ઉત્પત્તિ 19:9 - પવિત્ર બાઇબલ C.L.9 પણ લોકોએ કહ્યું, “તું તો અમારી મધ્યે આવેલો પરદેશી છે અને હવે અમારો ન્યાયાધીશ થઈ બેઠો છે! વચમાંથી ખસી જા. નહિ તો, અમે તેમના કરતાં પણ તને વધારે દુ:ખ દઈશું. પછી તેમણે લોત પર ધક્કાધક્કી કરી અને બારણું તોડી નાખવા નજીક આવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તેઓએ કહ્યું, “હઠી જાઓ.” પછી તેઓ બોલ્યા, “આ માણસ અમારામાં રહેવાને આવ્યો, ને હવે અમારો ન્યાયાધીશ થઈ બેઠો છે. હવે તેઓના કરતાં અમે તને વધારે દુ:ખ દઈશું.” અને તેઓએ તે માણસ પર, એટલે લોત પર, બહુ ધક્કાધક્કી કરી, અને કમાડ ભાંગી નાખવાને પાસે આવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓએ કહ્યું, “પાછો હટ!” તેઓએ એ પણ કહ્યું, “આ અહીં વિદેશીની જેમ રહેવાને આવ્યો હતો અને હવે તે આપણો ન્યાયાધીશ થવા બેઠો છે! હવે તેઓના કરતા અમે તારી સાથે વધારે ખરાબ વ્યવહાર કરીશું.” તેઓએ લોતને, ધક્કાધક્કી કરી અને દરવાજો તોડી નાખવા માટે નજીક આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ9 ઘરની આજુબાજુના લોકોએ કહ્યું, “રસ્તામાંથી ખસી જા,” ત્યારે તે લોકોએ વિચાર્યું. “આ માંણસ લોત અમાંરા નગરમાં અતિથિ તરીકે આવ્યો છે અને હવે અમને શીખવે છે કે, અમે લોકો શું કરીએ!” ત્યારે લોકોએ લોતને કહ્યું, “અમે લોકો એ માંણસો કરતાં ય તારા ભૂંડા હાલ કરીશું.” તેથી એ લોકોએ લોતને ઘેરી વળીને તેની નજીક આવવાનું શરૂ કર્યું. તે બારણું તોડીને અંદર પ્રવેશવા ઈચ્છતા હતા. Faic an caibideil |