Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:8 - પવિત્ર બાઇબલ C.L.

8 જુઓ, મારે બે પુત્રીઓ છે. તેમણે કોઈ પુરુષ સાથે સમાગમ કર્યો નથી. હું તેમને તમારી સમક્ષ લઈ આવું. તમારે તેમને જે કરવું હોય તે કરો. પણ આ માણસોને કંઈ કરશો નહિ; કારણ, તેઓ મારા છાપરાના આશ્રય નીચે આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હવે જુઓ, મારી બે દીકરીઓ છે, તેઓએ કોઈ પુરુષને જાણ્યો નથી. મરજી હોય તો હું તેઓને તમારી પાસે લાવું, ને જે તમને સારું લાગે તે તેઓને તમારી પાસે લાવું, ને જે તમને સારું લાગે તે તેઓને કરો; પણ એ માણસોને તમે કંઈ ન કરો; કેમ કે તેઓ મારા છાપરાના આશ્રય તળે આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મારી બે દીકરીઓ છે. તેઓનો કોઈ પુરુષ સાથે સંબંધ થયેલો નથી. હું વિનંતી કરું છું કે મને તેઓને તમારી પાસે બહાર લાવવા દો અને તમારી દ્રષ્ટિમાં જે તમને સારું લાગે, તે તેઓને કરો, પણ જે માણસો મારા ઘરે મહેમાન તરીકે આવ્યા છે તેઓને કંઈ ન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જુઓ, માંરે બે પુત્રીઓ છે, તે કુંવારી છે. હું માંરી બે પુત્રીઓને તમાંરી આગળ લાવું છું, તેની સાથે તમે લોકો જે કરવું હોય તે કરો, પણ આ લોકને કશું કરશો નહિ. એ લોકો અમાંરે ઘરે આવ્યા છે અને હું અવશ્ય તેમનું રક્ષણ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:8
12 Iomraidhean Croise  

તમે તમારા દાસને ત્યાં આવ્યા જ છો તો મને તમારે માટે થોડો ખોરાક લાવવા દો, જેથી તે ખાઈને તાજા થઈને તમે તમારે માર્ગે જઈ શકો.” તેથી તેમણે કહ્યું, “ભલે, તારા કહેવા પ્રમાણે કર.”


તેણે કહ્યું, “મારા ભાઈઓ, મારી તમને વિનંતી છે કે તમે એવું દુષ્ટ કામ ન કરો.


રૂબેને પોતાના પિતાને કહ્યું, “જો હું બિન્યામીનને તમારી પાસે પાછો ન લાવું તો મારા બે દીકરાને તમે મારી નાખજો. તેને મારી દેખરેખ હેઠળ મોકલી આપો, અને હું તેને પાછો લાવીશ.”


આરોને જવાબ આપ્યો, “મારા પર ગુસ્સે ન થઈશ; તું આ લોકોને તો ઓળખે છે કે તેઓ સ્વભાવે દુષ્ટ છે.


ઉદ્ધતોને સુધારવાનો પ્રયત્ન કરનાર અપમાનિત થાય છે; દુષ્ટોને ઠપકો દેનાર નુક્સાન વહોરે છે.


ભૂખ્યાઓને તમારા ભોજનમાંથી ખવડાવો અને ઘરબાર વગરનાંને તમારા ઘરમાં આશ્રય આપો. વસ્ત્રહીનને વસ્ત્રો આપો અને તમારા જાતભાઈની જરૂરિયાત પ્રત્યે દુર્લક્ષ ન સેવો.


કારણ, શિષ્યો એટલા બધા ગભરાઈ ગયા હતા કે શું બોલવું તે પિતરને સૂઝયું નહિ.


ભૂંડું કરવાથી કોઈનું ભલું થતું હોય તો તેમ કરવું જોઈએ એવું શિક્ષણ અમે આપીએ છીએ, એમ કહીને કેટલાક લોકો અમારી નિંદા કરે છે. એવાઓને સજા થાય એ વાજબી છે.


પરંતુ એ વૃદ્ધ માણસે બહાર જઈને તેમને કહ્યું, “ના, મિત્રો, એવું દુષ્ટ અને અનૈતિક કામ કરશો નહિ. કારણ, આ માણસ મારા આશ્રયે આવ્યો છે.


જુઓ, અહીં આ તેની ઉપપત્ની છે તેમજ મારી કુંવારી પુત્રી છે. હું હમણાં જ તેમને લાવું છું, અને તમે તેમને લઈ જાઓ. તમારે તેમની સાથે જે વર્તાવ કરવો હોય તે કરો. પણ તમે આ માણસની સાથે એવું ભયંકર દુષ્ટ કામ કરશો નહિ!”


કાંટાના છોડે તેમને જવાબ આપ્યો, ‘જો તમે ખરેખર તમારા રાજા તરીકે અભિષેક કરવા માગતા હો, તો આવીને મારી છાયાનો આશ્રય લો. પણ જો તમે નહિ કરો, તો મારી કાંટાળી ડાળીઓમાંથી અગ્નિ ફાટી નીકળશે અને લબાનોનનાં ગંધતરુ બાળી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan