Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:34 - પવિત્ર બાઇબલ C.L.

34 બીજે દિવસે મોટીએ નાનીને કહ્યું, “જો ગઈ કાલે રાત્રે હું આપણા પિતા સાથે સૂઈ ગઈ હતી. આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ. પછી તું પણ જઈને તેમની સાથે સૂઈ જજે. જેથી આપણા દ્વારા આપણા પિતાનો વંશ ચાલુ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને સવારે એમ થયું કે, મોટીએ નાનીને કહ્યું, “જો, કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂતી. આજે રાત્રે પણ આપણે તેને દ્રાક્ષારસ પાઇએ; અને તું પણ જઈને તેમની સાથે સૂ કે, આપણાથી આપણા પિતાનું સંતાન રહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 બીજા દિવસે મોટી દીકરીએ નાનીને કહ્યું, “સાંભળ, ગઈ કાલે રાત્રે હું આપણા પિતાની સાથે સૂઈ ગઈ હતી. ચાલ આજે રાત્રે પણ આપણે તેમને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તું પણ અંદર જઈને તેમની સોડમાં સૂઈ જા, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 બીજે દિવસે મોટી પુત્રીએ નાનીને કહ્યું, “જો ગઈકાલે રાત્રે હું પિતા સાથે સૂઈ ગઈ હતી. આજે પણ આપણે તેને દ્રાક્ષારસ પાઈએ, પછી તું જઈને તેમની સાથે સૂઈ જજે. આ રીતે આપણે આપણા પિતાથી આપણો વંશવેલો જાળવી શકીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:34
7 Iomraidhean Croise  

તેથી તેમણે તે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો અને મોટી દીકરી અંદર જઈને તેના પિતા સાથે સૂઈ ગઈ. તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ.


એટલે તેમણે તે રાત્રે પણ પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો અને નાની દીકરી અંદર જઈને તેના પિતા સાથે સૂઈ ગઈ, પણ તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ.


તેમના ચહેરા પરનો ઘમંડ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે. તેઓ પોતાનું પાપ સંતાડતા નથી, પણ સદોમની માફક તેનું પ્રદર્શન કરે છે. તેમની કેવી દુર્દશા થશે! તેમણે જાતે જ આપત્તિ વહોરી લીધી છે.


તેથી જ વરસાદને રોકી રાખવામાં આવ્યો છે અને પાછલો વરસાદ હજી પડયો નથી. અરે, હવે તો તું વેશ્યા જેવી નફ્ફટ થઈ ગઈ છે અને તને કોઈ જાતની લાજશરમ નથી!


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ; અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.”


શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.”


Lean sinn:

Sanasan


Sanasan