ પ્રમાણે માનવજાતનું પુરુષ અને સ્ત્રી તરીકે સર્જન કર્યું.


પણ ધરતીમાંથી ઝરણાં ફૂટી નીકળ્યાં અને તેમણે ભૂમિના ઉપલા આખા પડને ભીનું કરી દીધું.


કપાળેથી પરસેવો પાડી પાડીને તું ખોરાક મેળવશે, અને એમ કરતાં કરતાં જે ભૂમિમાંથી તને લેવામાં આવ્યો છે એમાં તું પાછો મળી જશે. કારણ, તું માટીનો બનેલો છે અને માટીમાં ભળી જશે.”


તેથી પ્રભુ પરમેશ્વરે જે ભૂમિમાંથી આદમને બનાવ્યો હતો તેમાં ખેતી કરવા માટે તેને એદન બાગની બહાર કાઢી મૂક્યો.


શ્વાસોશ્વાસ લેતા પૃથ્વી પરના સર્વ સજીવો મૃત્યુ પામ્યા.


જ્યાં સુધી મારા જીવમાં જીવ છે અને મારી નાસિકામાં ઈશ્વરદત્ત શ્વાસ ફૂંક્તો હશે,


ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે, અને સર્વસમર્થના શ્વાસે મને જીવન બક્ષ્યું છે.


ઈશ્વરની દષ્ટિમાં તું અને હું સમાન છીએ; હું પણ માટીમાંથી જ ઘડાયો છું!


તો જેનો પાયો ધૂળમાં છે એવી માટીની મઢૂલી જેવા શરીરમાં વસતો માનવી, જે પતંગિયાની પેઠે કચડાઈ જાય છે, તેની શી વિસાત?


એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે એવું કબૂલ કરો; તેમણે જ આપણને સર્જ્યાં અને આપણે તેમનાં જ છીએ. આપણે તેમના લોક અને તેમની ચરાણનાં ઘેટાં છીએ.


તે આપણું બંધારણ જાણે છે; આપણે માટીમાંથી બનેલાં છીએ તેનું તેમને સ્મરણ છે.


માણસનો અંતરાત્મા પ્રભુનો દીવો છે; તે તેના દયના ઊંડાણને તપાસે છે.


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


ફાડવાનો સમય અને સાંધવાનો સમય, ચૂપ રહેવાનો સમય અને બોલવાનો સમય,


હવે મર્ત્ય માનવીનો ભરોસો ન કરશો. એની શી વિસાત છે?


પણ હે પ્રભુ, તમે હવે અમારા પિતા છો. અમે માટી અને તમે અમારા કુંભાર છો. અમે સૌ તમારા જ હાથની કૃતિ છીએ.


અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું.


તેમને કહે કે પ્રભુ પરમેશ્વર તમને આ પ્રમાણે કહે છે: હું તમારામાં શ્વાસ ફૂંકીશ અને તમને ફરી જીવતાં કરીશ.


હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, માંસ પૂરીશ અને તમને ચામડીથી ઢાંકી દઇશ અને તમારામાં શ્વાસ ફૂંકીને તમને જીવતાં કરીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


આકાશોને પ્રસારનાર, પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને માણસને જીવન બક્ષનાર પ્રભુ તરફથી ઇઝરાયલ માટેનો આ સંદેશ છે.


પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”


એમ કહીને તેમણે શિષ્યો પર શ્વાસ ફૂંક્યો અને કહ્યું, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાઓ.


વળી, માણસોની મદદની તેમને કંઈ જરૂર નથી. કારણ, તે પોતે જ બધા માણસોને જીવન, શ્વાસોચ્છ્વાસ અને સઘળું આપે છે.


મારા મિત્ર, ઈશ્વરની સામે દલીલ કરનાર તું કોણ છે? “તેં મને આવું કેમ બનાવ્યું?” એવું માટીનું પાત્ર પોતાના બનાવનારને પૂછી શકે નહિ.


કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ માનવી આદમને જીવંત પ્રાણી તરીકે સર્જવામાં આવ્યો હતો,” પણ છેલ્લો આદમ તો જીવન આપનાર આત્મા છે.


પ્રથમ આદમને પૃથ્વીની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો, પણ બીજો આદમ આકાશમાંથી આવ્યો.


અમે તો માટીનાં પાત્રો જેવાં છીએ અને અમારી પાસે પણ આ આત્મિક ખજાનો છે; જેથી સર્વશ્રેષ્ઠ સામર્થ્ય અમારું નથી, પણ ઈશ્વર પાસેથી મળેલું છે તેમ જાહેર થાય છે.


આપણને ખબર છે કે આ તંબૂ એટલે પૃથ્વી પરનું આપણું આ શરીર તૂટી જવાનું છે, પણ આપણે સારુ રહેવા માટે ઈશ્વરે સ્વર્ગમાં ઘર રાખેલું છે. એ ઘર ઈશ્વરે પોતે જ બનાવ્યું છે, અને તે સદાકાળ ટકનારું છે.


કારણ, આદમને પ્રથમ સર્જવામાં આવ્યો અને ત્યાર પછી તેની પત્ની હવાને;


વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ?


Lean sinn:

Sanasan


Sanasan